Quotes by Vipulbhai Raval in Bitesapp read free

Vipulbhai Raval

Vipulbhai Raval

@vipulranasanqgmailco
(31)

સરખીજ કહાની છે.

અજબ રીતો બધીને ગજબ કહાની છે.
હ્રદયમાં સ્વપ્ન છે ને આંખમાં પાણી છે.

ખુદા આ તારી કેવી મીનાકારી છે?
રેખાઓ હાથમાં છે ને તોય હાથ ખાલી છે.

એક ક્ષણ જે ન દૂર થઇ હૃદય થી કદી.
તેને શોધવા વેઠી વસમી હાડમારી છે.

જે રીતે મારી વીતી તમારી પણ વીતવાની છે.
હ્રદયમાં છે રામ કયાં જાણ થવાની છે?

મંદિર,મસ્જિદ કરી થાક્યા,હાશ કરી બેઠા,
ના મળ્યો રામ, જવાદે જે થાય તે થવાની છે.

(મીનાકારી-કારીગીરી)

Read More

કારવાં

કારવાં અપના સમજ કર બેખબર ચલતે રહે.
મુડકે જો દેખા તો હંસ દીયે,
જીસકે દમપે હમકો મંઝીલ તય કર પાનીથી,
વો સહારે એક એક તીનકે કી તરહ છૂટ ગયે.

કૌન બચાયેગા ઉસે સંસાર મેં?
ડૂબ ના હી થા જીસે મઝધાર મેં.
સાહિલપે ખડે કાતિલ સભી હંસતે રહે.
હર ઝખ્મ હમ લખતે જિગરસે સહ ગયે.

ફરિયાદ આખિર તુમસે ઇતની હૈ ખુદા.
ખુશીયો કે પન્ને પર તુમ,
એક લબ્જ ભી લીખના ભૂલ ગયે.

Read More

આવીશ ને....?

બોલ તારો ફોગટ કેમ જશે?
ચાલ, કહીદે એ પળે આવીશ ને?
આ હૃદય ઝંખે તને ને નયન તરસે તને,
એ તરસ છીપાવવા આવીશ ને?
આ શ્વાસ જો થંભે અને તડપે તને,
જીવ જાતા ખોળીયે અટકે અને,
આશ મારી આખરી એકજ હશે,
વિદાય દેવા અંતિમ પળે આવીશ ને?
આખરી પળે તને જોઇશ હું,
ને સ્મૃતિના દ્વાર સૌ ખુલી જશે.
જ્યોં હૃદય હસતા મુખે અર્પણ કર્યું.
જીવ સાથે સઘળું સમર્પણ કર્યું.
હું જ મારો ના રહ્યો ને..........
સ્વર્ગ સમા સુખ નું દર્શન થયું.
પછી.......
લાગી નજર કોની હશે શી ખબર?
ખૂની ખજરે તમે કોતરી ક્લેજા નું તર્પણ કર્યું.
જનમો જનમ ની ફરિયાદ તને કહુંછું પ્રભુ,
જો તૂટવાનું જ હોય જો નસીબ તો,
ફટ રે ! ભૂંડા એ કાળજું શીદને ઘડ્યું?

Read More

મેં ક્યા કરું?
મેરી વફાઓમેં કોઈ કસર નહિ ખુદા,
ફિરભી વો હર પલ દગા કરે તો મેં ક્યા કરું?
ખૂની જીગર સે સીંચ રહેહૈ ચમનકો.
ઉનકી પ્યાસ હી બુજ ન પાયે તો મેં ક્યા કરું?
કબ તક મેં દિલકો મનાતા રહુંગા?
વો આયેંગે ઉમીદ બનાતા રહુંગા?
ઉનકે પાંવ મેરે દર સે હી મુડ જાયે તો મેં કયા કરું?
ઉનકે હરેક લબ્જ કો ખુદા માના, ઐ ખુદા.
હર ખુશી,હર હસી,હર ગમ,હર જરૂરત.
દો હાથોસે ગલે લગાઈ હર દર્દ હર હકીકત.
મઝધાર મેં હી નાવ ડૂબ જાયે તો મેં ક્યા કરું?
સીર્ફ મેરે હૈ ઉમ્ર ભર યે ફક્ર રહી સીનેમે,
પીઠપે વો ખંજર પીરોએ તો મેં ક્યા કરું?
અબ તો આજા કે સોંસ રુકને લગીહૈ.
ડોર જીવનકી હાથોસે છૂટને લગી હૈ.
જાન મેંરી હલક પે અટકી રહી પર,
આનેકા વાદાહી ભૂલ જાયે તો મેં ક્યા કરું?
આંખ નીલમ કી બદન કાચ કા દિલ પથ્થરકા હોગા,
રૂહ ઇન્સાની સમજકર તું ભી મુસ્કુરાયા હોગા.
પુરી દુનિયા એક તરફ સીતમે સગદિલ એક તરફ,
ખુદ ખુદાહી ધોકા ખા જાયે તો મેં ક્યા કરું?

Read More

ગાન લઇ આવ્યો....
(પ.પૂ દાદાજી.પાંડુરંગ શાસ્ત્રીના જન્મ દિવસ એટલેકે મનુષ્ય ગૌરવદિન નિમિત્તે સહ સ્નેહ)

લાખોના રુદિયા ના 'રામ' ને જગાવી,
"જન્મોથી સુતેલા મદ,મોહ" ને ભગાવી,
આ ભટકેલ 'માનવીને' મારગ બતાવવા,
તું 'વેદોનું' ગાન લઇ આવ્યો.

"પારસ સમો જયાં સ્પર્શ મળ્યો તારો,"
'સોનું' બની ચમક્યો આ અવતાર અમારો,
"ઉઠ અને ઉભો થા કહી અર્જુન" બનાવવા
તું "ગીતા નું ગાન" લઇ આવ્યો.

કહેતાં શરમાઉં કેવો 'ભોગી' બની મરતો રહ્યો.
કાયા,માયા ને તારા,મારા માં જીવતો રહ્યો.
"કાયર આ પામર ને આંગળી નો સ્પર્શ આપી"
દયેય,નિષ્ઠા ને સંસ્કૃતિનું ગાન લઇ આવ્યો.

જીવન સંગ્રામ છે,જો તો જરા કેવા પડકાર છે.
"મૃત:પ્રાય ચેતના ને મત્ત આ સમાજ છે".
"અંધશ્રદ્ધા,રિવાજો ને રૂઢિઓ ને નાથવા",
'તત્વજ્ઞાન' નું અમૃત પાન લઇ આવ્યો.

સુતેલા 'સિંહ' સમા યુવાન ને જગાડી,
ક્રાંતિ નો પાઠ તે આપ્યો.
'ભક્તિફેરી' થી ગામે ગામ ને જગાવી,
'સ્વાદયાય' ના શબ્દ ને રુદિયા મો સ્થાપ્યો.

'દાદા' એ દીધા નો 'મોલ' શું કરવો,
આજ 'અંતર' થી આટલું કહેજો.
તારા ચીંધેલા રાહે ચાલી બતાવવાનો,
આજ થી જ 'કોલ' તને આપ્યો.

"તું વેદોનું ગાન લઇ આવ્યો"
"તું ગીતાનું ગાન લઇ આવ્યો"

Read More

મનુષ્ય ગૌરવ દિન નિમિત્તે પૂજ્ય દાદાજી ને

આવશે બે આંસુ
આંખ માં એની,
બસ બહુ થશે,
એજ જોવા કબર મો
આંખ મારી
ખુલ્લી રહી
યુગો સુધી
લે
કર જરી વિચાર....?
ઉંમ્ર મારી શી રીતે વીતી હશે?

Read More

હે રામ તારું જરાય કામ નથી......

કોઈ નથી

"મુજ હાથ....", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More