Quotes by Rupal Solanki in Bitesapp read free

Rupal Solanki

Rupal Solanki

@rupalsolanki165159


🌺વાસંતી હાઈકુ 🌺

ખીલતાં ફૂલે
ગુનગુન કરતાં
ભમરાભાઈ
🌺
બગીચા મહીં
મઘમઘતાં ફૂલ
સવારે ઉઠી..
🌹
પરોઢે કળી,
પતંગિયાને જોઈ;
નીરખી રહી...
🥀
પુષ્પપ્રેમમાં ,
ઘવાયેલ ભમરો;
ગણગણતો.
😀
મહેંકી ઊઠી !
કળી ઉપવનમાં,
ફૂલ ગુલાબી.
🌷
સૂરજમુખી !
સુર્ય કિરણે સદા,
હસતી રહી...
🌻

~રૂપલ સોલંકી વાપી

Read More

ધરમ કરમ તુજ ને કરુ હું અર્પણ !
મારું તો હે પ્રભુ, છે આટલું જ સમર્પણ !

-Rupal Solanki

उनकी निगाहों ने हमें कुछ इस कदर घेर लिया था
नजरें उठाये भी तो कैसे उठाये बेक़रारी का आलम बिखेर दिया था।


-Rupal Solanki

Read More

તારાં હોવાની મુજમાં હું ક્યાં સાબિતી માંગુ છું...!
છું તરબતર ઉત્સાહમાં એ અનુભૂતિ કાફી નથી...?

-Rupal Solanki

પૈસા નથી હાથ માં તોયે હું અમીર છું...!
દોસ્તી કેરી દૌલત જો દિલ માં રાખી ફરું છું..!!!😊

-Rupal Solanki

આ ઢળતી સાંજ અને એમાં વળી તારો સાથ
આ ઢળતી સાંજ અને એમાં વળી તારો સાથ
પછી કેમ ચાયની ચુસ્કી લઉં ને કેમ ગાંઠિયા ભણી જોવાય...?

-Rupal Solanki

Read More

લેખન નો શોખ ત્યારે જ જાગતો થયો જ્યારે મારાં દરેક શબ્દોને એ નકારતો રહ્યો.😔


-Rupal Solanki

દુઃખને ખુદની અંદર કેદ કરવું છે.
સુખ ને દુઃખ કરતા વધારે સતેજ કરવું છે.

કર્મ તણો આ કાફલો સાથે ઉઠાવી ચાલ્યા કરું...
ના સુખની શાને રમુ, ના દુઃખ તણાયે રોદણા રોવું...
વણઝારા સમા આત્માને ક્યાં એક ઠેકાણે કહેવું છે ?
દુઃખને ખુદની અંદર કેદ કરવું છે

સુખની ભરતી દુઃખની ઓટો, દુખની ભરતી સુખની ઓટો...
ભવસાગર તરવા ને કાજે, અહીં માંઝીં તણો છે તોટો...
આશાઓના હલેસા લઈને તોયે આગળ વધવું છે
દુઃખને ખુદની અંદર કેદ કરવું છે.

રામના વેગડા વેણ ક્યારેક સીતાએ પણ ખમ્યા હશે...
એટલે જ સ્વાભિમાન સાચવી, એ વગડે વગડે ભમ્યા હશે...
શીલની અગ્નિપરીક્ષામાં હવે મારે નથી ઉતરવું છે

દુઃખને ખુદની અંદર કરવું છે.
સુખને દુઃખ કરતા વધારે સતેજ કરવું છે.

~રૂપલ સોલંકી

Read More

સર્જનહાર તારી આ સૃષ્ટિમાં તેં  સમતા ક્યાં  સંતાડી છે  ? 
માનવ માં માનવ પ્રત્યે પ્રેમ કરતા વેર કેમ ભારી છે  ? સર્જનહાર તારી આ સૃષ્ટિમાં તેં  સમતા ક્યાં સંતાડી છે   ?

 ચકલી ને બોલાવી ચણ નાખતો,
 ચકલી ને બોલાવી ચણ નાખતો
 અને માણસ માંગે તો કેહતો એ ભિખારી છે
 સર્જનહાર તારી આ સૃષ્ટિમાં તેં  સમતા ક્યાં  સંતાડી છે   ?
 
 જ્ઞાનનું દાન તો સર્વોપરી તું જાણે છે
 જ્ઞાન નું દાન  તો સર્વોપરી તું જાણે છે
તો પછી આ સ્કૂલ ટ્યુશન નો ચાર્જ  કેમ આટલો ભારે  છે  ?
 
સર્જનહાર તારી આ સૃષ્ટિ માં તેં સમતા ક્યાં સંતાડી છે  ?
માનવમાં માનવ પ્રત્યે પ્રેમ કરતા વેર કેમ ભારી છે   ? 

~રૂપલ સોલંકી.

Read More