Quotes by Sachin Sagathiya in Bitesapp read free

Sachin Sagathiya

Sachin Sagathiya Matrubharti Verified

@sachin99
(1.2k)

"વેલકમ ટુ માર્વેન" ફિલ્મ સમીક્ષા માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19904323/welcome-to-marwen

epost thumb

મારી વાર્તા "યૂહીં કોઈ છોડકર નહિ જાતા" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19903799/yuhi-koi-chhodkar-nahi-jata

કહાની છે વિજયની. વિજય પહેલી વખત તેના જીવનમાં ગર્લફ્રેન્ડનો અનુભવ કરે છે. દુખની વાત એ છે કે આ અનુભવ લાંબો સમય ચાલતો નથી. જેટલી ઝડપથી તે તેની ગર્લફ્રેન્ડને મળ્યો હતો એટલી જ ઝડપથી બંને દૂર થઇ જાય છે. વિજય આ બ્રેકઅપને ક્યા અર્થમાં લે છે? પોઝીટીવ કે નેગેટીવ? આ સવાલનો જવાબ આ સ્ટોરી છે. હું નથી જાણતો કે આ સ્ટોરી તમને કેવી લાગશે? પણ મેં મારી આવડત પ્રમાણે કોઈના જીવનના એક ભાગને આ સ્ટોરી દ્વારા રજૂ કરવાની કોશિશ કરી છે.

વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો.
https://www.matrubharti.com/book/19885817/breakup-beginnig-of-self-love-1

Read More

ગુનેહગારો કી દુનિયામે આકે હમભી ગુન્હા કર બૈઠે,
કૈસી પાઇથી ઝિંદગી, કૈસી તબાહ કર બૈઠે.
-શાહબુદ્દીન રાઠોડ

Read More

બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર

              મિત્રતા એક પવિત્ર સંબંધ છે. આ એક માત્ર સંબંધ એવો છે જેની કોઈ એક્સપાઈરી ડેટ નથી આવતી. ખાસ વાત તો એ કે આ સંબંધને છૂટાછેડા નથી અપાતા.
                 મિત્રતા ફક્ત બે જીવંત વ્યક્તિ વચ્ચે હોય એવું નથી. પશુપંખી સાથે પણ ગાઢ મિત્રતા હોઇ શકે એ વાત કેશોદના હરસુરભાઈ ડોબરિયાએ સાબિત કરી બતાવી છે. તેમણે પોતાની અગાસી પર પક્ષીઓને ચણ આપવા એક અદભુત વ્યવસ્થા કરી છે. તેમને ત્યાં દરરોજ ત્રણ હજાર જેટલા પક્ષીઓ આવે છે. હરસુરભાઈ તેમની વગર રહી નથી શકતા અને પક્ષીઓ પણ તેમના વગર નથી રહી શકતા. અને ઇતિહાસમાં નજર કરીએ તો મહારાણા પ્રતાપ અને ચેતકની મિત્રતા જોઈ શકાય છે.

Read More

દરેક માણસ દિલથી ખરાબ નથી હોતો,
દરેક માણસ બેવફા નથી હોતો,
ઓલવાઈ જાય છે દીવો ક્યારેક તેેલની કમીને લીધે,
હંમેશા વાંક હવાનો નથી હોતો.

Read More

સાવ અધ્ધરતાલ ન શોધો કે સદ્ધર કોણ છે?
ઝેરનો પ્યાલો લઈ પૂછો કે શંકર કોણ છે?

રૂબરૂ ખુદને મળીને મેં મને પૂછી લીધું,
હું અરીસા બહાર ઉભો છું તું અંદર કોણ છે?

હું નથી સેહજાદો, તું દાસી નથી ને તે છતાં,
આપણી વચ્ચે આ જલાલુદીન અકબર કોણ છે?

હું અને તું, મીણબત્તી, ફૂલ અને મારી ગઝલ,
બોલ પાંચે પાંચમાંથી સૌથી સુંદર કોણ છે?
 
અને આ ગગનચુંબી મિનારાઓ જોઈને,
કોઈ પૂછો તો ખરા કે પાયાનો પથ્થર કોણ છે?
                      - ખલીલ ધનતેજવી

Read More

ફૂલ છું હું ચાહો તો તોડી લો મને,
ફૂલ છું હું ચાહો તો તોડી લો મને,
પ્રથમ  ઘરમાં જોઇ લો ફૂલદાની છે કે નઈ.
                           -ખલીલ ધનતેજવી

Read More