Quotes by Chaitali Thakar in Bitesapp read free

Chaitali Thakar

Chaitali Thakar

@wyashbhai7212


પાસું ફેરવું ને યાદ બદલાય,
એવું તો કોઈ બટન આપ.
ઈશ્વર તારા દિદાર કરવા,
નિંદરરાણી નો પહેરો આપ.
ચાલ રમીએ પાસું પાસું,
આ તારું ને આ મારું રાખ.
પછી બદલીશું વારો તારો,
મારુ પાસું તારું,તારું પાસું મારુ

Read More

आज में घोषित करती हूं.
में संवेदना हु,बरसती रहूंगी.
में प्यार से,खिलखिलाती रहूंगी,
मेरी जुबा कभी बंध नही होगी.

आज में घोषित करती हूं,
की में गुनगुनाती रहूंगी.
भारत मे रहती हूं,
इसलिए घोषित करती हूं.
में संवेदना हु,बरसती रहूंगी.

#ઘોષણા

Read More

જયારે નાનું બાળક બા બોલતા શીખે એનો આનંદ
જ્યારે નાનું બાળક પપ્પાની આંગળી પકડી ચાલતા શીખે
એનો આનંદ ,
જ્યારે બાળક શાળા ના પહેલા દિવસે આવી ને શિક્ષક ને હગીઝ હાથ માં પકડાવે એનો આનંદ.
જ્યારે આંખો ખુલે ત્યારે ગમતી વ્યક્તિ તમારી સામે ઉભી હોય તેનો આનંદ.
બાળક રમતા શીખે અને કંઈક નવું જ કરે એ જોવાનો આનંદ.
#આનંદ

Read More

શુ કહું આ કામ ,કામ ,કામ બસ થકી ગઈ હું તો આ શબ્દ થી .હું તમને શું આળસુ લાગુ છું .મેં કેટલું બધું કામ કર્યું .સવાર ની ઉઠી છું અને તાકી ને બેઠીતી કે સામે વાળા ની છોકરી કોના બાઇક પર જાય છે,બાજુ વાળા નો છોકરો એની વહુ ને કેટલું કામ કરાવે છે .અને દુધવાળો બાજુ વાળા ની પત્ની ને દૂધ કેમ વધારે આપે છે.આ બધું કરતા 10 વાગ્યા .ત્યાં તો યાદ આવ્યું કે અમારા સાહેબ નું ટિફિન બનાવા નું તો રહી ગયું,એટલે ફટાફટ ભાખરી અને અથાણું ભરી આપ્યું.જોયું કેટલું ફટાફટ કામ કર્યું. બપોરે દેરાણી ની દીકરી આવી તો એની પાસે કપડાં ધોવડાવ્યા અને કામવાળી જોડે વાસણ ધોવાડાવ્યા આમ ને આમ સાંજ પડી અને હું થાકેલી પાકેલી ચ બનાવી ને પીધી પછી પાછી હીંચકે બેસી શાક વાળા ની રાહ જોવા લાગી ત્યાં સુધી સામે વાળા સુધાબેન સાથે એમના દીકરા ના લગન ની વાતો કરી અને વહુરાણી ના હાલચાલ પૂછ્યા. બસ ત્યાં સુધી માં શાક વાળો આવ્યો અને રકઝક કરી ને શાક લીધું ને ધાણાં મરચા તો મફત ના ભાવે લીધા .કેટલું કામ કર્યું.બસ હવે તો રાત પડે એટલે ઊંઘવાનું કામ બાકી.

Read More

"હવે ભૂલી જાવ બધું"
હું કહું છું કે,
ભુલીજાવ બધું
ક્ષણ ક્ષણ મરવું,
ફરી પાછું જીવવું,
હવે ભૂલી જાવ બધું.
ગણ ગણ કરવું,
ને કોઈક પર મરવું,
જીવન ડગર નું,
કઈક આમ જ ઝરણું,
હવે ભૂલી જાવ બધું,
પલ પલ ગરજવું,
ને પછી કણસવું,
ઝરઝર થઈ જતું,
હૃદય નું કહેવું,
હવે ભૂલી જાવ બધું,
પ્રેમ થી જીવવું,
ને પ્રેમથી મરવું,
પ્રેમથી સર્જાતું
સંબંધ નું બગાડવું,
હવે ભૂલી જાવ બધું,
દુઃખ નું મળવું,
સુખ નું છૂટવું,
ઇતિહાસ સર્જશે,
પીડા નું સહેવું,
હવે ભૂલી જાવ બધું
અંગત નું વહેંચવું,
માંગુ હું હળવું,
હરપળ મળશે,
સખી હૃદય નું વમળું
હવે ભૂલી જાવ બધું.

Read More

ડોકિયું કરશો તો આખી વાત સમજાય જશે,
કોક ના વિશે ની દ્રષ્ટિ પળ માં બદલાઈ જશે.

હજી આ આંખો માં ગત જન્મના પ્રેત ભટકે, અને પેલી સમય ની રેત સરસર સરકે . પેલા ખેતરા માં , ભેરુ હારે ની પ્રીત . ને પંખીઓ નું મધુર સંગીત . ઓલા વડલા ના છાયા માં સાજને આપેલા સંગાથ ના કોલ , પેલી વડલા ની ડાળે , સાજન મારો હિંચકા હિલોળે. પેલા છુપાઈ ને ખાધેલા બોરડી ના બોર, ને ડંડો લઈ દોડતા કહી ચોર ચોર, મારા જિંદગી ના અવિસ્મરણીય દિન, પડછાયા ની પેઠે મારી પાછળ ભટકે.
(ટપુ)

Read More

સંબંધો ને સાધી ને જેમ જીવાય છે જિંદગી,
નામ કેરું ધામ આ ,
બની ગઈ જિંદગી ,
શિવાલય માં બીલીપત્ર ની હાર સામી જિંદગી.
વિશ્વાસ ની સફર ,
આ બની ગઈ જિંદગી.
સજાવેલા હિંડોળા ના, હિલોળા સમી જિંદગી.
સુખ દુઃખ ના અતૂટ ,
સંગાથ સામી જિંદગી.
(ટપુ..)

Read More