ફરી એકવાર શિક્ષણની સીસ્ટમ પર કૃષ્ણ દવે ની અદ્દભુત રચના ને યાદ કરીએ

આંટી ઘુંટી એડમીશનની, જાળ માં એવા જકડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

સાવ બિચારા બની મા બાપ, ક્યાંના ક્યાં જઈ રખડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

પોતે સૌ શિક્ષણના રાજા 'ને સીસ્ટમ અંધેરી,
કાં તો સીધું ખિસ્સું કાપે, કાં તો લે ખંખેરી,
કઈ રીતે ડોનેશન દેશું? ઘરમાં વાસણ ખખડે છે,
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .!

ડોક્ટર, એન્જીનીઅર, એમબીએ, બીસીએ કે સીએ.! 
નીટ, ઝી,નાટા, ને ગુજસેટ, સીમેટ, ગેટ, કેટ.. સૌ લોહી મજાનું પીએ..
જાણે કે સો બાજ વચાળે એક કબુતર ફફડે છે.!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે..!

ક્યાં ગઈ વિદ્યા? વ્હાલ ગયું ક્યાં? 'ને ગુરુ શિષ્યનો નાતો?
ના.. ના.. વિદ્યાપીઠ નથી, અહિંયા કેવળ ધંધો થાતો:
એક ખુણામાં ઉભો ઉભો વડલો એવું બબડે છે...!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

Gujarati Motivational by jd : 111718061
Falguni Dost 3 year ago

ભુલકાંઓનું ભાવિ જાણે કાણું પડેલી હોડીમાં સમુદ્ર મુસાફરી... દુઃખદ..

Tr. Mrs. Snehal Jani 3 year ago

આમાં માત્ર હોંશિયાર બાળકોનાં ગરીબ અને મધ્યમવર્ગીય મા બાપ જ લાચાર છે. બાકી જેની પાસે પૈસા છે એમનાં છોકરાં તો માંડ માંડ પાસ થયાં હોય તોય એડમિશન મેળવી જ લે છે.

Shefali 3 year ago

ધારદાર..

Angel 3 year ago

આધુનિક શિક્ષા કે જ્યાં મહત્વ વિદ્યા નું નહીં પણ લક્ષ્મી નું છે...!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now