જો તમને મારી વાર્તા એટલી જ ગમી જાય અને તમારે એની ઉપરથી ફિલ્મ બનાવવી હોય તો સીધું મને આવીને કહો ને...

હું વાર્તા કરતાંય વધારે સારી સ્ક્રિપ્ટ લખીને આપત.

મારી શરત ફક્ત એટલી જ હોય છે કે લેખક તરીકે મને ક્રેડિટ મળવી જોઈએ ના કે કોઈ કિશોર ઠક્કરને 🤷

MN FILMS નામની યુ ટ્યુબ ચેનલ પર જેટલી પણ ગુજરાતી ફિલ્મ છે એ દરેકના લેખક શ્રી. કિશોર ઠક્કર છે, મારી વાર્તા “સાસુ વિનાનું સાસરું"ના લેખક પણ એ જ ભાઈ છે. 😎

એકવાર ચેક કરી જોજો તમારી લખેલી કોઈ વાર્તા પણ ત્યાં કિશોર ભાઈને નામે ચાલતી હોય એવું બની શકે છે...

મેં યુ ટ્યુબ પર રિપોર્ટ કર્યો છે. કૉપિરાઇટ ઇસ્યુને લઈને. નીચે એક સ્ક્રીન શોટ મૂક્યો છે એમાંથી કોઈ આપના ફ્રેન્ડ લિસ્ટમાં હોય તો પ્લીઝ મેન્શન કરશો...👍

ઓનલાઇન વાર્તા મૂકવાનું હવે બંધ કર્યું એની પાછળનું કારણ જ આવા લોકો છે જે બેઠી વાર્તા ઉઠાવી લે છે, એક શબ્દ ચેન્જ કરતા ના આવડે...પણ લેખકનું નામ ભૂંસી પોતાનું લખી નાખવાનું સરસ રીતે કરી લે.

Gujarati Questions by Niyati Kapadia : 111613790
______ 3 year ago

Sachi vaat....very heinous crime.

Pandya Ravi 3 year ago

લેખકો ની વિચારોને કોપી કરીને પોતાના નામે ચલાવતા લોકો પણ મોટા ચોરો જ છે.આવા લોકો સામે કાર્યવાહી થવી જોઇએ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now