Quotes by suresh in Bitesapp read free

suresh

suresh

@savan


શબ્દોથી જ શા માટે,
મૌનની ભાષા સમજી જાય તો
માનું કે પ્રેમ છે.

પ્રત્યક્ષ તો સૌ કોઈ મળે,
આંખ બંધ કરું ને મળી જાય તો માનું કે પ્રેમ છે.

લાગણી સમજનારા ઘણા મળે આ જગમાં,
અંતરનો ભાવ અનુભવી જાય તો માનું કે પ્રેમ છે.

Read More

યે દિલ બેગૈરત સા લગતા હૈ.
જો કિસ્મત મે ના હો ઉસી સે જાકે મિલતા હૈ.

_સાવન

કિતની ભી કોશિષ કરેલ એ મેરે દોસ્ત મુજસે જુદા હોને કી,
તુજે ક્યા પતા, તું લહુ બનકર મેરી રગો મેં બહતા હૈ.

_સાવન

Read More

કિસ્મતને ભી કયા ખૂબ ખેલ ખેલા.
મેં ઉસકી જિંદગી કા હિસ્સા બનને નીકલા થા.
પર અફસોસ કિસ્સા બનકર રહ ગયા.
_સાવન

Read More

"શરૂઆત કરવી છે."

કોઈ પૂછે તો એક વાત કરવી છે.
ચાંદનીની રાતે અમાસની વાત કરવી છે.

ગળામાં ડુમો બાઝ્યો છે જાળાની માફક,
દુઃખી હૃદયે ગઝલની રજૂઆત કરવી છે.

કોઈ સમજ્યું ન સમજ્યું એ વસવસો નથી,
બીજાને સમજી ન શક્યો,હવે શરૂઆત કરવી છે.

"ગામના મોઢે ગળણા ન દેવાય" એ જાણું છું છતાં,
મારું જ અપમાન શાને થયું, એ વાત કરવી છે.

માનવ મનમાં ફૂલો રોપતો રહ્યો "સાવન",
પોતાનો જ બાગ ઉજાડયો, બસ એ જ વાત કરવી છે.

_સાવન

Read More

કોઈ પૂછે પ્રેમ શું છે?
તો હું કહું,

પ્રેમ મોરપંખ છે જે કૃષ્ણના મસ્તક પર શોભે છે.

પ્રેમ વાંસળી છે જે કૃષ્ણના અધર પર વાસ કરે છે.

પ્રેમ રાધા છે જે કૃષ્ણને મળવા વ્યાકુળ છે.

પ્રેમ મીરા છે જે કૃષ્ણના લીન છે.

અંતે પ્રેમ એટલે
કૃષ્ણ કૃષ્ણ બસ કૃષ્ણ.
- સાવન

Read More

તને યાદ કરવા કોઈ કારણની જરૂર નથી,
કેમ કે તું મારી એ યાદ છો,
જે દિલથી ક્યારેય નથી જતી.

- સાવન

"પપ્પા"
જો ઉડવું હોય મારે,
તો મારા મનનું ખુલ્લુ આકાશ.

જો પુરા કરવા હોય સપના,
તો મારા અધુરા સપનાનો ઉજાસ.

જો મુશ્કેલ હોય જિંદગીની સફર,
તો સફરમાં ફેલાવે પૂનમનો પ્રકાશ.

માંગવાથી તો બધું મળે આ જગતમાં,
વણ માંગે આપે મારા પપ્પા છે ખાસ.

જો કોઈ કહે મુજને શું છે તારી પાસ,
તો કહું ઈશ્વર સમ પપ્પા છે મારી આસપાસ.

@સાવન

Read More

આંખ અને નસીબનું કનેક્શન પણ અજીબ છે,
આંખને જે વ્યક્તિ ગમે તે નસીબમાં હોતી જ નથી.
- સાવન

ક્યારેક બધું કહેવા માટે શબ્દો નથી હોતા.
બસ દિલમાં ઈચ્છા એવી હોય છે,
કે કોઈ સમજે, કોઈ સાચવે, કોઈ સંભાળી લે.

સાવન

Read More