...#...ભવિષ્યપુરાણ...#...

શિલુજીના સૌજન્યથી...

ભવિષ્યપુરાણ આશરે ૧૪૫૦૦/- શ્લોકો દ્વારા નિર્મિત અને વેદ વ્યાસજી દ્વારા લખાયેલ છે.
ભવિષ્યપુરાણમાં સૂર્યની મહિમા અને વર્ષના ૧૨ મહિના કેવી રીતે થયા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બધા પુરાણોમાં ઘણાં કરીને શિવ-પાર્વતી તથા બ્રમ્હાજી -વિષ્ણુજીની મહિમાનું વર્ણન જોવા મળે છે. પરંતુ ભવિષ્યપુરાણ જ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેમાં "પ્રત્યક્ષ દેવ" એવા "સૂર્ય દેવ"ની મહિમા બતાવવામાં આવી છે.
આ પુરાણમાં સૂર્યદેવને જગતના પાલનકર્તા અને વિધ્વંસકર્તા પૂર્ણબ્રમ્હના રુપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. જેમાં સૂર્યદેવના પરિવાર,એમની અદ્દભુત કથાઓ અને એમને પ્રસન્ન કરવાના તમામ વિધિ-વિધાન બતાવવામાં આવ્યા છે.સાથે સાથે સૂર્યદેવના વિરાટ સ્વરુપનું વર્ણન,દ્વાદશ મૂર્તિઓનું વર્ણન તથા સૂર્યદેવની રથયાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે.

તદુપરાંત આ પુરાણમાં બ્રમ્હા,ગણેશ,કાર્તિકેય,અને અગ્નિ આદી દેવોનું વર્ણન અને એમની વચ્ચે થયેલા સંવાદો દર્શાવવામાં આવ્યા છે.
જુદી જુદી તિથિઓ-નક્ષત્રો અને એમના અધિષ્ઠાતા દેવ તથા એમને પ્રસન્ન કરવાની રીતો -વ્રતો બતાવવામાં આવ્યા છે.
એવી જ રીતે બ્રમ્હચારીધર્મનું નિરુપણ, ગૃહસ્થધર્મનું નિરુપણ,સ્ત્રી-પુરુષોના શુભાશુભ લક્ષણ,સ્ત્રીઓના કર્તવ્ય,ધર્મ,સદાચાર તથા ઉત્તમ વ્યવહારની વાતો દર્શાવવામાં આવી છે
આમાં વિક્રમ-વેતાળના સંવાદો છે.
 આ પુરાણમાં નંદ વંશ, મૌર્ય વંશ, મુગલ વંશ, છત્રપતિ શિવાજી અને મહારાણી વિક્ટોરિયાનું વર્ણન મળે છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને સાંબ આખ્યાન છે.
શ્રી કૃષ્ણ - યુધિષ્ઠિર સંવાદ છે...
રાજા શતાનિક અને સુમન્તુ ઋષીના સંવાદ છે.
આમાં નાગપંચમી વ્રતનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. સાત પાતાળ લોક તથા નાગ જાતીના ઉદ્દભવની માહિતી, નાગોના સ્વભાવ તથા એમની વિવિધ જાતી તથા વિષની તિવ્રતા અને ઉપચાર બતાવવામાં આવ્યા છે...
મહાન કથા શ્રી સત્યનારાયણ કથા -વિધિઓનું વર્ણન આમાં જ કરવામાં આવેલું છે.આ કથા સ્કંદપુરાણની કથા કરતાંય વધુ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે.
ભવિષ્યપુરાણનો પ્રતિસર્ગપર્વનો ત્રીજો ખંડ અત્યંત રોમાંચક અને વિસ્મયકારી છે. આમાં રાજા "શાલિવાહન" તથા "ઇસામસિહ"(ઇસુ ખ્રિસ્ત) ની કથાનું વર્ણન છે. એક વખત રાજા શાલિવાહને હિમશિખર પર શ્વેત વસ્ત્ર ધારણ કરેલા સુંદર પુરુષને જોયો. રાજાએ કુતુહલવશ એમનો પરિચય પૂછ્યો તો એ પુરુષે પોતાને "ઇસામસિહ " બતાવ્યો. અને એમના સિદ્ધાંતોનું વર્ણન કર્યું.
રાજા શાલિવાહનની દશમી પેઢીએ "રાજા ભોજ" થયા. એ મહાદેવના અનન્ય ભક્ત હતા.
એમણે મદીનાના(મક્કા) મરુસ્થલમાં ભગવાન મહાદેવના દર્શન કર્યાં.એમની પૂજા-અર્ચના કરી.
ભગવાન શિવના આદેશથી એમણે એ મરુભૂમિનો ત્યાગ કરી ઉજ્જૈનના મહાકાલેશ્વર તિર્થમાં વાસ કર્યો...
આમ આ પુરાણમાં એ સમયે હજુ થઇ પણ નહોતી એ ઘટનાઓનો વિસ્તારપૂર્વક અંદેશો આપવામાં આવ્યો છે. અને હજુ પણ જે નથી થયું એ થવાના અણસાર આપેલા છે..
જો યોગ્ય રીતે આ પુરાણના શ્લોકોનું વિશ્લેષણ કરવામાં આવે તો માણસ ભવિષ્યદર્શન કરી શકે છે...

શુભસ્તુ...

જય ભોળાનાથ....
હર... હર... મહાદેવ.... હર...

Gujarati Religious by Kamlesh : 111524305
Kamlesh 4 year ago

આભાર સંગિતાજી...

Sangita Behal 4 year ago

Very nice information

Kamlesh 4 year ago

ધન્યવાદ ભાઇ....

Devesh Sony 4 year ago

Bhai Vahh... Adbhoot... 👌👌👌🙏

Kamlesh 4 year ago

ધન્યવાદ ગીતાજી... મહાદેવ.... હર...

Kamlesh 4 year ago

આવતી પોસ્ટમાં શિવ પુરાણ વિશે જણાવીશ...

Kamlesh 4 year ago

હા હા હા... મારું સૌથી પ્રિય પુરાણ.... આના વિશે વાત કરતાં તો આજીવન ના થાકું...

SHILPA PARMAR...SHILU 4 year ago

Next Post ma shiv puran vishe.....thoduk gyan apjo ne....... Hahahaha me to angli apta hath j pakdi lidho......svalo puchi puchi ne.....😀

Parmar Geeta 4 year ago

ખુબ સુંદર માહિતી... 👌 હર હર મહાદેવ.. 🙏

SHILPA PARMAR...SHILU 4 year ago

Khub khub Abhar guruji........ Me to aje aa badha naam sambhalya.....

Kamlesh 4 year ago

આની સાથે સાથે... ઉપ પુરાણ પણ છે... એ પણ ૧૮ છે...

Kamlesh 4 year ago

૧૮ પુરાણ... ૧) શિવ પુરાણ (વાયુ પુરાણ) ૨) લિંગ પુરાણ ૩) વિષ્ણુ પુરાણ ૪) ગરુડપુરાણ ૫) મત્સ્ય પુરાણ ૬) વામન પુરાણ ૭) વરાહ પુરાણ ૮) કૂર્મ પુરાણ ૯) પદ્મ પુરાણ ૧૦) બ્રમ્હ પુરાણ ૧૧) બ્રમ્હવૈવર્ત પુરાણ ૧૨) બ્રમ્હાંડ પુરાણ ૧૩) ભવિષ્ય પુરાણ ૧૪) સ્કંદ પુરાણ ૧૫) પદ્મ પુરાણ ૧૬) શ્રીમદ ભાગવત ૧૭) માર્કંડેય પુરાણ ૧૮) નારદ પુરાણ

SHILPA PARMAR...SHILU 4 year ago

Hahahahaha guruji.... Abhar.... સવાલ એમ છે કે.. .કુલ પુરાણ કેટલા.... 18 જ છે ને....!!! તો 18 ક્યાં ક્યાં.....????

Kamlesh 4 year ago

ધન્યવાદ સોનલજી... આ તો આપ સૌની મહાનતા છે બાકી હું તો હજુય એક નવશીખીયો જ છું...

Kamlesh 4 year ago

અરે જેટલા વધુ પ્રશ્નો હોય એટલું વધુ જ્ઞાન મળે... તો હંમેશા નિ:સંકોચ પ્રશ્નો કરતા રહેવું... જ્યારે સામે કોઇ ના હોય તો સ્વયંને પ્રશ્નો કરવા... પણ કરવા... અને એના માટે મારી પાસે તો અનુમતિની કોઇને પણ,ક્યારે પણ જરુર નથી... મને જાણ હશે એ પ્રમાણે ઉત્તર આપીશ.. અને મને જો નહીં ખબર હોય તો મારા માટે એ પણ નવું જ્ઞાન પ્રાપ્તિનો સુવર્ણ અવસર હશે...

Kamlesh 4 year ago

આવા તો હજુ ૧૭ પુરાણ બીજાય છે... હા હા

Sonalpatadia Soni 4 year ago

જેમ ગુરુ વિના જ્ઞાન અધૂરું તેમ માતૃભારતીમાં અમો વિદ્યાર્થીઓ કમલેશજી ગુરુ વિના અધુરા... ખૂબ સરસ માહિતી.નમન હો આપને...

SHILPA PARMAR...SHILU 4 year ago

Guru ji haju ek sval puchi shku.....??!!

... Dip@li..., 4 year ago

મસ્ત 👏👏 મને તો‌ ખબર પણ ન'તી કે ભવિષ્યપુરાણ પણ છે

Kamlesh 4 year ago

ધન્યવાદ નિધિજી...

Kamlesh 4 year ago

આપનું સ્વાગત છે..

SHILPA PARMAR...SHILU 4 year ago

હા,and આટલી બધી સરસ માહિતી આપવા બદલ,,આભાર ગુરુજી...........

Nidhi_Nanhi_Kalam_ 4 year ago

Great knowledge..👌👌👌

Kamlesh 4 year ago

એક નહીં અપિતુ અનેક એવી ઘટનાઓ કહો... અને સમાજમાં આવી ઘટનાઓ હજુ પણ બની જ રહી છે...

Kamlesh 4 year ago

ધન્યવાદ શિલુજી...

Kamlesh 4 year ago

ધન્યવાદ ભરતભાઇ..

Kamlesh 4 year ago

ધન્યવાદ અલ્પાજી..

SHILPA PARMAR...SHILU 4 year ago

Wah ગુરુજી.....અદ્ભૂત જ્ઞાન.....👌👌 એક સવાલ છે... આ પુરાણ માં ભવિષ્યની ઘણી બધી માહિતી છે તો આ વાંચ્યા બાદ તમને એવી કોઈ માહિતી કે કોઈ ઘટના જાણવા કે જોવા મળી જે હાલ બની ચુકી હોઈ ...અથવા બની શકે.......!!!

Krishna 4 year ago

વાહ્ ભાઇજી તદ્દન નવી માહિતી આપે તો આજ ખુબ ખુબ આભાર 🙏🙏

Kamlesh 4 year ago

ધન્યવાદ શેફાલીજી...

Shefali 4 year ago

અદ્ભૂત માહિતી.. 🙌🙌👏👏

Kamlesh 4 year ago

ધન્યવાદ ભાઇ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now