Quotes by Shivam Tailor in Bitesapp read free

Shivam  Tailor

Shivam Tailor

@shivamtailor7384


પશ્નો ચાર-ઉત્તર ઍક


એકવાર સભામાં અક્બરે પૂછયું : મેં એક દોહરો સાંભાળેલો છે તેમાં કહ્યું છે કે –
પાન સડે ઘોડા અડે,વિધા વિસર જાય,
ચુલા પર રોટી બળે કહો તમે કેમ થાય?
પાન શાથી સડી જાય ?
ઘોડો શાથી અડીયલ બને ?
વિધા શાથી વિસરી જવાય ?
ચુલા ઉપર રોટલી શાથી બળી જાય?
આ ચાર પ્રશ્નોનો એક્જ ઉત્તર કહો.
બધા વિચારમાં પડ્યા.કોઈને કશો ઉત્તર સુજ્યો નહિ.
અકબરે બિરબલ સામે જોયુ એટલે બિરબલ બોલ્યો :
’ફેરવ્યા વિના.’
ફેરવીએ તો પાન સડી જાય .
ફેરવીએ નઈ તો ઘોડો આળસુ અને અડીયલ બની જાય.
ફેરવીએ નઈ વિધા પણ ભુલાઈ જવાય.
ફેરવીએ નઈ તો રોટલી પણ બળી જાય.
બિરબલનો બુદ્ધિભર્યો ઉત્તર સાંભળી બધાએ આનંદ વ્યક્ત કર્યો.
અકબર પણ તેના ઉત્તર થી પ્રસન્ન થયો.

Read More

_*માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની જાહેર રાષ્ટ્રીય અપીલ ને માનમા 🤝 શિવમ ટેઈલર 🤝
*અમરેલી*
22.3.2020 રવિવાર ના રોજ દુકાન બંધ રાખી રાષ્ટ્રીય સેવામાં જોડાશે
તો મારા દરેક મિત્રો ભાઇ ઓ ને પણ આ રાષ્ટ્રીય સેવા મા જોડાશો એવી અમારી દિલ થી વિનંતી છે
લી. શિવમ ટેઈલર
અમરેલી
. પટેલ કોલોની ધારી રોડ
. નયન પરમાર (શિવમ ટેઈલર).

Read More

પુરી દુનિયા જીતી શકાય છે સંસ્કાર થી અને જીતેલુ પણ હારી જવાય છે અહંકાર થી..

*સામાન્ય લોકો* - મને ટોયલેટ જવું છે.

*કવિ લોકો !*
મલકાય છે પેટમાં કોઈ લહેર એવી,
લાગે છે એને કોઈ કિનારાની તલાશ છે..😅

Read More

જેમ રણ વચાળે મીઠું કોઈ સરવર મળે,
સળગતી આ સાંજે તારું એક સ્મરણ મળે
લાખ વેદનાઓ વચ્ચે ય, આ બે હોઠને,
ખરી પડતા સ્મિતનું વ્યાજબી કારણ મળે
જેમાં તને અને માત્ર તને શીખી શકાય,
જિંદગીનું એવું કોઈ, મને વ્યાકરણ મળે
આખીય દુનિયા હવે વામન લાગી રહે,
નજર જરાક હટે તો થોડું વિસ્તરણ મળે
બંધન ચાર દીવાલોનું તો જ પસંદ છે,
સ્મરું તને તો પડઘાનું વાતાવરણ મળે
હુંય કોઈ સ્વપ્નિલ મૃગજળમાં ડૂબી જાઉં
જો તારી અફાટ આંખો સમું એક રણ મળે

Read More

*દુનિયા નું સૌથી સારૂ પુસ્તક ખુદ આપણે જ છીએ, પોતાને સમજી લ્યો એટલે બધી જ સમસ્યા નું સમાધાન થઈ જાય..

*પુસ્તક" ની જેમ "વ્યક્તિઓને"*
*પણ વાંચતા શીખવું પડશે* *સાહેબ...*
*કારણ કે પુસ્તકો*
*"જ્ઞાન" આપે છે*
*અને વ્યક્તિઓ "અનુભવ".*

શિવમ

Read More

તારી યાદ

ખબર નથી એને હું શું કહી ગયો,

પ્રેમ મારો આંસુ ની ધાર માં વહી ગયો.

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મેં,

જયારે એને બીજો જીવનશાથી મળી ગયો.

બીલકુલ ન હતો ગમ તૂટવાનો હૃદય માં,

બધું જ હું ચૂપચાપ સહી ગયો.

સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉં છું એને,

બાકી તો જીવતો જ સાગર માં ડૂબી ગયો.

મિત્રો ના સાથ માં હસી લઉં છું જરાક હું,

નહીતર મારું દર્દ તો હું ચૂપચાપ જ પી ગયો.

રડાવી જાય છે ક્યારેક એની યાદ મને,

કારણ કે મારો પહેલો પ્રેમ અધુરો જ રહી ગયો.....

Read More

*લોકો ને સન્માન આપવું એ એક પ્રકાર નું રોકાણ છે*...

*જે હંમેશા*,,,

*ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પરત મળે છે*....

મૂર્તિને દિવા કરવાની જરૂર નથી,
કોઈનું દિલ ના બળે એનુ ધ્યાન રાખો તો સમજો.,
પૂજા થઈ ગઈ !