Quotes by Dr.Sur in Bitesapp read free

Dr.Sur

Dr.Sur

@sur201038


મળી ગયો ઉકેલ મને જિંદગી તારા સવાલ નો...
     હવે તું કસોટી લઇ જો હુું 'પાસ' થઈને બતાવું ...!!

આમ જુઓ તો જિંદગી નું ગણિત સાવ સીધુ છે, જો બધું બરાબર તો સરવાળો નહિ તો ભાગાકાર છે..

તૂ કહી દે એમ કરુ મારો મુજ પર કયાં કોઇ કાબુ છે

આજકાલ "મન" તો તને જ વિચારેછે
અને "ધડકનો" પણ બેકાબુ છે..

Read More

આવ રે વરસાદ..
ઢેબરીયો પરસાદ...
હવે તો
..અતિવૄષ્ટિ ની વાતો ને
પૂર નો પ્રતિષાદ
અઠવાડિયે -અઠવાડિયે આગાહી ને
આગાહી નો સચોટ સમવાદ
વિખૂટા પડેલા વિસ્તાર ને
તારાજી ના એ કરુણ સાદ
સમય ની સાથે તારી આદત પણ બદલાઇ
ટેસ્ટ મેચ નહિ હવે તો ટ્વેન્ટી- ટ્વેન્ટી નો છે અંદાજ
" બસ બહું વરસ્યા"..કરો રોકાણ ઘડીભર
લોક બધા છે હેરાન-અને-પરેશાન
પછી કોણ કરશે તને યાદ અને ગાશે...?
. આવ રે વરસાદ..
ઢેબરીયો પરસાદ...

Read More

જો ને તારી ને મારી આ પ્રિતની વાત કોઇને ય કયાં સમજાય છે..?
તૂ શ્વાસ લે છે દૂર ક્યાંક ને આ ઓક્સિજન મારા ફેફસા મા કેમ ઠલવાય છે..?

Read More

વાદળ પર અસવાર થઇને આવી
મોસમની મહારાણી જો...
ભીની માટીની મહેંકને શ્વાસમાં ભરી
તને યાદ કરી લેવાની આ આદત જો..
દેડકાના 'ડ્રાઊ' સામે મોરનો 'મીઠો 'ટહુકાર ને વિજળીના તડાકા સામે ટીંપા ની આ સોબત જો...
ચાલ ભિંજાઇએ આજે મનભરીને આવી "કારણ વગર "પલળવાની આ મોસમ જો ..

Read More