Quotes by Virendra Raval in Bitesapp read free

Virendra Raval

Virendra Raval

@vidhan.ravalgmail.com4187
(8)

આજકલ મંદીરો મા સગવડતા ને નામે અગવડતા ઉભી કરવામાં આવે છે

આજ એક ખાણીપીણી ના વ્યવસાયી સાથેની વાતચીત હું શેર કરું છું.....હું એક વેપારી છું જેની આજ એટલી કફોડી હાલત બની છે કે વાત ના પૂછો હું ખાણીપીણી ના વ્યવસાય સાથે જોડાયેલો છું મારી પાસે સરકારે નક્કી કરેલ દરેક લાઇસનસ અને પરમિશન છે પરંતુ આજથી 7 દિવસ પહેલા મારા ધંધા ને સરકાર દ્વારા સીલ મારી બંધ કરી દેવા મા આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા. હું બધા નિયમો નું પાલન કરું જ છું,હું એક સવાલ પૂછું શુ તમારા ઘર ની રસોઇ મા કોઈ દિવસ કંઈ ભૂલ થી કે અજાણતા કંઇ પડી ગયું હોય તો શું તમે તેના માટે તમારી પત્ની ને તલાક આપી દો છો,મા ને ઘરમાં થી કાઢી મુકો છો,જવાબ છે ના...બસ એમ જ કંઇક મારી સાથે ઘટયું છે હું વરસો થી ફૂડ વ્યવસાય કરું છું લોકો ને રોજગાર આપુ છું,વરસો થી લોકો ને સારી વસ્તુ પિરસુ છું,શુ ફક્ત એક વાર કોઈ કર્મચારી ની ભૂલ ને લીધે મારા ધંધા ને સીલ મારી દેવું,ઘણા બધા લોકો ને બેરોજગાર કરી દેવા,મારી વરસો ની પ્રતિષ્ઠા ધૂળ કરી નાખવી આ કેટલું યોગ્ય.આમ જો ફક્ત એક ભૂલ ન લીધે સરકાર વ્યવસાય બંધ કરાવી દે તો આગળ જતાં કોઈ વ્યક્તિ ખાણી પીણી નો વ્યવસાય કરશે જ નહિ...તમે જ કહો સાચા દિલ થી.આ શુ યોગ્ય છે ? શું સરકાર ના કોઈ વિભાગો ભૂલ કરતા જ નથી ? અને જો ભૂલ કરે છે તો શું સરકાર તે વિભાગ ને સીલ મારી દે છે? ના ને તો આમારા જેવા ખાણીપીણી ના વ્યવસાય કરનાર લોકો સાથે આવો અન્યાય કેમ...અમારા થી જો કોઈવાર ભૂલ થઈ તો અમને નોટિસ આપો અમને તે ભૂલ સુધારવાનો મોકો આપો... આમ અમારા પેટ પર લાત ના મારો....એક ખાણીપીણી નો વ્યવસાયી.

Read More

જે તમારી પાસે અત્યારે છે જો તેનાથી તમે ખુશ નથી તો જે તમે વધુ મેળવવા ની ઈચ્છા કરો છો તેનાથી પણ તમે ખુશ નહિ જ થાવ...ખુશી તમને પ્રેમ કરતા લોકો સાથે છે,ખુશી કોઈકને તમે ઓળખતા પણ નથી તેવા જરૂરતમંદ ને મદદ કરવા મા છે,ખુશી માનવતા મા છે,ખુશી મા બાપ ની લાગણી વાળી આંખો મા છે .....

Read More

છોકરાઓ ના કેરિયર બનાવવા માટે મા બાપ એટલા તો ગાંડા થઈ ચૂક્યા છે કે જીવતા ભૂલી ગયા છે જે તેમને અંતમાં નડશે. છોકરાને ફૂલ ડે સ્કૂલો, ટ્યુશનો પછી કેટ મેટ ને સેટ જેવી પરીક્ષાઓ ની દોડ, ડૉક્ટર એન્જિનિયર બનાવવા પોતાનાથી દૂર કરી દે છે પછી તેને સારી જોબ મળે એટલે તે વધારે દૂર ચાલ્યો જાય છે, આમાં મા બાપ આખરમા એકલા મરે તો વાક તો મા બાપ નો જ ગણાય ... કેમકે આ તેવોની ઘેલછાઓ સપનાઓ નો અંત તો તેમની આખરની એકલતા જ તેમને સમજાવી શકશે. અને પાછું તેમાં સંયુક્ત કુટુંબ તો હવે કોઈને જોઈતા નથી એટલે કોઈ સાથ આપવા વાળુ તો છે જ નહિ,બસ હૂતો ને હુતી રહ્યા એમાં પણ જો હૂતો કે હુતી કોઈ મરી ગયું તો તો બસ કાળા પાણી ની સજા જેવી જિંદગી થઇ જાય લોકો સંતાનો ને ગાળો આપે પરંતુ આ છેલ્લા 30 વર્ષ મા મા બાપ ના જ ખોટા નિર્ણયો આજે વૃદ્ધાશ્રમો વધારે છે એક તો સંયુક્ત કુટુંબોમાં ના રહેવાની વિચારધારા અને છોકરાઓ ને ભણતર ના નામે પ્રેમ વિહીન દૂર કરી રોબોટ બનાવી દેવા.

Read More

આ માણસ પોતે કાયદા માનતો નથી ....

આજકલ જુવાનિયાઓ પોતાનું દુઃખ કોઈ ને નથી કહી શકતા કારણ કે પોતાનું ભવિષ્ય પોતેજ ચૂઝ કર્યું છે એટલે કોને બ્લેમ કરે!!,પહેલા તો માં બાપ પર દોષનો ટોપલો ઢોળી સકાતો હતો કેમ કે તે ચુઝ કરતા....

Read More

ખરાબ કિસ્મતવાળા ને તો કદાચ ભગવાન બક્ષી દે છે પણ ખરાબ નિયતવાળા ને કદી નથી બક્ષતા......જીવતે જીવ તો કોઈ ને ખરાબ સમય માં ખભો આપતા નથી બસ મર્યા બાદ ખભો રાખવા પડાપડી કરે છે....સુધર એ દુનિયા સુધર......

Read More

આપડે આપડા દેશમાં બીજા રાજ્યના લોકો ને પણ જોઈ શકતા નથી ને ઝેર રાખ્યે છીએ અને 75% ટકા સ્થાનીય રોજગારી નો કાયદો લાવીએ છીએ તો પછી અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જેવા દેશો માં બીજા દેશો માથી લોકો આવી તેવો ની નોકરીઓ લઇ લે ધંધા રોજગાર લઈલે તે આ દેશો ના ચલાવે તે યોગ્ય જ છે.દરેક દેશ માટે પોતાનો નાગરિક જ પ્રથમ હોવો જોઈએ તે વસ્તુ યોગ્ય જ છે.

Read More

આ કોક સંતુર સાબુ ની એડ વાળા ને કહો કે આ વખતે ની તેમની એડ મોડેલ મમ્મી લાગે જ છે.