Quotes by ડૉ. જીજ્ઞેશ લાઠીયા ll પ્રલય ll in Bitesapp read free

ડૉ. જીજ્ઞેશ લાઠીયા ll પ્રલય ll

ડૉ. જીજ્ઞેશ લાઠીયા ll પ્રલય ll

@shivamsanjivanigmail.com002745


તું કહે તો સમજાવું
બાકી મને તો ખબર જ છે
કે એ મારૂ કશું માનવાની નથી!
ભૂલી જવાતું હોય છે
સંસ્કાર વિવેક સઘળું
પ્રેમમાં પાગલ થયા પછી!

Read More

બધી જ વાર તવારીખ લખાયેલો સાચો જ હોય છે એવું નથી હોતું! આંસુ તો એક બહાનું હોય છે બતાવવાનું, એવું પણ હોય છે!!

-પ્રલય કલગી

Read More

ચોવીસ કલાક ઝળહળું છું દિપક થઈને, લોકોને લાગે છે, હકીકતમાં ભીતરથી ખુબ બળું છું, મને ખબર છે! જાણું તો બધું જ છું, પરંતુ હંગામો નથી કરતો કદી હું જીંદગીના પથ પર, કારણ કે સૌના કરમ સૌ ભોગવે છે, એ પણ જાણું છું હું!!

-પ્રલય કલગી

Read More

બીજાને ખરા સમયે મદદ કરનારા, નિખાલસ સ્વભાવવાળા, અને વફાદાર, આ ત્રણ પ્રકારના લોકો સત્ય હોવા છતાં સમાજમાં નાપાસ થાય છે. ખરા સમયે મદદ કરનારને લોકો પોતાના અહંકારથી ભૂલી જાય છે. નિખાલસ માણસનો લોકો બહું લાભ ઉઠાવે છે. અને વફાદાર જો ધન હોય તો બહું પ્રોબ્લેમ નથી આવતો, નહિતર લોકો સમય આવ્યે એને પણ ઠેસ પર ચડાવે છે.
🔷ડો . જીજ્ઞેશ લાઠીયા ||પ્રલય||🔷

Read More

આકાશની સામે જોઈને, એક જ વિચાર આવે છે, આ વરસાદી માહોલમાં, કે ત્યાંય વીજળીના ધડાકાઓ થાય છે, શાંતિ લેવાની ત્યાં પણ કોઈને ખબર ક્યાં છે!

-પ્રલય કલગી

Read More

દીવડો સાવ અમસ્થી નથી પેટાવીને બેઠી હું વર્ષોથી!
હજુએ ઉમ્મીદ જાગે છે ભીતર, કે પીગળીને વહેતુ મીણ જખમ ઢાંકી દેશે લકીરના!!

-પ્રલય કલગી

Read More

અગર વરસાદ આસમાનમાંથી
વરસવાનું છોડી દે,
તો ચિંતા ના કરીશ,
આભ સામે જોઈને વરસતી જ હોય છે
ખેડૂતની આંખો!

તું ચાલીને આવતી હો મારા તરફ,
લાગે દોડીને વાદળી આવી રહી,
ને એમ પણ લાગે મને કલગી,
કે હમણાં જ વીંટળાઈને
વરસી પડીશ તું ધોધમાર!
બસ આવી જ તમન્નામાં હજુ પણ
ભીંજાયો નથી કદી!

Read More

ફુરસદ મળે તો ખોલજે હ્રદયની બારી,
મારાય ધબકાર તારા ધબકાર સાથે ધબકવા આતુર છે કલગી...

-SHIVAM SANJIVANI

તું ખરેખર મારી જ ક્યાં છો,
ને એમ પણ તું ખરેખર તારી પણ ક્યાં છો!
તું આંખે આખી એ ડાળની કોયલ,
કે જ્યાં તું બસ, ટહૂકી રહી છો,

Read More