Quotes by Tatixa Ravaliya in Bitesapp read free

Tatixa Ravaliya

Tatixa Ravaliya

@tatixaravaliya9347
(31)

पहले तो लड़कियाँ ही
मौसम बेमौसम
दुपट्टे में चहरा ढँक कर
बाहर निकला करती थीं।
लेकिन अब देखो,
उनकी चहरा न दिखाने 
की होड़ में,  ©ततिक्षा
सारी दुनिया मुँह ढककर
चलने लगी।

#कोरोना साइड इफेक्ट्स।😀

Read More

સ્ત્રીને તો પગમાં ઝાંઝર ગમે,
ના, મને તો ટ્રેકિંગ શૂઝ પણ ગમે..
કોઈ પૂછો તો ખરા..
સ્ત્રીને તો કાયમ ઘરમાં ગમે,
ના,મને તો પહાડોની કંદરામાં ખોવાઈ જવું પણ ગમે..
કોઈ પૂછો તો ખરા...
સ્ત્રીને તો હાથમાં કંગન અને રિંગ ગમે,
ના,મને તો ફાઇલ અને પેન પણ ગમે...
કોઈ પૂછો તો ખરા..
સ્ત્રીને તો ટીવી સિરિયલો જોવી બહુ ગમે,
ના,મને તો પ્રોજેક્ટર પર સમજાવવું પણ ગમે..
કોઈ પૂછો તો ખરા...
વીત્યો જમાનો બદલાઈ ગઈ વ્યાખ્યા,
હવે આભૂષણ,ઘર,પોષાક નહિ,
સ્ત્રીને જોઈએ છે પોતાની ઓળખ અને અસ્તિત્વ...
કોઈ જુઓ તો ખરા... ~તતિક્ષા રાવલિયા.

Read More

छोड़ दो अब दर्दकी बीती कहानी,
चलो आज फिरसे नई शरुआत करते है।
#છોડો

ગાડરિયો પ્રવાહ દોડ્યો ઝુંડમાં અને હું...
હું એકલો જ રહી ગયો કતારમાં....
~તતિક્ષા રાવલિયા
#કતાર

ઉત્કૃષ્ટતાના શિખરે પહોંચવા,
મહેનતના પગથિયાં ચડવા પડે...
#ઉત્કૃષ્ટ

પાંપણની ધાર પર ચાલ્યાં છીએ, આંસુઓનો બોજ નહિ પરવડે.. કાંટાઓની ટોચ પર ચાલ્યાં છીએ, કોમળતાનો સહવાસ નહિ પરવડે... હકીકતના અંગારા પર ચાલ્યાં છીએ, જુઠ્ઠાણાંનું સ્મિત નહિ પરવડે... ~તતિક્ષા રાવલિયા

Read More

દુષ્ટને જોવા, સમજવાની ક્યાં જરૂર છે,
એ તો આ માનવમાં જ ક્યાંક મુખોટો પહેરી છુપાયો છે.
#દુષ્ટ

ચહેરો કોનો છે એ જરૂરી નથી,બસ તેમાં ખુશીની લહેર હોવી જોઈએ.....
- તતિક્ષા રાવલિયા

તું એટલે મારું કાવ્ય ... અરે! મનગમતું કાવ્ય....
તું એટલે ઉનાળાના આકરાં તાપ વચ્ચે ઠંડક આપતી મારી ચોકલેટ આઈસ્ક્રીમ....
તું એટલે લીલી વનરાઈ જીવંત બનાવતી સુગંધ....
તું એટલે ગાઢ અંધકારમાં ટમટમતા તારલીયામાંનો તેજસ્વી તારો....
તું એટલે ભરચક ભીડ વચ્ચે મને મળતો સોનેરી સહારો....
તું એટલે દરિયાની રેતીમાંના છીપલાંઓમાંનો શ્વેત શંખ....
તું એટલે આખા કોફી ભરેલાં મગમાંની એક ચૂસકી....
તું એટલે સંબંધોની શિખામણ વચ્ચે છોડાતી અમીટ છાપ....
તું એટલે નારિયેળના કઠણ કોચલા વચ્ચેનું મીઠું અમૃત....
તું એટલે ઘૂઘવતા દરિયાનું એ પાછું ફરતું શાંત મોજું કે જે મારાં પગને પંપાળે....
તું એટલે કૃષ્ણનાં મોરપીંછના સુંવાળા સ્પર્શનો મહિમા....
તું એટલે વર્ષોજુની મારી અતૃપ્ત રહેલી તરસ....
તું એટલે મારાં લખાણને સુંદર બનાવવા અંકાતી સુરેખ લીટી....
તું એટલે મારી રસોઈમાંનું અમૂલ્ય નિમક....
તું એટલે મારી નાની નાની તમામ બાબતો વચ્ચેનું અભિન્ન પાસું કે જેનાં વિના મને બધે જ અધૂરપ વર્તાય.
- તતિક્ષા રાવલિયા  

Read More