Quotes by Vishakha Makadia in Bitesapp read free

Vishakha Makadia

Vishakha Makadia

@vishakha_9
(102)

કઈક ક્ષણો જિંદગી ની ભારે લાગે છે અમને....

નાતો બસ એકલતા હારે લાગે છે અમને....

મન તો ભરેલું છે અઢળક શમણાં થી....

છતાં ખાલીપો સથવારે લાગે છે અમને.......

Read More

સોનેરી કિરણો થી ચમકતી, હુંફળી, ઉત્સાહિત સવાર

સાથે ગરમ ચા અને પિયુ નો વહાલભર્યો સંગાથ.....

શું માંગુ બીજું હું આજ ના દિવસ પાસેથી,

બસ આ પળ રહી જાય આમ જ મારી સાથ.....

Read More

સોનેરી કિરણો થી ચમકતી, હુંફળી, ઉત્સાહિત સવાર

સાથે ગરમ ચા અને પિયુ નો વહાલભર્યો સંગાથ.....

શું માંગુ બીજું હું આજ ના દિવસ પાસેથી,

બસ આ પળ રહી જાય આમ જ મારી સાથ.....

Read More

કેમ કહું તને, હું તારી થઈ ગઈ...

હરણી સી ચંચળ હું સયાની થઈ ગઈ.....

પ્રેમ ના પુષ્પો એ ખીલવ્યો બાગ ત્યારે, કળી એક ખીલવાને અધીરી થઈ ગઈ......

મોજું એક એવું આવ્યું સ્નેહ થી ભર્યું, ‘કોમલ’ પ્રેમ માં ડૂબવાની તૈયારી થઈ ગઈ......

મળી જો સામ-સામે આંખો આ ચાર, મન માં સંગીત ની સરવાણી થઈ ગઈ.....

હાથો માં હાથ અને પ્રેમ થી જોડાયો પ્રેમ, જિંદગી ના મુકામ ની ખોજ પૂરી થઈ ગઈ...

આવ્યો લાગણીઓ નો ઘૂઘવતો દરિયો, હાથ અને કલમ ની મિજબાની થઈ ગઈ.....

“પ્રેમ કરું છું તુજ ને હું દુનિયા ભર નો..”, આ વાત પર વિશાખા દિવાની થઈ ગઈ...

અસ્તિત્વ ઓગળી ગયું તુજ માં મારું, ના પૂછશો કેમ હું તમારી થઈ ગઈ......

Read More