The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મિત્રો હવે થાકવા લાગ્યા છે કોઈનું પેટ નીકળી ગયું છે તો કોઈના વાળ ખરી રહ્યા છે. બધા પર મોટી જીમ્મેદારી છે. બધાને નાની મોટી બીમારી છે. દિવસભર જે ભાગદોડ કરતા હતા એ ચાલતા ચાલતા પણ થાકવા લાગ્યા છે. હા, આ હકીકત છે કે બધા મિત્રો થાકવા લાગ્યા છે. ફુરસત કી સબકો કમી હૈ આંખો મે અજીબ સી નમી હૈ. કિસી કો લોન કી ફિક્ર હૈ તો કિસી કો health કા જિક્ર હૈ. કાલે જે પ્રેમથી પત્ર લખતા આજે એ વીમા ના ફોર્મ ભરવામાં વ્યસ્ત છે. પણ આ હકીકત છે કે બધા મિત્ર હવે થાકવા લાગ્યા છે...
ગમી એ પણ જાય છે જે કિસ્મત માં નથી હોતું. અને મળી એ પણ જાય છે. જેને સપના માં પણ વિચાર્યું નાં હોય. -Ajay Kamaliya
તારું રૂપ નહી..તારી લાગણી ગમે છે... તારી આંખો નહિ એમા ઉભરતો પ્રેમ ગમે છે. તારા હોઠ નહીં એમાંથી બોલેલા શબ્દો ગમે છે. મને તું નહીં બસ તુંજ ગમે છે..!! -Ajay Kamaliya
*ચા એ ભૂલાવ્યું શિરામણ* *બીડી એ ભૂલાવ્યો હોકો,* *ટોપી એ ભૂલાવી પાઘડી* *છત્રી એ ટાળ્યો ધોકો !* *મામો ગોતે ખીજડો* *મદારી ગોતે ઘોઘો,* *ભૂત ગોતે પીપળો* *ચોર ગોતે મોકો !* *સાસુ એ ભુલાવ્યા સગપણ* *વહુ એ ભૂલાવી બા,* *સાળા એ ભૂલાવ્યો ભાઈ* *એટલે કહું પરણ માં !* *ડેલીએ બેસી ચોવટ કરે* *કરે એ પારકી પંચાત,* *આમાં સાસુવહુને ક્યાંથી ભળે* *ડોશીએ વાળ્યો દાટ !* *વાહને ભાંગ્યા ટાંગા* *ને મશીને ભાંગ્યા હાથ,* *અડધી રાતનાં ઉજાગરા* *ને ટીવીએ વાળ્યો દાટ !* *રગડાએ ભૂલાવ્યો રોટલો* *દારૂએ ભૂલાવ્યુ દૂધ,* *વ્યસનમાં આખા ઘેરાય ગયાં* *આમાં ક્યાંથી લાગે ભૂખ !* *સાસુને કોઈ ગણે નહીં* *સાસરાનું તો હાલે નહીં કાંઈ,* *ધણી બિચારો શું કરે* *ઓલી વહુ કયે એમ જ થાય !* *ખાવાનું કોઈ પૂછે નહીં* *ને પાણી કોઈ ન પાય,* *અહીં કોઈ કોઈનું નથી* *એ તો એંસી વર્ષે સમજાય!* *ચપટીક મૂઠી જારની* *એ લઈને મંદિરે જાય,* *પછી કરતાલ પર કાઢે બળાપો* *એમ પરભુ ક્યાંથી રીઝાય !* *દિકરી અને ગાય* *એ તો દોરે ત્યાં જાય,* *પણ માથાભારે હોય તો* *કાયમ માથું મારીને ખાય !*
ક્યારેક હું તને સમય ના આપી શકું તો તું મારી રાહ જોઈ લેજે. ક્યારેક હું તને સાચવી ન શકું તો તું ધ્યાન રાખી લેજે. કેમ કે દૂર રહીને પણ હું તને જ પ્રેમ કરું છું અને હંમેશા તને જ કરીશ બસ એટલું યાદ રાખી લેજે... -Ajay Kamaliya
જિંદગી ની 'દોડ' જ અજીબ છે, જીતી જઈએ તો 'આપણા પાછળ છૂટી જાય છે, અને હારી જઈએ તો આપણા જ પાછળ 'છોડી' જાય છે.... -Ajay Kamaliya
ક્યારેક ચાહવા છતા તમે કશું કરી શકતા નથી, એ તમારી ભૂલ નથી પણ તમારી નબળાઈ છે!!.
હા મને ગમે છે તારી સાથે દિવસ રાત વાતો કરવું, કારણ કે તે વાતોનું મહત્વ નથી તે યાદોનું મહત્વ છે. હા મને ગમે છે મોડી રાત સુધી તારા જ ખ્યાલોમાં ખોવાવું, કારણ કે એ ખ્યાલમાં તારું રૂપ મારું મન મોહી લે છે. હા મને ગમે છે તારી આડીઅવળી અર્થહીન વાત પર હસવું, કારણ કે તારા ચહેરા પરની સ્માઈલ જ મારી ખુશીની નિશાની છે. હા મને ગમે છે તારા લાંબા લાંબા રેશમી વાળ, કારણ કે તેની સુગંધમાં હું મદમસ્ત થઈ જાવ છું. હા મને ગમે છે તારા પાતળા અને ધનુષ આકારના રસીલા હોઠ, કારણ કે તેની સાથેનો મેળાપ મારા બધા દુુઃખોને દૂર કરે છે. મને ગમે છે તું તારી દિલની વાતને આંખોથી રજૂ કરે છે એ, કારણ કે તારા હર એક અહેસાસ માં મને પામવાનો ખ્વાબ છે. હા મને ગમે છે તારી હર એક અદાઓ પર ફના થઈ જવું, કારણ કે તારી એક ઝલક જોવા માટે હું પાગલ થઇ જાવ છું. હા મને ગમે છે તારી રાહ જોવાનું તું આવે કે ન આવે તો પણ, કારણ કે મને ખબર છે તું ગમે ત્યારે આવીશ તો મારી પાસેજ. હા મને ગમે છે તું જ્યારે મારી જોડે હો ત્યારે રડે છો, કારણ કે માણસ ત્યારે જ રડે જ્યારે સામે કોઈ દુઃખને સમજનાર હોય. હા મને ગમે છે તારો મીઠો કોયલના ટહુકા જેવો સ્વર, કારણ કે તારો એ મધુર સ્વર મારી બધી જ ગમગીની દૂર કરી દે છે. હા મને ગમે છે કેનવાસ પર પીંછીથી તારી તસવીર બનાવવી, કારણ કે મારે તારા બ્લેક એન્ડ વ્હાઈટ જીવનમાં રંગો પૂરવા છે. હા મને ગમે છે તને હૈયે સ્થાપી, હૃદયમંદિરમાં રાખી નિત્ય તને પુજવું, કારણ કે માં પસી જો કોઈ સ્ત્રી મારી લાગતી હોય તો તે તું જ છો. હા મને ગમે છે... .........
પ્રેમની આ ટૂંકી મુસાફરીમાં ઘણા ઉતાર ચડાવ જોયા પણ તારી સાથે જિંદગી જીવી લેવાના સપના મે જોયા
કિસીને પુસા કી લાઈફ કેસી ચલ રહી હૈ તો મેને જવાબ દે દિયા કી બુરે દિન બીત ગયે હૈ.🤗
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser