The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક યુવતી..... એકજ શાળા માં ભણતા હતા, ને પ્રેમ થઈ ગયો. એના વગર જીવવાનું નું કઠીન બની ગયું, દૂર હતા નજીક એવા આવી ગયા કે એની સાથે ફરવાની ઈચ્છા થઈ આવી, સપનાઓ ને હકીકતની પાંખો લાગતા જોઈ હૃદય મારુ નાચી ને ગુલઝાર થઈ ગયું, બેસી ને એની ગાડી ઉપર હવાઓ સાથે વાતો કરવા લાગી આંખો એ જોયેલું સ્વપ્ન સાકાર થઈ ગયું, એની ગાડી ની સ્પીડ ને જ્યારે મેં ઓછી થતી જોઈ એકાંત માં જ્યારે એને મારી તરફ આગળ વધતો જોયો, થોડી ગભરાઈ પણ પ્રેમ માં વિશ્વાસ નજર આવ્યો પણ આ શું ? મેં એને મારી તરફ આવતો જોયો, મારા શરીર નો સ્પર્શ કરી એ બોલ્યો તું જ મારું જન્નત તું જ મારો પ્રેમ, તું મને કેટલો પ્રેમ કરે છે ? એ તો બતાવ તારા યૌવન નો થોડો રસપાન તો કરાવ, એની આ ચેષ્ટા થી હું ઘડાઈ ગઈ તૂટી ગયા સપના અને હું વિખરાઈ ગઈ, કોઈ હતું નહીં સાંભળવા વાળું હું શું કરતી ? એની દરેક ચેષ્ટાઓ ને રડતા રડતા સહન કરી, એ સમયે શુ કરતી હું ? સમજ માં ન આવ્યું જ્યારે એને મોબાઈલ થી મારો વિડિઓ બનાવ્યો, પ્રેમ ના નામ ઉપર હવસ હતી એને સંતોષી રડતી રહી હું, એને કોઈ અફસોસ પણ ન હતો, જીવતા જીવ મરવું શુ છે ? એ ત્યારે સમજાયું જ્યારે યુટ્યુબ ઉપર મેં પોતાને નગ્ન જોઈ, કર્યો હતો મેં પ્રેમ અને શું મેં મેળવ્યું ? આ બધું જોઈ મેં મોત ને વહાલું કર્યું, જે ભૂલ મેં કરી, એ તમે ના કરશો.. ભણવા મોકલ્યા માં બાપે તો ભણવામાં મન લગાવજો પ્રેમ ના નામે પોતાની જાત ને ન લૂંટાવતા, પ્રેમ ની પાછળ હવસ છુપાયેલી છે એ દરેક ને સમજાવજો વાત કડવી જરૂર છે, પણ દરેક યુવતીઓ માટે આ સત્ય છે. [( હું એમ નથી કહેતો કે પ્રેમ કરવો ગુન્હો છે, પરંતુ પ્રેમ એવો ન કરો જે તમારા શરીર માત્ર સુધી સીમિત હોય, આજે પ્રેમ થાય છે ઇજાહર ના 15 દિવસ માં પ્રેમ બિસ્તર સુધી પહોંચી જાય છે, ચાલો માની લઈએ એ પ્રેમ જ છે તો એ કેવો પ્રેમ કે જે નગ્ન અવસ્થાની પણ સેલ્ફી લે..!!! શુ આ સેલ્ફી તમને બ્લેક મેઈલ કરવા પૂરતી નથી ? જ્યારે પ્રેમ ના ચશ્માં ઉતારી દુનિયા જોશો ત્યારે શું થશે ? આ જ સેલ્ફી ફેસબુક, વોટ્સએપ ઉપર વાઇરલ કરાશે, ત્યારે તમારા પરિવાર ની શુ હાલત થશે, જરા વિચારો તમારી પાંચ મિનિટ ની મજા ની સજા તમારો પરિવાર જિંદગીભર ભોગવશે, એવું કામ ન કરો કે તમારા પરિવારે સમાજ માં નજર નીચી રાખી જીવવું પડે.) પુષ્પેન્દ્રસિંહ_રાઠોડ ] 9427057145,
તમે કોણ છો ? ભગવાન કે ભગવાન ના દોસ્ત ? ? ````````````` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` ` શહેરના સુપર માર્કેટ ની તદ્દન બાજુમાં જુના પુરાના મકાનો પાસે એક પાંચેક વર્ષ નું બાળક ફાટેલા જૂતા સાથે બોલ રમી રહ્યું હતું. લોકો એના ફાટેલા જૂતા જોઈ દુઃખી થતા, એવામાં એક સજ્જને બજાર માંથી નવા જૂતા લાવી બાળક ને આપતા કહ્યું, બેટા આ બુટ તારા માટે છે, પહેરી લે, બાળક ખુશ થઈ ગયું એને તરત નવા બુટ પહેરી લીધા. બાળક ના ચહેરા ઉપર ખુશી નો પાર ન હતો. બાળક એ સજ્જન પાસે આવે છે, અને પગે લાગી પૂછે છે, તમે ભગવાન છો ? ત્યારે એ સજ્જને ઘભરાઈ ને હાથ છોડાવી બંને કાન પકડી કહ્યું, ના બેટા ના હું ભગવાન નથી. બાળકે હસી ને કહ્યું તો ચોક્કસ ભગવાન ના દોસ્ત હશો. કેમ કે મેં ગઈ કાલે જ ભગવાન ને કહ્યું હતું કે મને નવા બુટ લાવી આપો. એ સજ્જન મન માં જ હસી પડ્યા, તેઓ જાણી ચુક્યા હતા કે ભગવાન ના દોસ્ત બનવું મુશ્કેલ કામ નથી... છતાં આપણે...????? ?️®athod ?? જય માતાજી ??
"મુજસો બૂરો ન કોઈ" ^^^^^^^^^^^^^^^^ એક નાના રાજ્ય માં એક માણસ ને લોકો કમભાગી માનતા અને એની તરફ જોવાનું ઉચિત ન સમજતા આ વાત ની રાજા ને જ્યારે ખબર પડે છે, કે એના રાજ્ય માં એક એવી વ્યક્તિ રહે છે, શવાર માં ઉઠી એનું મોઢું જોવાથી આખો દિવસ ભોજન થી વંચિત ભૂખ્યા રહેવું પડે છે. એટલે... રાજા ને ઈચ્છા થઈ એ વ્યક્તિ ને દરબાર માં બોલાવ્યો, શવારે તૈયાર થઈ એ વ્યક્તિ રાજા ને મળે છે. પછી રાજા કામ માં એટલા વ્યસ્ત રહે છે કે આખો દિવસ ભોજન ન કરી શક્યા. આ વાત થી ક્રોધિત થઇ.. રાજા એ એ વ્યક્તિ ને તુરંત ફાંસી આપી દેવાનો હુકમ કર્યો. ફાંસી ના માંચડે છેલ્લી ઈચ્છા પૂછતાં એ વ્યક્તિ એટલુંજ બોલ્યો, હે રાજન મારુ મોઢું જોવાથી તમને આખો દિવસ ભોજન ન મળ્યું ભૂખ્યા રહેવું પડયું, પણ તમારું મોઢું જોવાથી તો મને મૃત્યુ મળવાનું છે. આટલું સંભળાતા રાજા પોતાના નિર્ણય અને ફેસલા ઉપર લજ્જિત થઈ જાય છે. અને એને સંતવાણી યાદ આવી જાય છે "બૂરો જો દેખણ મેં ચલ્યો, બૂરો ન મીલ્યો કોઈ. જો દિલ ઢૂંઢયો આપણો, મુજ સો બૂરો ન કોઈ." ?️®athod ?? જય માતાજી??
કુછ લમ્હે તેરી યાદો કે..
મંતવ્ય
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser