Quotes by આસ્થા... in Bitesapp read free

આસ્થા...

આસ્થા...

@rpvqusyp4982.mb


બધીજ વાતો હૃદયને સ્પર્શી જાય,એવું તો પ્રેમમાં જ શક્ય છે...!!

" તું " જાણે છે,
સુંદર એટલે શું?
પેહલો શબ્દ ફરી વાંચ...!!

#ડાયલોગ ....

" અગર તુમ મે હિમ્મત હો ઔર હજાર લોગ તુમ્હારે પીછે ખડે હો તો તુમ સિર્ફ એક હી જંગ જીત પાઓગે. લેકિન હજાર લોગોં ને યહ સોચકર હિમ્મત જૂટા લી કી તુમ ઉનકે આગે ખડે હો તો પૂરી દુનિયા જીત જાઓગે "

કેજીએફ ફિલ્મ નો આ ડાયલોગ ખરી લીડરશીપ ની શક્તિશાળી પરિભાષા જણાવે છે લીડ ફ્રોમ ધ ફ્રન્ટ એટલે કે હું કોઈ પણ નિષ્ફળતા માટે જવાબદારી લેવા સૌથી આગળ ઉભો છું.

Read More

भूले है रफता रफता उन्हें मुद्दत में हम
किश्तों में खुद खुशी का मजा हमसे पूछिए ।।

જણનારી એ જોર હવે કરવાનું નથી
પનિહારી એ પાણી હવે ભરવાનું નથી,

ઉઘાડા થઈને બાઈજી વયા આવો
મુખડાને ઘૂંઘટમાં હવે ધરવાનું નથી,

આ જુઆર અને આને કાંગ કેહવાય
રો રો બાપા! તમારે દરણું દળવાનું નથી,

ને લાજ તો તમે લાવ્યા જ હશોને?
હા બોલવાનું બધું કંઈ ડરવાનું નહિ,

મેહમાન ને મે નય આવે અચાનક
તમારે અધરાતે રોટલું ઘડવાનું નથી,

તમને જો ન ફાવે તમારી સાસુ જોડે
પતિને લઈ નોખા તમારે રડવાનું નથી,

એકદમ સ્વતંત્ર તમે ભણેલા ગણેલા
ને આપડે હળવે હળવે લડવાનું નથી,

' દેવ ' તમારી દુનિયા હાંકો તમારી રીતે
તમારી મોજમાં મારે વચ્ચે પડવાનું નથી.

દેવાયત ભમ્મર...

Read More

#ચિંતન લેખ...

*વિચારનું સમીકરણ *

મોટાભાગે બધાના જીવનમાં પરિસ્થિતિઓ અલગ અલગ આવતી હોય છે. ક્યારેક સારી આવે તો ક્યારેક ખરાબ. પરંતુ મનમાં વિચારનું સમીકરણ એવું ગોઠવાઈ ગયું હોય છે કે આપણે આપણા મનને સમજાવતા હોય કે વિચારવા તો યોગ્ય જ ઇચ્છતા હતા પરંતુ પરિસ્થિતિ એવી હતી.

ખરેખર આપણી જવાબદારી છે કે કોઈ પણ પરિસ્થતિમાં યોગ્ય રીતે વિચારવું. આપણાં જીવનને ફક્ત સાત દિવસ પાછળ કરીને જોઈએ... શું એ સાત દિવસમાં તમારા જીવનમાં નાની કે મોટી કોઈ એવી પરિસ્થિતિ આવી કે જેમાં મન થોડું ડગી ગયું હોય...! ડગવું એટલે કે થોડુ પરેશાન થવું, થોડુક ઉદાસ થવું, થોડુક અશાંત થવું...

હવે એ દૃશ્ય સામે લઈને આવો. શું થયું હતું ત્યારે ? શું પરિસ્થિતિ હતી? શું કોઈનો એવો વ્યવહાર હતો? અને ત્યારે તમારા મન એ શું કહ્યું હતું? તમારા વિચાર શું હતા? તમારો વ્યવહાર કેવો હતો ત્યારે? હવે એ જ દૃશ્યમાં ચેક કરો કે યોગ્ય વિચાર શું હોવો જોઈતો હતો?

આપણાં મનને શીખવવું જોઈએ કે જીવનમાં જો એવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે યોગ્ય વિચાર શું હોવો જોઈએ... પરંતુ આપણે વિચારવાની રીત જ એવી બનાવી લીધી છે કે આપણે વિચારને પસંદ નથી કરતા પરંતુ પરિસ્થિતિ પ્રમાણે પ્રતિક્રિયાઓ આપીએ છીએ. તો જેવી જીવનમાં પરિસ્થિતિ એવી આપણી પ્રતિક્રિયાઓ. અને જેવી બાબતો જીવનમાં બનશે એવા આપણાં વિચારો બનશે. દા. ત. એમણે મારી સાથે સારી રીતે વાત કરી તો એમના પ્રત્યે ના વિચાર સારા. માન આપ્યું, સન્માન આપ્યું તો વિચારો સારા, પરંતુ જો અપમાન કર્યું તો??? આપણી અવગણના કરી તો??? શું ખરેખર એ વ્યક્તિ વિશે યોગ્ય અને સારા વિચારો આવશે??? અઘરું છે પણ અશક્ય નથી...
બીજાની મજબૂરી નો આપણે ભાગ્યેજ વિચાર કરીએ છીએ. આપણને થયેલ દુઃખ અને અન્યાય વિશે જ કહેતા રહીએ છીએ.કોઈ પણ માણસ તરફથી આપણને દુઃખ પહોંચે ત્યારે એની સ્થિતિ નો પણ વિચાર કરવો જોઈએ...

Read More

આંસુ અટક્યું છે નયનનાં ઉંબરે...
એને નક્કી કોઈ મર્યાદા નડી છે...

નથી તું છતાં મહેક તારી ભરી છે...
અહીં રોમે રોમે ખીલી ગુલછડી છે...
તને પાંપણે કેદ રાખું છું છતાંય...
બની આંસુ તારી હયાતી દડી છે...

Read More

મનનાં ઊંડાણમાં વર્ષોના અંધારા,
ને બહાર જલ્હળતા સ્વપ્નો એવું પણ બને ...

આપણે ક્યાં પરિચિત હતા એકબીજાથી,
વીતી જાય વર્ષો ફરી અજાણ્યા એવું પણ બને...

કોણે કહ્યું નથી રહી શક્તિ જુજવાની,
અમે જન્મ્યાં જ સંઘર્ષો માં એવું પણ બને...

પ્રેમ કર્યો વહાણા વીતી ગયા,
આવે તે યાદ દરેક ક્ષણે એવું પણ બને...


અજ્ઞાત..

Read More

Happy New year✨🌺🌺 all of you 🌺🌺✨