પ્રેમ એટલે શું ?
ખબર તો પહેલાં પણ નહોતી,
અને અત્યારે પણ નથી.

એક અનુભૂતિ જે કદાચ સ્વર્ગથી પણ સુંદર...
એક યાતના જે કારવાસથી પણ બદતર...
સમયના ચડાવ-ઉતાર સાથે મજબૂત થતી હાથની એ પકડ...
સમયના બદલાવ સાથે સતત ઝાંખી થતી એક અકડ...
એકલવાયા કોઈ પંખીને શીખવાડવામાં આવતું ગીત..
એકલવાયા પંખીને પીંખીને માણવામાં આવતું સંગીત...
સતત એકની જ ઝંખના સાથે પુરી થતી એક ઇચ્છા...
સતત અધુરપની ખોટ સાથે બદલાતી એક મહેચ્છા...
વિશ્વાસની સાર્થક થતી એક પરિભાષા...
વિશ્વાસના નામે છેતરાતી એક અભિલાષા...
હૈયેથી હોઠ સુધી, સ્વપ્ન થઈ આંખ સુધી...
ધારદાર ખંજર એક નજરથી પાંખ સુધી...
ઉડતું એક પારેવું ક્લબલાહટ એના થકી...
તરફડતું પારેવું લોહીયાળ કોના થકી...
બદલાતું એક વહેણ, સાનિધ્યની એક લાગણી...
બદલાતું એજ વહેણ, સાથની ફક્ત માંગણી...

સમયનું સરવૈયું જો નીકળે,
તો એટલું તો હવે કહી શકાય છે...
હોય જો હયાતી પડછાયાની,
એના વગર પણ એકલું રહી શકાય છે.
આંસુડે એક પારેવાના,
ખોબલે-ખોબલે ઉભર્યાં છે નીર, Nidhi
અણધાર્યા ઝખ્મોની વણઝારે આજે, હૈયાની ચીરફાડ પણ સહી શકાય છે.

Gujarati Blog by Nidhi_Nanhi_Kalam_ : 111699783
Kamlesh 3 year ago

જોરદાર રચના નિધિજી...

shekhar kharadi Idriya 3 year ago

અત્યંત સુંદર પ્રસ્તુતિ.....

Falguni Dost 3 year ago

Heart touching 👍✍✍

Yakshita Patel 3 year ago

✍...👏👏👏

Rudra... 3 year ago

વાહ ‌નિધી‌ ખુબજ સરસ રજુઆત 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now