...#... સુખ - દુ:ખની વાતો...#...

સૌને જય ભોળાનાથ મિત્રો...
કેમ છો બધાં?? સુખમાં તો છો ને???

સુખ...એટલે વળી શું?? જાણો છો??
લે... હ... હું પણ સાવ ડફર છું, નહી??
સુખ - દુ:ખ તો સૌ કોઇ જાણે... એમાં પૂછવાનું શું હોય?? કાં??

ચાલો હવે આ ડફરે,ડફર જેવો પ્રશ્ન પૂછી જ લીધો છે,તો આ ડફરનો સુખ -દુ:ખ તરફનો દ્રષ્ટિકોણ પણ જાણી લઇયે... જરીક...

# તમારા માટે સુખની વ્યાખ્યા શું?

ટૂંકમાં કહું તો મનનો રાજીપો એટલે સુખ. ભાવતી કેડબરી ખાવાથી મન થોડી વાર રાજી રહે, એ છે સુખ. જેમ દુઃખ એ મનની નેગેટિવ પ્રતિક્રિયા છે, એમ સુખ એ મનની પોઝિટિવ પ્રતિક્રિયા છે. સુખ-દુઃખનો ખેલ મનમાં સતત ચાલ્યા કરે. ભલે ચાલે.આપણે એનાથી કંઈ લેવાદેવા નઇ... હા હા...

# સુખ માટે આધારીતતા કેટલી યોગ્ય? અથવા શું આપણું સુખ બીજા પર આધારિત હોવું જોઈએ ખરું?

સુખનો મામલો એકરીતે ગમા-અણગમાનો મામલો છે. આ ગમા-અણગમા આમ તો આપણા પોતાના જ હોય છે, પરંતુ એ આપણા હાથમાં નથી હોતા.
"મને કારેલા નહીં ભાવે, અને આઈસક્રીમ ભાવશે" એ આપણે જાતે નક્કી નથી કરતા. "મને એક માણસ સાથે વધુ ફાવશે અને બીજા માણસ સાથે ઓછું ફાવશે" એ આપણે જાતે નક્કી નથી કરતા. એ બધું આપણી પ્રકૃતિ પર, કે આપણી માનસિક-શારીરિક-હાર્દિક બાંધા પર આધારિત છે.
મતલબ કે બીજા લોકો કે બાહ્ય ચીજો પરની આધારિતતા તો પછી આવે છે, પહેલી વાત તો એ છે કે,"આપણા પોતાના જ બંધારણ પર સુખનો કે દુઃખનો આધાર રહેલો છે." જે આપણને ગમે છે એ બધું આપણને સુખ આપે છે,અને જે નથી ગમતું એ આપણને દુઃખ આપે છે. આવી આધારિતતા તો રહેવાની જ.

# કઈ બાબતો કે ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય?

આવી તો હજારો બાબતો છે.
અસહ્ય ગરમી પડી રહી હોય,
ભયંકર જોરથી સ્પીકર પર મ્યૂઝિક વાગી રહ્યું હોય,
કોઈ માણસ જડતાપૂર્વક પોતાના અભિપ્રાયો મારા પર થોપવા મથે...
પ્રેમમાં કોઇ કારણસર છૂટા પડવાનું થાય...
આવી અસંખ્ય બાબતોથી મનનો મૂડ બગડે. ટૂંકમાં, આપણા અણગમાને છંછેડે એવી તમામ બાબતોથી મન આકુળવ્યાકુળ થાય.

# આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ક્યારેય?

રોજ થાય, અનેક વાર થાય. તમે ન ગમતી સ્થિતિમાં મૂકાઓ ત્યારે મન છટપટાય અને પેલા "કરન-અર્જુન" ફિલ્મના ડાયલોગ-"ભાગ અર્જુન ભાગ"- ની જેમ તમારા મનમાં પણ રેકોર્ડ વાગવા લાગેઃ ભાગ ફલાણા ભાગ, ભાગ ઢિંકણા ભાગ... હા હા હા

આમાં એવું છે કે મનની મુખ્યત્વે બે જ ગતિ હોય છે, "દુઃખથી દૂર અને સુખની તરફ."
અહીં સવાલ એ છે કે ક્યારે દુઃખથી દૂર ભાગવાને બદલે દુઃખની સામે અડીખમ ઊભા રહેવું,અને ક્યારે સુખ તરફ દોડવાને બદલે સંયમી બનીને સ્થિર રહેવું.
સાધારણ ઉદાહરણ આપું તો, નોકરી-ધંધા-ઘરસંસારની જફા છોડીને બાવા બની જવાની ઇચ્છા ઘણા પુરુષોને ક્યારેક ક્યારેક થતી હોય છે, પરંતુ એવું ન ચાલે. જવાબદારી જેવી પણ કોઈ ચીજ છે.
એ જ રીતે, રસ્તે જતી કોઈ સ્ત્રી બહુ સુંદર લાગે ત્યારે દિલ તો કહેશે, ચાલ, એની પાછળ પાછળ જઈએ. પણ એમ કંઈ મન ફાવે તેનો પીછો ન કરી શકાય. એ સારું પણ ન લાગે અને એમાં કાયદાના ભંગ બદલ જેલમાં જવાની નોબત પણ આવે.
આ બધું સમજવા માટે સામાન્ય બુદ્ધિ જોઈએ, જે આમ તો કુદરતે આપણને મોટે ભાગે આપેલી જ હોય છે, પરંતુ એનો વપરાશ કરવાનું ઝટ સૂઝતું નથી, કારણ કે તમન્નાઓ આપણા પર હાવી થઈ જાય છે. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ વિશે સામાન્ય બુદ્ધિના આદેશ આવતાં જ રહે છે, પણ સુખની પાછળ અને દુઃખથી દૂર જવાની આપણી તીવ્ર તમન્નાઓ આપણને બહેકાવી દે છે.
પેલો એક શેર છે ને કે,
"તમન્નાઓં કે બહલાવે મેં અક્સર આ હી જાતે હૈ

કભી હમ ચોટ ખાતે હૈ, કભી હમ મુસ્કુરાતે હૈ."

# જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?

સુખ અને આનંદને જુદાં રાખીએ.
પ્રેક્ટિકલી તો આનંદનો અર્થ પણ સુખ જેવો જ થતો હોય છે, પરંતુ આ મામલે હું કડક ભિન્નતા રાખું છું.
"સુખ એટલે મનનો રાજીપો, જ્યારે આનંદ એટલે મનની ગેરહાજરી."
સુખ એ કોઈ વસ્તુ કે સ્થિતિ કે ક્રિયાને અપાયેલી પ્રતિક્રિયા છે, જ્યારે આનંદ એટલે મનની નિષ્ક્રિયતા, મનનું મૌન.
સુખ માટે કોઇપણ એક કારણ જોઈએ, જ્યારે આનંદ તો હું કશું કર્યા વિના ખુરશી પર બેઠાં બેઠાં પણ અનુભવી શકું.
બસ, મન મૂંગું થવું જોઈએ, મારું સમગ્ર અસ્તિત્વ વર્તમાનની પળમાં ઓતપ્રોત થવું જોઈએ. આવો આનંદ સપનાં વિનાની ઊંડી ઊંઘમાં પણ મળે, જ્યાં આનંદ અનુભવનારની એટલે કે વ્યક્તિની એટલે કે ‘હું’ની હાજરી નથી હોતી. આનંદ એટલે સ્વયંના હોવાના અસ્તિત્વની ખુશી. આનંદ વિના જીવન અટકી પડે.

# દુઃખી થાઓ ત્યારે દુ:ખમાંથી બહાર આવવા તમે શું કરો?

લાલટેન(ચિમની) જોઇ છે ક્યારેય?
ચાલો દિવો જ જોઇ લો...
દીવાની છટપટાહટને જુઓ, તમન્નાઓ અને સામાન્ય બુદ્ધિ વચ્ચેની કુસ્તી જુઓ.
જીવનનો ખેલ સામાન્યતઃ, રિંગમાં ચાલી રહેલી કુસ્તી જેવો કે, રંગમંચ પર ચાલી રહેલા નાટક જેવો છે.
એમાં પ્રેક્ષક અસલી "હું" છે, જ્યારે કુસ્તીબાજો કે અભિનેતાઓ નકલી "હું" છે. એ અનેક હોય છે. દિવા અનેક છે. એ પુત્ર-પતિ-ભાઈ-મિત્ર-પ્રેમી વગેરે અનેક ભૂમિકામાં હોય છે.
એ દિવસમાં સો વાર બદલાતો રહે. એ ઘડીકમાં ખુશ તો ઘડીકમાં ઉદાસ પણ હોઈ શકે. દુઃખની કોઈ સ્થિતિ આવી પડે ત્યારે દીવો રઘવાયો થાય, ‘ભાગ અર્જુન ભાગ’ કહીને છટકવા મથે... તો, તમારા સ્પષ્ટ સવાલનો સ્પષ્ટ જવાબ આપું તો, દુઃખની સ્થિતિમાં દીવા વિરુદ્ધ દીવાની ધમાચકડી જુઓ. અંદરખાને આપણો મ્હાયલો તો જાણતો જ હોય છે કે આ બધો ઘડી, બે ઘડીનો ખેલ છે. થોડી વાર પછી દૃશ્ય આપોઆપ બદલાવાનું જ છે.


# આખી વાતનો સાર...

એ જ કે જીવનમાં કરવા જેવું સૌથી મહત્ત્વનું કામ અસલી "હું"ને એટલે કે સાક્ષીને ઓળખવાનું છે. આપણી અંદરનું અસલી ‘તત્વ’ નામ અને રૂપ વગરનું હોવાથી એને માનસિક રીતે નથી ઓળખી કે સમજી શકાતું. એને ફક્ત અનુભવી શકાય છે.
એને અનુભવવું, એ જ એકમાત્ર અસલી પુરુષાર્થ છે. આપણે લોકો જેને ‘પ્રારબ્ધ વિરુદ્ધ પુરુષાર્થ’નો વિવાદ કહીએ છીએ,એને પશ્ચિમવાળા ‘ડેસ્ટિની વર્સીસ ફ્રી વિલ’નો મામલો ગણાવે છે.
એમાં મૂળ પ્રશ્ન એ જ છે કે તમે શું કરી શકો?
હું શું કરી શકું?
આ સવાલનો સાચો જવાબ તો એક જ છેઃ "કશું જ નહીં."
આપણે જેવા હોઈશું, એવી જ રીતે વર્તીશું. આપણે પ્રકૃતિ દ્વારા સંચાલિત એવું શરીર-મનનું એક વિશિષ્ટ યંત્ર છીએ. આમાં ઝાઝી ખાંડ ખાવા જેવી પણ નથી,અને બહુ દુઃખ અનુભવવા જેવું પણ નથી.
આગળ મેં કહ્યું એમ, આપણા ગમા-અણગમા જેમ આપણા હાથની વાત નથી, એમ આપણી ક્ષમતાઓ અને નબળાઈઓ પણ આપણા હાથની વાત નથી. આપણે કેટલા પુરુષાર્થી હોઈશું એ પણ પ્રારબ્ધનો મામલો છે.
કોઈ બહુ મહેનતુ હોય, કોઈ બહુ આળસુ હોય. ઠીક છે. હોય તો હોય.
એમાં ઝાઝું કશું ન થઈ શકે.
તો શું પુરુષાર્થ જેવું, ફ્રી વિલ જેવું કશું છે જ નહીં?
ના, છે... પુરુષાર્થનું, મહેનતનું, ફ્રી વિલનું, મુક્ત ઇચ્છાશક્તિનું માહાત્મ્ય છે જ.
"જીવનમાં આનંદિત રહેવું હોય-સુખી નહીં હો, આનંદિત રહેવું હોય", તો મનની ગુલામીમાંથી છૂટીને ‘સ્વરાજ’ મેળવવાનો પુરુષાર્થ કરવો જ રહ્યો."સ્વરાજ એ આપણા મનનું રાજ્ય છે."
માણસનું સાચું સ્વરાજ એ છે કે એ મનની ગુલામીમાંથી છૂટે. માણસને અસલી બોસ કોણ છે એની ખબર હોવી જોઈએ. અસલમાં બોસ શરીર પણ નથી અને મન પણ નથી.
"જીવ... જીવ છે અસલ બોસ."
આ જાણવાનો પુરુષાર્થ કરવો એ જ મનુષ્યજીવનનો સાર છે, નિયતી છે, મોકો છે. આ જ સાચા સુખની એટલે કે આનંદની ચાવી છે.
બાકી તો મોજ વિશે ગુજરાતીઓને શું સમજાવવું મારે?
પેલું ગીત છે ને...
"જલ્સા કર બાબુ જલ્સા કર...
જાય બધાં...જલ્સા કર..."

તો બસ ,
મારી જેમ હંમેશા મહાદેવની મસ્તીમાં મસ્ત રહો...મોજમાં રહો...
દુઃખ ની મજાલ છે કે તમારી નજીક પણ ફરુકે...

જય ભોળાનાથ...હર હર મહાદેવ...હર...

Gujarati Blog by Kamlesh : 111650900
Kamlesh 3 year ago

ધન્યવાદ ભાઇ...

Kamlesh 3 year ago

ધન્યવાદ ફાલ્ગુનીજી....

Kamlesh 3 year ago

ધન્યવાદ યક્ષિતાજી...

Devesh Sony 3 year ago

Khooob Saras bhai... 👌👌🖋

Falguni Dost 3 year ago

✍✍👌👌👍

Yakshita Patel 3 year ago

ખરેખર..ખૂબ જ સરસ સાચી અને સમજવા જેવી વાત કરી..

Kamlesh 3 year ago

હા હો... નિ:સંદેહ....

SHILPA PARMAR...SHILU 3 year ago

હા....બિલકુલ સાચું કહ્યું..... And હું તો એમેય મોજીલો જીવ છું.😄😄

Kamlesh 3 year ago

ધન્યવાદ શિલુજી... મોજ વિશેની પોસ્ટમાં મોજ પડી જ જાય ને... હા હા..

SHILPA PARMAR...SHILU 3 year ago

Are wah guru ji....👌👌✍️✍️ ઘણા દિવસે તમારી આવી લાંબી post વાંચવા મળી and ખરેખર ખૂબ મજા આવી.... 😃😃😃😃

Kamlesh 3 year ago

ખુબ ખુબ ધન્યવાદ સોનલજી...

Kamlesh 3 year ago

ખુબ ખુબ ધન્યવાદ અલ્પાજી... મહાદેવ... હર...

Kamlesh 3 year ago

ખુબ ખુબ ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 3 year ago

મહાદેવ... હર... ખુબ ખુબ ધન્યવાદ ગીતાજી....

Kamlesh 3 year ago

ધન્યવાદ શેખરભાઇ...

Sonalpatadia Soni 3 year ago

ઘણાં લોકોની મુંઝવણ ને તમે જાણ્યે-અજાણ્યે સચોટ માહિતી આપી મદદરૂપ થાઓ છો. બસ આમ જ આપનું જ્ઞાન પીરસતા રહેજો.આખી વાતમાં છેલ્લે "જીવ" ને અસલી મોતી બતાવ્યું તે આપનાં જ્ઞાનની ઊંડી સમજ છે..જેને અમારી સમજમાં વધારો કર્યો...ખૂબ ખૂબ આભાર આટલી સરસ માહિતી આપવા બદલ...

Krishna 3 year ago

વાહ ભાઈ જી કેટલી સરસ રીતે સુખ દુઃખ ની વ્યાખ્યા સમજવી છે તમે, એવું લાગે છે કે જાણે જીવન સાર સમજાઈ ગયું છે, ખુબજ આનંદ થયો વાંચી ને. હર હર મહાદેવ 🙏🙏🙏

Shefali 3 year ago

ખૂબ સરસ અને સાચી વાત 👍🏼👍🏼👌🏼👌🏼

Parmar Geeta 3 year ago

વાહ ખુબ સુંદર 👌👏👏બસ આમ જ જ્ઞાન આપતા રહો અને અને અમે વાંચતા રહીએ. જય હિન્દ બધા લોકો ને પ્રભુ આનંદીત રાખે હર હર મહાદેવ 🙏🇮🇳

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now