Quotes by Usha Mehta in Bitesapp read free

Usha Mehta

Usha Mehta

@ushamehta4567gmailco
(26)

બા ને મુકવા જતા
ચાલો બાળકો આજે તમને કયાંક બહાર લઈ જાઉં,એકપણ સવાલ પુછ્યા વગર ધ્રુજતા હાથે બા એ મારો હાથ પકડી લીધો અને ચુપચાપ બેસી રહેલા બા _આખો દિવસ બડબડાટ કરતા બા_
આખો દિવસ અમારી ફીકર કરતા બા_
કેમ ચૂપચાપ છે બા_શુ મારી ને પત્ની ની વાતો સાંભળી લીધી હશે? મનમાં વિચાર નું ધમાસાણ યુધ્ધ ચાલી રહ્યું હતું.
કેવો દીકરો હું બાનો કે કાલની આવેલી પત્ની ની વાત માં આવીને બા ને પત્ની એ સર્ચ કરેલ "ઓલ્ડ એજ હોમ માં" મૂકવા ચાલ્યો!
બાએ અમને મોટા કરવામાં કેટલી તકલીફ વેઠવી હશે, બાપુ નો સ્વભાવ, ન જેવી આવક (પણ અમને જરાયે ઓછું ના આવવા દે ,) પૈસા નો હોય તો બાપુ ના દારૂ ,સીગારેટ માટે પોતાની બચત માંથી કાઢી ને આપતી બા_અને ન આપે ત્યારે બાપુનો માર ખાતી બા_ચુપ ચાપ રડતી કોઇને પણ ,પીયર માં પણ વાત ના કરતી બા_
અને હું સાવ નઠારો, સ્વાર્થી, લાલચુ અને લાચાર અહેસાન ફરામોસત બા ને મુકવા ચાલ્યો?
બાપા ના ગયા પછી બાએ મારા લગ્ન કર્યા મારા છોકરાને ને મોટા કર્યા , પત્ની ની આડોડાઈ પણ સહન કરી કે ઘરમાં શાંતિ બની રહે, ને હું નગુણો,, બાનો ગુનેગાર બાને મુકવા ચાલ્યો?
આશ્રમ ના દરવાજા પાસે જ મારા જેવડો જ એક જુવાન સસ્મિત વદને બાને આવકારવા માટે હાથ માં સરસ મજાનો બુકે સાથે ઉભો હતો તરત જ બાએ એનો હાથ પકડી લીધો ને એકપણ વખત પાછળ જોયા વગર ચાલી ગયા! અને હું બાઘાની જેમ ,મુઢ ની જેમ પરવશ થઇને જોતો રહ્યો ,લડતો રહ્યો. ‌..્્્

Read More

પરણવા લાયક દિકરી છોકરાઓ બતાવ્યા તો કહે મમ્મી આ મારી સાથે મેચ નહીં થાય, મને આ છોકરો નથી ગમતો ! મને ખુબ સારું લાગ્યું અને મારા સમય ની વાત યાદ આવી ગઈ કે માતા-પિતા કહે અને પરણી જાતી મારા જેવી કેટલીય સ્ત્રીઓ આમજ પરણી જાતી અને દુઃખો સહન કર્યા કરતી
પણ હવે આ એજ્યુકેશન અવેરનેશ, ને લીધે સ્ત્રી ઓપણ માથું ઉઠાવી ને જીવી શકે છે, તેની માટે લગ્ન જ ડેડ એન્ડ નથી બની જતો , મને ખુબ સારું લાગ્યું જય હો નારીશક્તિ.

Read More

કમલેશ કમ્પાઉન્ડર ની કલમે,
અમારા ડો જોષી સાહેબ ના દવાખાનામાં જાતભાતના પેશન્ટ આવે મારું કામ તો દવા આપવા અને ક્લિનિક ખોલવાનું પણ જીવ મારો લેખક નો (થોડું ઘણું કાંઇક મનમાં આવે તે લખી નાખું) અને ઇ બુકમાં મોકલીને લાઈક્સ પણ મેળવુ,આત્માથી જાણ ખાતર,તો હું શું કહેતો હતો કે હા પેશન્ટ ,મેં બધાં ના પેટ નેમ પાડયા છે .
પેલા રાહુલ ભાઇ આવે ને તો આખું દવાખાનુ મહેંકી ઉઠે ! એટલું પરફયુમ લગાવી ને આવે પોતાની જાતને હીરો સમજે પણ ના મોઢા માં કાંઇ ભલીવાર કે કાંઇ આવડત માં બોલે તો પૈસા પડી જાય કોઈ બી ગ્રેડ નો પ્રોડ્યુસર મફત માં પણ ના લે ,આપણી બૂકમાં એનું નામ હીરો બની ગયા ઝીરો!

કાન્તિ કાકા આવે એટલે પુરાં દવાખાના ને , બીજા પેશન્ટ ને ડોક્ટર ને અને મને પણ કામે લગાડી દે જટલી સ્પીડ થી આવે ને તેની વધારે સ્પીડ થી જાય , હોય કાંઇ નહીં પણ દેખાડો જાજો કરે
આપણી બુકમાં એમનું નામ તુફાન મેલ!
કનુભાઈ આવે એટલે લેડીઝ પેશન્ટ પર ઇમપરેશન પાડવા બહું સલુકાઇ થી વર્તે બધી ઓને થાય કે કાશ માંરો પતિ પણ આવો જ હોય તો! ભીડ હોય તો ઊભા રહીને પણ બીજા ને જગ્યા આપી દે (લેડી પેશન્ટ અફકોરશ) ઘરમાં તો આંખો દીવસ બાયડી સાથે લડતો હોય, એની વાઇફ પણ ડોક્ટર જોષી સાહેબ ની જ પેશન્ટ (બિમારી હાય બી પી)
આપણી બુકમાં એમનું નામ ઘરમે રામ ગલી મેં શ્યામ,!
એવું નથી કે અમારા કલીનીક માં ફક્ત જેનટસ આવે છે પેલા મધુ બેન આવે , એમના હાથ માં પુજા ની થાલી, શાકભાજી ની થેલી છત્રી, કામવાળી ની છોકરી, મોબાઇલ સરી જતી સાડી, કેટલાંય લબાચા હોય આવે કે ધબ્બ કરતા બેસી જાય છોકર. રી



ીજાણે પાણી આપવાજ આવી હોય એમ લાગે દવા લઈને ચુપચાપ જતા રહે, મોઢા પર આખી દુનિયા નો ભાર, આપણી બુકમાં એમનું નામ
દુખી આત્મા!

આખા કલીનીક આવતા વેંત છવાઈ જાય તેવી એક પેશન્ટ,. નામ એનું મિલી ! પણ મને નથી લાગતું કે એ કોઈ ને હજી સુધી મરી હોય, સાહેબ શું વાત કરો જુવાન તો જુવાન બુઢ્ઢા પણ્ જવાન થાય એવી એની અદા એમાં અમારા જોષી સાહેબ પણ આવી જાય ! એવું તો મીઠું બોલે કે આપણે સાંભળી જ રહીએ મીલી મીલી...હે આપણી બુકમાં એમનું નામ શું રાખવું જોઈએ મીલી તું કીસકો મીલી?
આ બધા તો ઠીક પણ જ્યારે જ્યારે અમારા બાળ પેશન્ટ આવે ને તો કલીનીક જણે પ્લે એરિયા બની જાય હાથમાં બોલ , વીડિયો ગેમ, મોઢા માં ચોકલેટ,નાક માં સેડા મમ્મી ની રીકવેશટ, પણ એનું ધ્યાન કપાય ના હોય,બોલ પાડે તે અને ગોતવા બધા વાંકા વળીને આપે,ના આપે જોરદાર ભેકડા એની શાણી મમ્મી છેલ્લે આવે ને પેલે જતી રહે,
આપણી બુકમાં એમનું નામ બાલગોપાલ!
આવા તો કેટલાય પેશન્ટ આવે છે અને જાય છે એમાં થી થોડા તમારી સાથે શેર કર્યા મજા પડી કે નહીં એ કહેજો હોં કે.

Read More

હે ભગવાન મને ગતી,આપ, મને શક્તિઆપ, મને ભક્તિ આપ , મને રતિ આપ(તારા ચરણોમાં), મને એક મતિ આપ,. ‌નહીતર મને મુક્તિ આપ.
વર્ષો થી બિમારી થી કંટાળી ગયેલ દર્દી ની પ્રાથના!

Read More