Quotes by Umesh Tamse in Bitesapp read free

Umesh Tamse

Umesh Tamse

@umesh15


https://youtu.be/vWgG7XqoX1I

Please like, comment and subscribe my channel. 🙏🌹

હું તો ખુદની વાતથી ફરતો નથી;
એટલે જગને અનુસરતો નથી.

કામ સાથે કામ રાખું છું અહીં;
કોઈની પંચાત હું કરતો નથી.

હું ડરું છું માત્ર ઈશ્વરથી બકા,
અન્ય કોઈ લોકથી ડરતો નથી.

કેટલું સુંદર જીવન-સાગર મળ્યું!
હું જ છું નાદાન કે તરતો નથી.

કોઈએ નક્કી કર્યો છે ઘા મને;
હું કદીયે આમ તો ખરતો નથી.

- ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Read More

સદા દિલમાં રહે બસ એક આશા;
રહે જીવંત મારી માતૃભાષા.

- ઉમેશ તામસે 'ધબકાર'
વ્યારા (તાપી)

https://youtu.be/8ruQVRgec68 if you like my gazal please subscribe ??

https://youtu.be/nkCo6gqCHa0 if you like my gazal please subscribe
??

લાગણી ભીતર ભરીને જો જરા,
કોઈ માટે વાપરીને જો જરા.

કોણ છે સાચો ને ખોટો કોણ છે,
વાત ખુદ સાથે કરીને જો જરા.

બોલે એનાં બોર વેચાતાં ભલે,
મૌન કેવળ આચરીને જો જરા.

ભાવિ મારું ફક્ત મારા હાથમાં,
ધ્યાન બસ એવું ધરીને જો જરા.

જીવવી છે જિંદગી 'ધબકાર' તો,
કોઈ ઇચ્છામાં મરીને જો જરા.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Read More

જાત સાથે તું પ્રથમ સંવાદ કર,
એ પછી તું અન્યની ફરિયાદ કર.

જીવવી જો હોય સારી જિંદગી,
વ્યર્થ ઇચ્છાઓ બધીયે બાદ કર.

મૌન રહીને મૌનને કેવળ સમજ,
વાતે વાતે દર વખત ના નાદ કર.

ભૂલ તો સૌ માનવીથી થાય છે,
સર્વ ચિંતા છોડી દે, ના વાદ કર.

સ્વર્ગ અથવા નર્કની જો વાત હોય,
કર્મ તારા સૌ પ્રથમ તું યાદ કર.

એ રીતે અભિમાન ચોક્કસ દૂર થાય,
ચોતરફ તું પ્રેમનો વરસાદ કર.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Read More