Quotes by વિઠલભાઈ ગોહીલ in Bitesapp read free

વિઠલભાઈ ગોહીલ

વિઠલભાઈ ગોહીલ

@xpzyqxpn5773.mb


પિતાની સહનશીલતા

પરિવાર એટલે પિતાની દેખરેખ મા ચાલતો ઘર સંસાર. પચાસ વર્ષ પહેલા વધુ પડતા પરિવાર સંયુકત કુટુંબમા જ રહેતા. સંયુકત કુટુંબ નો કારભાર દાદા ચલાવતા ને આખો પરિવાર એક થઈને બધા સાથે કામકાજ કરતા. ખેતરના કામ માટે સવારમાં વહેલા ઉઠીને ખેતર પહોંચી જતા ને સુરજ ઉગે ત્યાં સાંતી ચાલુ થઈ જતા. ઘરના વાસિદાનુ કામ કરીને સવારનું શિરામણ સમયસર ખેતર પહોંચી જતુ. સંયુક્ત પરિવાર હોવાથી એક ખેતરમા એક સાથે બે સાંતીથી ખેડવાનુ ચાલુ કરી દેતા ને ઝડપથી બપોર પહેલા ખેતરનુ કામ કરીને બપોર પછી બીજા ખેતરમા કામે લાગી જતા ને સાંજના બે ખેતર ખેડીને આવી જતા. દાદા ઘરનો વહીવટ તથા સારા નરસા પ્રસંગમા હાજરી આપીને વહેવાર સાચવી લેતા.
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પરિવાર મા સમય પ્રમાણે વર્તન મા ફેરફાર થતા ગયા. આવા ફેરફારને હીસાબે ઘરની જવાબદાર વ્યક્તિ એવા પિતા ને કામની તથા વહેવારની જવાબદારી વધવા લાગી. સંયુક્ત પરિવાર ને બદલે દિકરા પરણતા ગયા તેમ તેમ અલગ થતા ગયા. આવી મોંઘવારી ના સમયમા અલગ અલગ ઘર વસાવવુ ખુબ કઠીન છે. પિતાનો સાધારણ ધંધો હોય કે સારી નોકરી હોય પરંતુ એક વ્યક્તિ ની કમાણી મા ઘર વસાવવુ ખુબ કઠીન હોય છે. ઘર વસાવવા લોન લઈને લાંબા સમય સુધી હપ્તા ભરીને પિતાની અડધી જીંદગી હપ્તા ભરવામાં જતી રહે છે. બાકી છોકરાવ નુ ભણતર પણ ખુબજ મોંઘુ થઈ ગયુ છે એટલે પિતાની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે એવી થઈ ગઈ છે. આવા સમયમા ઘણી વખત પત્ની સાથ સહકાર આપવાને બદલે પરિવાર મા વહેવાર કરવામા મોભો દેખાડવામાં ખુબ ખર્ચા કરે છે આવા સમયમા પિતા કરકસર કરવાનુ કીયે તો કહેશે વેવારતો વ્યવસ્થિત કરવો પડે ને તમને નો ખબર પડે એમ કહીને પતીને નીચા પાડે છે. આખા ઘરની જવાબદારી નિભાવતા પતીને એમ કહે કે તમને નો ખબર પડે ત્યારે પતીને ખુબ અફસોસ થાય છે. પણ પત્ની નુ માનીને ગાડુ ચલાવવુ પડે છે.
પિતાને સમય કરતા વધુ કામના ઢસરડા કરીને ઘરનો ખર્ચો માંડ માંડ પુરો કરે છે. બચત કરવાનુ તો ઠીક પણ ઘર ખર્ચ પુરા કરવામા બાકીની જીંદગી પુરી થઈ જાય છે. પિતા ખોટા ખર્ચા કર્યા વગર કરકસરથી જીંદગી જીવે છે. પોતાના કપડા ફાટીજાય તો સાંધીને પહેરશે ને પગના પગરખાં પણ સાંધીને ચાલે એટલો વધુ સમય ચલાવશે. હોટલમા ચા પિવી હોયતો બે વખત વિચાર કરશે કે કેમ ખોટો ખર્ચો બચાવી શકાય. પિતાજી પાસે મુડી નહી હોય પણ દિકરા-દિકરીને ભણાવવા મા કચાશ નહી રાખે. એમાય દિકરી માટે અગાઉથી થોડી ઘણી બચત કરીને એના માટે યથાશકિત કરિયાવર ભેગુ કરશે. આવા કપરા કાળમા કરકસર કરીને દિકરી પરણાવશે ત્યારે પિતાજી જેટલુ પણ કરિયાવર આપશે એ અપૂરતુ હશે ને મા-બાપ ને એમ થશે કે અમે દિકરીને કરિયાવર મા કંઈ આપી ન શકયા. પિતાજીને કરકસરની હદ તો એટલી હશે કે જમતી વખતે છોકરાવને બરોબર જમાડશે ને પોતે અડધા ભુખ્યા રહેશે તો ચાલશે. આવા દિવસો પણ પસાર કરવા પડે છે. પિતા એક તારણહાર છે, પિતા એક સહનશલ બાપ છે. પિતા અડધો રોટલો ખાશે પણ ગરીબીનો હાથ નહી લંબાવે. એવા આજના સમય મા પિતાજી ને સો સો સલામ.

સમાપ્ત..

" વિધૃત '
વિઠલભાઈ ગોહીલ મુલુંડ

Read More

વિઠલભાઈ ગોહીલ

જગત મા જીવી લેશુ

પરિવાર નો મળ્યો છે પ્રેમ
જગત મા જીવી લેશુ
રામે આપ્યો છે અવતાર
જગત મા જીવી લેશુ

પરિવાર ની સંભાળ રાખવા
જગત મા જીવી લેશુ
રામે આપ્યો છે અવતાર
જગત મા જીવી લેશુ

મહેનત કરશુ તો મળી જશે
પરિવાર ની સંભાળ થઈ જશે
રામે આપ્યો છે અવતાર
જગત મા જીવી લેશુ

ઈશ્ર્વરે આપ્યો આધાર મને
અન્ન પાણી નો ભર્યો ભંડાર
રામે આપ્યો છે અવતાર
જગત મા જીવી લેશુ.

" વિધૃત "
વિઠલભાઈ ગોહીલ મુલુંડ

Read More

વર્ષે અષાઢી મેઘ

મોરલા ના ટહુકા ને
વિજળી ના ભડાકા
વરસે અષાઢી મેઘ

ઝીણી ઝીણી ધારે ને
સરોવર ની પાળે
વરસે અષાઢી મેઘ

પવન ની લહેર ની ઠંકડ આવી
આ તો ઝરમર વરસે મેઘ
હવે વરસે અષાઢી મેઘ

મેઘ તાંડવ એ માઝા મુકી
નદી નાળા મા આવ્યા પૂર
વરસે અષાઢી મેઘ

વિદાય લેતા તરબોળ કરે
ધરતી કરે લીલીછમ
હવે વરસે અષાઢી મેઘ

" વિધૃત "
વિઠલભાઈ ગોહીલ મુલુંડ
૮૪૨૨૦૦૭૫૦૦

Read More

હું ઝાડ ના છાયા મા સિતાર વગાડતો હતો

લોકો ગરીબ સમજી સિક્કા નાખતા ગયા

ઝરમરીયો વરસાદ

બાદલ ગરજે વિજળી ઝબુકે
ધરતી કરે લીલીછમ
આ તો ઝરમરીયો વરસાદ

માટીમા મળીને મહેક આપે
લાવે સદાય સુગંધી સોડમ
આ તો વરસે ઝરમરીયો વરસાદ

મોરના ટહુકા ને કોયલનો કલરવ
ચકલી કરે છબછબીયાની મોજ
આ તો વરસે ઝરમરીયો વરસાદ

બાદલ બદલે મોસમ બદલે
બદલે હવા ની લહેર
આ તો વરસે ઝરમરીયો વરસાદ

ખાબોચિયા ના દેડકા બોલે
પાણીમા રહીને મોજ કરે
આ તો વરસે ઝરમરીયો વરસાદ

નદી તળાવ ને સરોવર ભર્યા
દરિયો ને કર્યો રેલમછેલ
આ તો વરસે ઝરમરીયો વરસાદ

મોલપાણી ને જીવતદાન મળ્યા
વિદાય લેતા સહુ રાજી થયા
આ તો વરસે ઝરમરીયો વરસાદ
ભાઈ આ તો વરસે ઝરમરીયો વરસાદ

"વિધૃત"
વિઠલભાઈ ગોહીલ મુલુંડ
8422007500

Read More

પરિવાર ની પરંપરા

સમસ્ત પરિવાર સુખે થી જીંદગી ગુજારી રહયા હતા ઘરના પિતાજી ચંપકલાલ અચાનક બિમાર પડી ગયા.
અત્યાર સુધી ઘરની સંપુર્ણ જવાબદારી ચંપકલાલ સંભાળી લેતા હવે બધી જવાબદારી મોટા દિકરા હરિલાલ
ને સંભાળવી પડશે. સવારમા ઉઠીને દુધ લેવા જવાનુ, શાકભાજી લેવા જવાનુ, કરિયાણુ લેવાનુ તે ઉપરાંત નોકરી કરવાની જવાબદારી હરિલાલ ઉપર હતી.
ચંપકલાલ ની તબીયત ધીરેધીરે વધારે ખરાબ થતી ગઈ ને હરિલાલ ની જવાબદારી વધતી ગઈ. સાધારણ નોકરીમાં હરિલાલ ઘરના ખર્ચા મા માંડ માંડ ભેગુ કરી શકે છે. આખર તારીખ મા કરકસરથી દિવસો ગુજારવા પડે છે.
બાપુજી ચંપકલાલ હતા ત્યારે ઘર સંભાળતા એટલે હરિલાલ મોજશોખ થી રહેતો ને કરકસર વિનાની જીંદગી જીવતા હતા. હરિલાલ ની એક સાંધે ને તેર ટુટે એવી પરિસ્થિતિ આવી ગઈ. હવે તો રૂપિયા વાપરવામાં વિચાર કરવો પડે છે. સહપરિવાર સાથે રહેતા હોય ઘરની જવાબદારી ઘણી બધી હોય પરંતુ હરિલાલ ની સાધારણ નોકરીમાં માંડમાંડ ભેગુ કરીને જીવન નિર્વાહ ચલાવતા.
ચંપકલાલ ની બિમારી એટલી બધી વધી ગઈ હતી કે થોડા દિવસથી સંસારમાથી વિદાય લઈ ને ઈશ્ચરના દરબાર મા વિસામો લઈ લીધો.
સમસ્ત પરિવાર મા હરિલાલ મોટો હોવાથી બધા નિર્ણય લેવાની જવાબદારી તેની હતી. ધીરે ધીરે સંયુક્ત કુટુંબ ની જવાબદારી ન સંભાળી શકતા હોવાથી પાંચ ભાઈના કુટુંબ નુ વિભાજન થયુ. દરેક ભાઈ ઓ ને અલગ અલગ રહેવા મકાન ન હોવાથી સંયુકત મકાન વેચીને રોકડ રકકમ ના ભાગ પાડીને પરિવાર વિખેરાઈ ગયુ. નાના ભાઈ નો કામ ધંધો સારો હોવાથી પોતાનુ સારૂ મકાન લઈ ને સારી જગ્યાએ રહેવા લાગ્યો. બીજા ભાઈઓ ની સાધારણ આવક હોવાથી નાના મકાન લઈ ને સ્વતંત્ર રહેવા લાગ્યા.
હરિલાલ ની પહેલ થી આવક ઓછી હોવાથી ઘર ચલાવવુ ખુબજ કઠીન થઈ ગયુ. પરંતુ બાપ હોવાથી બધાનું ભરણ પોષણ ગમે તેમ કરીને પુરૂ કરે છે. પોતાનુ જીવન એકદમ સાદું કરી નાખવુ પડયુ. ઘરથી ઓફીસ દુર હોવાથી રોજ રિક્ષામા જતા પણ હવે કરકસર કરવાનો વારો આવ્યો તો બસ તો શુ ચાલીને ઓફીસ જવા લાગ્યા ને કરકસરથી જીવન જીવવા લાગ્યા. બુટ ટુટી જાય તો સંધાવી ને ત્રણ ચાર મહીના ટકાવી દેતા . કપડા પણ ફાટી ગયા હોય તો સંધાવીને પહેરવા લાગ્યા. એમના કોલેજ મા ભણતા દિકરા દીકરીને કરકસર ની જાણ ન કરતા.
પરંતુ તેમની દિકરી રાધા ખુબ સમજદાર હતી તે પપ્પા નોકરી પરથી ઘરે આવતા ત્યારે પાણીનો ગ્લાસ ભરીને લાવતી ત્યાં એનો અડધો થાક ઉતરી જતો. દિકરી બહુ હોશિયાર હતી પિતાનો હાવભાવ જોઈને સમજી જતી, ને કહેતી પપ્પા તમે જરા પણ ઘરની ચિંતા નહી કરતા હું ઘરે ટયુશન કરાવીને તમને મદદ રૂપ થઈશ. દિકરીની આવી લાગણી જોઈને પપ્પા ક્યારેક એકલા ખુણામા બેસીને રડી લેતા ને નશીબ નો દોષ દઈને ઘર સંસાર ચલાવતા.
દિકરી રાધા પિતાની વ્યથા ખુબ સમજતી ને એટલુ બધુ ધ્યાન રાખતી કે પિતાની આંખમાથી હરખ ના આંસુ જ આવવા જોઈ. પરંતુ સમય ને સંજોગ એવા હોય છે કે જવાબદારી તો ઘરના મોભી જ નિભાવી શકે. સમય જતા જતા દિકરી ઉંમરલાયક થતા તેને પરણવાની તૈયારી કરી,
દિકરીને વિદાય વેળા પપ્પા પાસે જીંદગીની મુડી ચુકવતી હોય એમ ખોબલે ખોબલે રડી પડી. પપ્પા કાળજુ કઠણ રાખીને હસ્તે મોઢે વિદાય આપી.
દિકરીની વિદાય પછી સહપરિવાર ફરીથી કરકસર ની જીંદગી જીવવા લાગ્યા..

" વિધૃત "
વિઠલભાઈ ગોહીલ મુલુંડ

Read More