Quotes by Violet in Bitesapp read free

Violet

Violet Matrubharti Verified

@violetrchristian1568
(168)

વ્યક્તિ અને વ્યક્તિવ બંન્ને માં અદ્ભુત છો
શરૂઆત કયાંથી કરું એ વિશે બેખબર હું

પ્રભુ એ આપ્યું શારીરક અને મજબૂત સૌષ્ઠવ,
સાથે સાથે આપ્યું નમ્ર અને વિશાળ દિલ,

નથી અભિમાન કશાનું, છો નમ્ર બધામાં,
આવ્યા જીવન માં મારા બનીને સંભાળ લેનાર મિત્ર

માંગુ ઈશ્વર પાસે ખુશ રાખે આપને સદાકાળ
રહેજો આવા જ હર હમેશાં બધામાં.

Read More

સંબંધો માં
શક્તિ અને બુદ્ધિ બન્ને કરતા
સમજદારી અને ભરોસો વધારે અગત્યનો છે
Good Morning

કેમ છો મિત્રો, સારા છો તમે બધા?

શુભ સવાર

-Violet

करती है हैरान हमे शामकी ये तन्हाईयां,
खडे रहे राह में तैरी करके ईंतजार तेरा,
तु तो ना आया, आ गया ये चांद,
लेकर अपनी चांदनी हलके हलके।

-Violet

Read More

ईश्क करते करते हुआ उनका ये हाल,
ईश्क करते करते हुआ उनका ये हाल,
देखो वो तो खडे थे उन्ही के ख्यालो मे,
और वो न जाने उनको फकीर समझके
झोली में उनकी यादो का काफला देकर चले गये।

-Violet

Read More

દિલની ધડકન

ધક ધક કરીને રમતી મુજ દિલની એ ધડકન
અહીં તહીં નિત નવા કરતબોમાં તલ્લીન દિલની ધડકન

ઘડી ઘડી વહી જાતી દુનિયાની હારમાળમાં દિલની ધડકન
પછી પાછી વિસામો લેવા ઝટ રોકાતી એ દિલની ધડકન

સર્જનહારનું અનેરુ સર્જન મારા દિલની ધડકન
ભરે પાણી ભલભલા તુજ સામે એવી મારી દિલની ધડકન

યાચું છુ ઈશ્વર પાસ રાખજે આવી જ મારા દિલની ધડકન
જ્યારે આવુ પાસ તારી ત્યારે બંધ કરજે મારા દિલની ધડકન

રચયિતા : વાયોલેટ આર ક્રિશ્ચિયન
ન્યુ મણિનગર, અમદાવાદ
તારીખ : 21.09.2021
સમય : 7.05 pm

Read More

બચપણ થી ઘડપણ
આવો કહુ વાત સૌને વાત બચપણ થી ઘડપણની
આવ્યુ જીવન પૃથ્વી ઉપર માત-પિતા થકી બચપણ થી

કર્યા હતા અનેક હઠ અને કકળાટ બચપણમાં,
કર્યા એ પૂરા માત-પિતાએ તમને રીઝવવા બચપણમાં.
આવો કહુ વાત....
ભર્યા ડગ જુવાની ભણી, થયો સમય માત-પિતાનો ઘડપણનો,
આવ્યો સમય તેમનો કરવાનો હઠ અને કકળાટ નો.
આવો કહુ વાત....
ઘડપણમાં આવ્યુ બચપણ માત-પિતા નું,
એજ રીસાવાનું, કકળાટનું જે કરતા તમે બચપણનુું.
આવો કહુ વાત....
ઈચ્છાઓ આપણી પૂરી કરવા અછોવાનાં કર્યા બચપણમાં,
શું કરી શકીશું બચપણ સમી એમની ઈચ્છાઓ પૂરી ઘડપણમાં?
આવો કહુ વાત....
નથી ઉગામ્યો હાથ કે નથી ઉગામી લાકડી બચપણમાં,
બની શકીશું એમના હાથ અને લાકડી ઘડપણમાં?
આવો કહુ વાત....
રચયિતા : વાયોલેટ આર. ક્રિશ્ચિયન
ન્યુ મણિનગર
તા. ૨૦.૦૫.૨૦૨૧
સમય :૯.૫૭ pm

Read More