Quotes by Ssandeep B Teraiya in Bitesapp read free

Ssandeep B Teraiya

Ssandeep B Teraiya Matrubharti Verified

@ssandeep2911
(323)

નવા વર્ષ માં તમારો અને તમારા પરિવાર નો વેકસીન ની કતાર માં વારો મારા પછી તરત જ આવી જાય તેવી જ શુભકામના.

એક હતી નાનપણ ની દિવાળી.
જ્યાં ઈચ્છાઓ નાની અને ખુશીઓ હતી મોટી મોટી.

મહીનોઓ પહેલેથી રોજ તરીખ્યાં માં દિવાળી ની તારીખ જોવાની અને દિવસો ગણી ગણી રાહ જોવાની.

એક હતી નાનપણ ની દિવાળી.

પાપા એ આપેલા પાંચિયા દસિયા ને માટીના ગલ્લા માં ભેગા કરી, રોજ ખખડાવી ને ગણવાની.
દિવાળી આવે અને ગલ્લો ફોડવાની રાહ જોવાની.

એક હતી નાનપણ ની દિવાળી.

બધા ભેગા મળીને રંગોળી ના ઓટલા બનાવે, પાડોશ માં બધા થી મોટી રંગોળી અમારી હોવાની.
વહેલી સવારે શોલ ઓઢી મમી અને બહેન કરતી રંગોળી, મારુ કામ બીજા ની રંગોળી બગાડવાની.

સાંજે બારીએ બારીએ રાખેલા દીવડા, ઠરી ના જાય તેની જવાબદારી મારે રાખવાની.

એક હતી નાનપણ ની દિવાળી.

કાળી ચૌદસ એ મનાય હતી બહાર નીકળવાની, કાલે ફટાકડા લેવા જાસૂ તે મોટી લાલચ વહેલા સુઈ જવાની.

પડી સવાર અને આવી દિવાળી, ચાલો બજાર બસ એક જ જીદ આજે કરવાની.

મોટી બેન અને મોટો ભાઈ રાખે મને ખૂબ લાડ થી, મને વધુ ફટાકડા આપવાની પોતે ઓછા રાખવાની.

ના પૂજા કરવામાં ન તો સરખું જમવામાં, ઘેલછા બસ મને બહાર થી આવતા ફટાકડા ના અવાજ ની.

એક હતી નાનપણ ની દિવાળી.

મમી પાપા બેસે ખુરશી નાખીને આંગણે, બહેન કરે રંગોળી, હું અને ભાઈ ફોડીયે ફટાકડા, શરત એક જ રોકેટ ને છેલ્લે ફોડવાની.

મમી કહે ધ્યાન રાખો, પાપા કહે ડરવાનું નહીં, આમ નાના બૉમ્બ ફોડી મોટી ખશિયો મેળવી લેવાની.

એક હતી નાનપણ ની દિવાળી.

- Ssandeep B Teraiya

Read More

"ડાયરી નું છેલ્લું પાનું"

હું લડીશ, થાકી થાકી ને થાક્યો છું પણ હજી હું લડીશ.

કરવું નથી કંઈજ મારે સાબિત પણ ખુદ ને જીવતો રાખવા હું લડીશ.

પ્રયત્નો હવે દમ તોડી રહ્યા છે બધા જ, પણ હવે પ્રયત્નો ને પાર નસીબ જોડે, હું લડીશ.

પ્રાર્થનાઓ થઈ ગઈ ખાલી હવે, પણ હવે ભગવાન સામે હું લડીશ.

જીતવા માટે બવ લડ્યો, હંમેશા હાર્યો, હવે છેલ્લી વાર હારવા માટે હું લડીશ.

- સંદીપ તેરૈયા.

Read More

"આ બે-રહેમ વરસાદ ને કોઈ સમજાવો... તેમની યાદો ની જેમ ગમે ત્યારે વર્ષી ના પડે"

-Ssandeep B Teraiya

તારા વિશે લખવા જાવ છું અને આખા જીવન વિશે લખાય જાય છે.

-Ssandeep B Teraiya

જીવન નામની મહેંદી માં છુપાવ્યું છે નામ મારુ તેવુ તે રોજ કહેતી.

એક દિવસ તેની મહેંદી વિખાણી અને મારું જીવન. -

Ssandeep Teraiya

Read More

થોડી લાગણી શું પી લીધી...
જીંદગી હજુયે લથડિયાં ખાય છે...

- Unknown

માઇક્રો શોર્ટ સ્ટોરી - સંદીપ તેરૈયા

સાચી માસૂમિયત જોવી હોય તો મા થાકીને વેલી સુઈ જાય ત્યારે તેનું મોઢું જોવું. તમને એમ થશે કે સવારે થી જ મા ને બધી ખુશી આપી દવ, પણ થોડી વાર માં જ મોબાઈલ માં મેસેજ આવે "બાબુ ને ખાના ખાયા ? " અને મા આખી ભુલાય જાય.

Read More

પ્રયત્નો ખોટા છે મારા, તને ભૂલવાના..
જેમ જેમ યાદ કરું તને, એમ આ ભવ ભવ્ય લાગે..
- સંદીપ તેરૈયા

જેમને પ્રેમ મળ્યો તેમણે પત્રો લખ્યા..
જેમને પ્રેમ ના મળ્યો તેમણે પુસ્તકો લખ્યા.