Quotes by શ્યામ in Bitesapp read free

શ્યામ

શ્યામ

@ystnoyzs3717.mb


સંજું ની વાત......
બરાબર આજ વરસે એક દિવસ એવું બને છે કે બાપુની ટેવ મુજબ સાંજે જ કપાસમાં દવા છાંટવાનું ફરમાન આપે છે.
સંજય બીજા દિવસે સવારે વહેલા ઊઠી ને દવા છાંટવા પંપ લે છે અને દવા છાંટવાનું કામ કરે છે, બાપુ તેમનાં ટાઈમ ટેબલ મુજબ વાડીએ આવે છે અને સંજય ને દવા છાંટતા જોઈ એ બાજુ જાય છે . બાપુ ને આ બાજુ આવતા જોઈ તેના મનમાં ધ્રુજારી ઉત્પન્ન થવા લાગી હતી. બાપુ તેની પાસે આવી ને ગાળો બોલી બોલી ને દવા છાંટવાના પંપ ના હેન્ડલ થી એવો માર માર્યો કે સંજય લખવાના હાથે બહુ વાગી જાય છે. બીજે દિવસે શાળા માં સંજય લખી પણ શકતો નથી.
1 શું બાપુ નો આં નિર્ણય બરાબર હતો?
2. બાપુ અને સંજય ને માર્ગદર્શન આપો.

Read More

સંજુ ની વાત........
સંજુ હવે સંજય બનવા જઈ રહ્યો હતો. સંજય ના આજે બરાબર 12 વરસ થયાં હતાં . સંજય ને આજે નિશાળ ની રજા હતી..
શનિવાર ની સાંજે જ બાપુ નું ફરમાન આવી ગયું હતું કે કાલે રજા હોવાથી વાડીએ બળદનું સાતિડું હકવાનું છે. બાર વર્ષ ના સંજય ને શાંતિ હકતા આવડતું નહિ ને પરાણે બાપુ એ સાતી હકવા વળગડેલો .
સાતી માં બળદ સરખા હાલતા નહોતા એટલે આજોઈ બાપુએ પહેલા બળદ હંકવાનો પરોણો લઈ સંજય ને એવો માર માર્યો કે ના પૂછો વાત, પછી બળદ ને બાપુ એ મરણતોલ માર માર્યો.
1. શું આ નિર્ણય બરાબર હતો?
2. સાચું સજેસન આપો.?

Read More

સંનજુની વાત......
સંજુ ને એ વખતે 8 મું વરસ ચાલતું . એક દિવસ રજાના દિવસે સવારે સંજુ ના ખેતરે ડુંગળી રોપવાનું કામ ચાલતું હતું.
સંજૂના પિતાએ બધાં પરિવાર ના અભ્યો ને આ કામમાં વળગડેલા સંજુ નાનો હોવાથી ડુંગળી રોપતા આવડતું નહિ આબાબતે સંજુ ના પિતાજી ઊભા થઈ અને સંજુ ને શીખવવા ને બદલે ગાળો બોલી અને પાંચ છ પાટું મારીને ગોટો વાળી દીધો.
બાજુમાં કામ કરતા તેની બા એ સંજુને બચાવવા સહેજ પણ પ્રયત્ન કરતા નથી.
બરોબર આજ દિવસે બપોર પછી બા ગુવાર વેચવા દરરોજ જતાં તો ગુવાર છોડ સાથે થી ઉતારવાનો હતો, બધા ને ગુવાર ઉતારવા વળગાડી સંજુ ના પિતાજી પાણી વળતા હતા . સંજુ ગુવાર ઉતારે તો છોડની ડાળી તૂટી જતી આજોય પિતાજી નો બાટલો ફાટ્યો, શીખવવાનો પ્રયત્ન કરવાનો બદલે એવો ઢોર માર માર્યો કે કોઈ બચાવવા વચ્ચે પડ્યું નહિ.
1 આમાં કોનો વાંક?
2 સાચો રસ્તો શું?

Read More

સંજુંની વાત આગળ.......
સંજુને એ વખતે સાતમું વરસ ચાલતું ધોરણ બીજી માં ભણતો .
વાત એમ હતી કે સંજુ ના ધોરણ માં એક કાઠી દરબાર નો છોકરો ભણતો દરરોજ સંજુ ને કનડગત કરતો . દરબાર નો દીકરો હોવાને લીધે સાહેબ સંજુની ફરિયાદ સાંભળવાને બદલે સંજુના પિતા ને સંજુ ની ફરિયાદ કરે છે.
સંજુનાં પિતા પણ દરબાર થી ડરતાં હસે કદાચ આજે સંજુને ફરી એટલો માર પડ્યો કે નપુછો વાત અને 3 વર્ષ સુધી દરબાર ના દીકરા ને સહન કરવો પડ્યો.
1 કોનો વાંક ?
2 રસ્તો શું નીકળે આમાં?

Read More

સાચું કોણ?
1. સમજણ પડવા લાગી ત્યાથી વાતો યાદ આવે આપવીતી કેવી કે સમજણ ના સોટા?
,એક દિવસ સંજુ ને 5 રૂપિયા બજારમાંથી મળેલા રૂપિયા લઇને સંજુ દુકાને જાય છે જ્યાંથી તેના પિતાજી બધો સામાન લેતાં સંજુ 1 પેન અને બીજી વસ્તુ લે છે. થોડા સમયમાં તેજ દુકાને સંજુ ના પિતાજી બીડી લેવા જાય છે અને દુકાનવાળએ સંજુ ની ખરીદી ની વાત કરે છે.
સંજુ ના પિતાજી ઘરે આવી સમેટી માં મળતું ઘાસલેટ લેવા મૂકેલા પૈસા ગોતે છે પણ મળતા નથી સંજુ ના પિતાજી સંજુ ને એવો માર માર્યો કે કોઈ જોઈ ના શકે. સંજુને તેના પિતાએ બારણામાંથી બહાર ઘા કરી દીધો સંજુ નું માથું ફૂટી જાય છે તેના કાકી તેને બચાવીને માથે ચા ભરે છે. સંજુ એ પૈસા લીધાં નહોતા આ દિવસે સંજુ ના બા બહારગામ ગયા હતા ત્યારે મૂકેલા પૈસા તેના પિતાજી સાથે વાત કર્યા વિના લઈ ગયેલા.
1 વાંક કોનો?
2 સાચો રસ્તો શું અને કોની ભૂલ?

Read More

સત્ય કડવું જરૂર હોય,પણ હંમેશાં લાભકારી હોય આ જો દરેક વ્યક્તિને સમજાય તો સા ચાં માણસ ની પરખ કરવામાં આશાની રહે છે

Read More

વ્યક્તિત્વ તો સારું હોય પણ , સત્ય કહેવાનો સ્વભાવ અને આદત માણસને નડે છે.