The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
? જીંદગી નાની છે પણ.. દરેક પળમાં ખુશ છું ! કામમાં ખુશ છું ! આરામમાં પણ છું ! આજે પનીર નહીં તો, દાળમાં પણ ખુશ છું ! આજે ગાડી નથી તો, પગે ચાલવામાં ખુશ છું ! આજે કોઈ નારાજ છે, તો તેનાં અંદાજમાં ખુશ છું ! જેને જોઈ શકતો નથી, એનાં અવાજથી જ ખુશ છું ! જેને પામી નથી શકતો, એનાં વિચારોમાં જ ખુશ છું ! સમય જે જવાનો જ હતો એ તો જતો રહ્યો, એની મીઠી યાદોમાં ખુશ છું ! એક સમય કાલે આવશે, એની રાહ જોવામાં ખુશ છું ! હસતાં-હસતાં જીંદગીની બધી પળ વિતાવું છું ! મારી આજમાં ખુશ છું ! જીંદગી નાની છે, મારી દરેક પળમાં ખુશ છું ! જો દિલને ગમી હોય તો જવાબ આપજો, નહીંતર હું વગર જવાબે પણ ખુશ જ છું !
*મારે પણ એકવાર રીટર્ન ફાઈલ કરવું છે!* કશું સંતાડવું નથી, જેટલો હોય એટલો બધો ટેક્સ ભરવો છે. દોસ્ત, ગયા વર્ષની મારી ઈન્કમમાં મારે તને જાહેર કરવો છે. તારી કંપની લક્ઝરી છે. એના પર લક્ઝરી ટેક્સ ચોક્કસ લાગશે. તું મારો દોસ્ત છે એની સાબિતી રુપે, આ લોકો કેટલા ડોક્યુમેન્ટ્સ માંગશે? ખિસ્સાઓ સાવ ખાલી હોય અને. છતાં કોઈની જાહોજલાલી હોય આવો ભાગ્યે જ કોઈ અપવાદ મળશે. તારી ભાઈબંધી બહુ મોંઘી છે યાર. એના પર લોન લઈ લઉં તો એનું વ્યાજ મને ટેક્સમાંથી બાદ મળશે? તારી હાજરી બહુ Obvious છે યાર. તારા કારણે કેટલાયની નજરોમાં આવું છું. એક તારા નામને કારણે, હું ૩૦ %ના સ્લેબમાં આવું છું. તેં આપેલી મોંઘીદાટ ક્ષણો હવે ચોપડે ચડાવવી છે, જિંદગી પાસેથી તારા નામની એક રસીદ ફડાવવી છે. તારા માટેનો સમય જો હું બીજા કોઈને ન આપું, તો એને કરચોરી કહેવાય? મારું ચાલે તો તને ગજવામાં સંતાડી દઉં. પણ તું જ કહે, સરકારને થોડું સોરી કહેવાય? તારી હાજરીના માનમાં, જીવતરના દુઃખ સામે જોઈને થોડું સ્માઈલ કરવું છે. દોસ્ત, મિલકતના નામે જો તું હોય ને તો મારે પણ એકવાર રીટર્ન ફાઈલ કરવું છે. Unknown
શ્વાસ પાછા નહિ મળશે જિંદગી પાછી નહિ મળશે -- તો પછી મળવાનું રાખો ને યાર મળી લ્યો જયારે પણ તક મળે ;રાહ શું જુવો છો કે ક્યારે આવે રવિવાર ક્યારે ડિનર રાખો ક્યારે ફરવાનું રાખો ; નાની નાની વાતોનો મનાવો ને તહેવાર કહેવાય છે કે " જિંદગી ચાર દિન ની હોય છે " તો દરેક દિન નો હોય એક યાર જીવન જો સંગીત છે તો અંતાક્ષરી નો છેલ્લો શબ્દ હોય "યાર " જીવન જો સંતાકૂકડી છે તો મિત્રોના દિલ માં છુપાઈ જાઓને યાર એક ચટાઈ મનગમતો ખૂણો થોડો નાશ્તો ચાર ચાય ચાર મિત્રો --આવી હોવી જોઈએ એક સવાર યાદોના રંગ હથેળીયો પર લઈને ચાલો ને મનાવીએ ધુળેટી નો તહેવાર શ્વાસ પાછા નહિ મળશે જિંદગી પાછી નહિ મળશે તો પછી મળવાનું રાખો ને યાર !!!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser