The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખોવાયું મારાથી એ પાનું, ટાક્યું હતુ જ્યાં તારું સરનામું. આવી બેઠું આંખોમાં ખૂણે, આસું સાલું આ છાનુંમાનું. થાશે ક્યારે ભાઇ થપ્પો આપણો છૂપાછૂપી બસ છે રમવાનું સુખ કે પીડા કાયમ ના હોય, એ ગીત ખુશીનું ગણગણવાનું. એ પળ આવી ચડશે તુરંત છોડી સઘળું ચાલી જાવાનું શ્રેયસ ત્રિવેદી #kavyostav -2 #prem
વાંચશે તું ચંદ પુસ્તક, આપશે આનંદ પુસ્તક. આ ૪જીના સમયમાં, લાગશે જરા મંદ પુસ્તક. દૂર કરશે અંતરમનમાં, ઊમટતા બધા દ્વંદ પુસ્તક. ગીત ગઝલ કવિતામાં, સમાયો તે છંદ પુસ્તક. નિત નવું જ્ઞાન આપીને, બનશે તારા નંદ પુસ્તક. સંતાયેલું જ્ઞાન નીકળે, ખરેખર છે કંદ પુસ્તક શ્રેયસ ત્રિવેદી
निकलता हूँ बस्ता लेकर जाने किसकी तलाश मे मिल जायेगा किसी दिन ऐसी एक आश मे जितना पीता हु उतनी बढती ही जाती है पता नहीं क्या जादू छिपा है इस प्यास मे मिल नहीं पाता प्रियजनों से समय पर सोचता हूँ और क्या बाकी है सर्वनाश मे रंग बदल जाते है सबके आजमा ने पर जो दिखा है अँधेरे मैं वो अलग है प्रकाश मे इतना भी मत गवां देना 'होश' कभी भी मिला ना पाए कभी जो होता है आसपास मे श्रेयस त्रिवेदी
શરમાતી આંખ જોઈએ હિંમત અમાપ જોઈએ. લડી લઈશું એમાં શું? મુશ્કેલી તું નાખ,જોઈએ ઉડવા બુલંદ ઇરાદારૂપી નાની એવી પાંખ જોઈએ થવા મૂલ્યવાન જગમાં કિંમતી સાખ જોઈએ ક્ષણે ક્ષણે ઉત્સવ 'હોશ', ચાલ,જિંદગીને ચાખ જોઈએ. શ્રેયસ ત્રિવેદી
સોનેરી દિવસોની સ્મરણયાત્રા - હકો એનું નામ હકો પાડેલું. સાચું નામ તો કોને ખબર?ખબર નહિ ક્યારથી એ સાથે હતો કોણ લાવ્યું હતું. આમ તો કે'વાય સાવ સામાન્ય રમકડું.સાવ સામાન્ય રમકડું. દેખાવમાં કહું તો જિરાફ જેવું લાગતું. જોકે ત્યારે જિરાફ જોયેલું નહીં. કેસરી રંગ હતો.એકદમ લાબું ગળું લીલી આંખો અને તેમાં ડોળા ઉપર,એકદમ આંખોમાં અચરજનો ભાવ.જેમ બે પગ રાખીને શેરીનો કૂતરો બેસે તેવી રીતે બેસેલું.મોઢું પાછું સિંહ જેવું લાગતું. એકદમ સીધા અને લાંબા કાન અને ચેહરા પર સ્મિત. એકંદરે કહું તો જિરાફ જેવું દેખાતું. મને યાદ નથી ક્યારે આવ્યું? કોણ લાવ્યું? પણ મને ખૂબ ગમતો.સરસ મજાનો લીસ્સો લીસ્સો.હાથમાં પકડી રમવાની મજા આવે. હું તો ખૂબ રમતો તેની સાથે,કેટલી બધી યાદો જોડાયેલી છે. તેની ગણતરી કરવી મુશ્કેલ છે. બધા રામકડાઓમાં મારુ પ્રિય હતું. આમ તો નાનપણથી જ મને ક્રિકેટનો શોખ છે. હકાને હાથમાં લઈ પ્લાસ્ટિક કે રબરના દડા સાથે ખૂબ ક્રિકેટ રમેલો.મારો ભાઈ ગૌરવ પણ ક્રિકેટનો ખૂબ શોકીન. અમારી રમતમાં તેને પ્રાધાન્ય રહેતી. બધા રમકડાંઓને બે અલગ અલગ ટીમમાં વહેંચી નાખવના. પછી બંને ટીમની બોલિંગ અને બેટિંગ આવે. બેટિંગમાં દરેક રમકડાં બેટ્સમેન બને અને બોલ તરીકે સોડાબોટલનો બીલ્લો અથવા ગોળી રહેતી. પછી જે મજા આવતી ક્રિકેટ રમવાની તે વાત જ અલગ હતી. તેમાં હકો હંમેશા કેપ્ટન બનતો અને ફાટકાબાજી કરતો. આમ ખૂબ રમ્યા અને એકદમ સોનેરી યાદો. તે સમયે નાની બેન રાધા કાદમ્બરી સાથે અન હકાને લઈને ઝઘડો થતો. તેને પકડી ખેંચાખેચી થતી અને તૂટી ના જાય તેટલે છોડી દેવો પડતો મારે જ ને વળી. આવી તો અનેક યાદો જોડાયેલી છે કેટલી છે એ પણ યાદ નથી. એમ કહેવાય છે કે જેનો આરંભ છે તેનો અંત નક્કી છે. આ અંત સમય ખૂબ દુઃખ આપે છે. ભલે ને હકો એક રમકડું હતું પણ એક જીવંત સભ્ય હતો.ધીમે ધીમેં તેની ઉમર થઈ,તેના શરીરમાં તિરાડો પડવા માંડી. ક્યાંક ક્યાંકથી શરીર ઉખાડવા માંડ્યું. તે સમયે તેની આ હાલત જોઈ ખૂબ દુઃખ થતું. મેં ઘણી કોશિષ કરી કે પેલા જેવો કરી દઉં. પણ અફસોસ બેકાર ગઈ બધી. સચવાય તેટલો સમય સચાવ્યો પણ આખરે એ સમય આવી ગયો.જ્યારે તેને વિદાય આપવી પડી. તે સમયે આખો ભીની થઈ ગયેલી. લગભગ મારા જન્મથી હું ૧૫ વર્ષનો થયો ત્યાં સુધી સાથ નિભાવેલો આવો સાથ આજકાલ કોણ આપે છે? હા એક ફોટો છે અમારા બંનેનો સાથે જે તેની યાદ સદા જીવંત રાખે છે. આજકાલના બાળકોને રમકડાં છોડી મોબાઈલમાં ખુપેલાં જોઈ દુઃખ થાય છે કે એ સુવર્ણ દિવસો ક્યાં ગયા. આપણે બધાના તે સમયે કોઈને કોઈ આવા પ્રિય રમકડાં હતા. તેને દિલોજાનથી એક જીવંત વ્યક્તિની જેમ સાચવતા અને પ્રેમ કરતા. આજે આવું નથી રહ્યું કેમ જે પેઢીએ આ કર્યું છે તે જ કેમ પોતાના બાળકોમાં આ રોપી નથી શકતી. એક મંથનનો વિષય તો છે જ. કાંઈ નહીં અત્યારે તો આવા કોઈ રમકડાં સાથેની યાદને વાગોળીયે અને બચપનના એ સોનેરી સમયમાં સફરનો આનંદ માણીયે. શ્રેયસ ત્રિવેદી
સોનેરી દિવસોની સ્મરણયાત્રા - ૨ પેટી. કદાચ આ શબ્દ હવે વિદ્યાર્થીઓ અને શાળામાંથી લુપ્ત થતો જાય છે.કોઈને ખ્યાલ પણ નહીં હોય કે એક સમયે પેટી વિદ્યાર્થીઓ પણ ઉપયોગમાં લેતા. એ દિવસો ગયા હવે. મને શરુવાતના સમયમાં તો નહિ પણ છઠ્ઠા ધોરણ પછી પેટીની આકર્ષણ થયેલું અને ઈચ્છા પણ થઈ કે એક પેટી હોય તો મજા પડી જાય. એવું ના હતું કે દફતર ના હતા પણ આ પેટી તો કંઈક અલગ જ આકર્ષણ ધરાવતી. એલ્યુમિનિયમમાંથી બનેલી સફેદ ચકચકિત,ક્યાંય પણ કઈ ડાઘા નહીં. ચાંદની રાતે સફેદ રણ દેખાય તેવી લાગે. હેન્ડલ પણ તેવું જ. બધા પુસ્તકો નોટબુક મૂકી પાછું તાળું મારી દેવાનું. કેમ કે જાણે અમૂલ્ય ખજાનો સમાયો હોય. સાઈકલની પાછલી કેરિયરમાં મૂકી ને એય સાઈકલ મારી મુકવાની. દફતરની જેમ ખંભે રાખવાની જંજટ જ નહીં.તેમાંય વરસાદના સમયમાં તો ભાઈ મોજ એ મોજ એ કંઈ પલળે જ નહીં. જોકે તેના માટે પેટી બધી બાજુએ થી ચપોચપ બંધ હોવી જોઈએ બાકી સત્યાનાશ થઈ જાય. મારી પાસે પણ એક સરસ પેટી હતી. ખૂબ સાચવીને વાપરતો. કોઈ ડૉક્ટર કે મોટા અધિકારી જેમ તેની એટેચીને લઈ ઓફિસે કે દવાખાને જતા તેવી અનુભૂતિ થતી પેટીને લઈ શાળાએ જતા.અનેકવિધ ઉપયોગો અને પાછો વટ જુદો.ક્યારેક મારામારી થઈ જાય ત્યારે બચાવ કરવા માટે પણ કામ આવે. બે વર્ષ જેવો ઉપયોગ કરેલો નિશાળે લઈ જવા પછી બિચારી તૂટી ગઈ અને પછી પણ ઘરે વધારાનો સમાન રાખવા ઉપયોગ કરતો. એક સમય આવ્યો કે કમને પણ ભંગારમાં જવા દેવી પડી.શું થાય? જ્યારે આયુષ્ય જ પૂરું થઈ જાય ત્યારે. શું એ દિવસો હતા?આજકાલના છોકરાઓને જોઈએ તો કેટલી બધી સુવિધાઓ છે તો પણ ખુશ નથી અને આપણે આવી નાની નાની વાતમાં ખુશ થઈ જતા.ગમતું દફતર કે પેન મળી જાય તો પણ દિવસો સુધી સાતમા આસમાને ફરતા. ખુશી એ વસ્તુ નહીં પણ અંદરનો આનંદ છે ઉમળકો છે. જ્યારે નાની નાની વસ્તુમાં ખૂબ ખુશી મળતી એવા હતા એ સોનેરી દિવસો. શ્રેયસ ત્રિવેદી
वैसे तो सुकून ढूँढतें है। उसके लिए खून ढूँढतें है। दबा हुवा रखें है सदा, अक्सर वो जुनून ढूँढतें है। बनने से पेहेले साहब, खुद का प्यून ढूँढतें है। बच के निकला जाये ऐसा कानून ढूँढतें है। खो चुके है खुद ब खुद बचपनका वो गुण ढूँढतें है। 'होश' संभाले रखना बस हमलावर हूण ढूँढतें है। श्रेयस त्रिवेदी
खुद को वो यूँ इस कदर ढूँढतें है। जैसे कोई खास नज़र ढूँढतें है। बेचेनी छलक रही है इतनी देखेते, पल पल के लिए वो सबर ढूँढतें है। तलाश करते गाँव की शहर में रहते और गाँव में आकर शहर ढूँढतें है। भीड़ मैं खों जाना फितरत बन सी गई, अपने आप को ही अक्सर ढूँढतें है। चले जा रहे इस सोच में मिल जाये जिन्दगी की वो सही डगर ढूँढतें है। है तू बंजारा समजले सही होगा दोस्त चार दिनों के लिए क्यू बसर ढूँढतें है। - श्रेयस त्रिवेदी #hoshnama
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser