Quotes by Rohit Jaydip in Bitesapp read free

Rohit Jaydip

Rohit Jaydip

@rohitjaydip9627


હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ!ને એમ છતાં
એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી?

આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું, એક પંખી ટહુંકી ઉઠ્યું તો લાગ્યું તું નારાજ નથી..

                                                               - મકરંદ દવે



જિંદગી માં આપણી સાથે એક ખાસ વ્યક્તિ તો હોય જ છે. પણ
એ જિંદગીભર માટે નથી હોતું.. એ ફક્ત થોડા ક્ષણો માટે જ આવે છે અને ચાલ્યું જાય છે.!
છતાં પણ એક ઉમ્મીદ હોય છે દિલમાં કે, એ વ્યક્તિ ક્યારેક તો પાછું આવશે જ.!!

ક્યારેક આપણે ફક્ત એટલુ જ વિચારતા હોઈએ છીએ કે કાશ હું એ સમય ને જીવું કે જ્યાં મારું મનગમતું વ્યક્તિ મારી સાથે હોય,  અને તેની સાથે આખી જીંદગી પસાર કરું.  પણ આ ફક્ત એક વિચાર છે જે ક્યારેય પણ પૂરો થતો નથી..

જિંદગી એક એવું પગતથિયું છે જેમાં આપડે પડી તો જઈએ જ છીએ પણ ઉભા કેવી રીતે થવું તે આપણને ખબર હોતી નથી અથવા તો આપણને એ પગથિયાં માં પડ્યા પછી ઉભા કરવા વાળું કોઈ વ્યક્તિ મળતું નથી.!!

સાથે ચાલવું અને સાથે રેહવું,  આ બંને માં ફર્ક એટલો જ છે કે
સાથે ચાલવા વાળા માત્ર આપડી સાથે ચાલે જ છે, અને એનો રસ્તો આવતા જ એ પણ વળી જાય છે. પણ સાથે રહેવા વાળા
જિંદગીભર માટે સાથ આપે છે..

આ જિંદગીમાં કોઈની રાહ જોવી અગરી છે પણ એનાથી અઘરું
છે કોઈને ભૂલી જવું અને એનાથી પણ અઘરું છે.. એ નક્કી કરવું કે એમની રાહ જોવી કે ભૂલી જવા..?

-Just એમજ  (એક વિચાર)

Read More

સમય ની સાથે લોકો બદલાતા જાય છે
તો ક્યારેક બદલાતા લોકો સમય બદલતા જાય છે.

પાંજરા માં બેઠેલા પક્ષીની જેમ
મનુષ્ય પણ એકલા થતાં જાય છે

ઘણા સબંધો જે લાગણી વડે બંધાયેલા હોય છે
તે જાણે દોરી ની જેમ તૂટતા જાય છે

વર્ષોના વર્ષો વીતી જાય છે
પણ કેટલાક સબંધો જીવંત રહી જાય છે.

હસતા લોકો પણ ક્યારેક રડી જાય છે,
તો ક્યારેક રડતા લોકો હસવાનો ઢોંગ કરી જાય છે.

કેટલાક સબંધો બનતા પહેલા તૂટી જાય છે,
તો કેટલાક તૂટેલા સબંધો ફરી જોડાય જાય છે.

સબંધો વાસણ માફક થતા જાય છે,
પ્રેમાળ સ્પર્શ ન મળતા એ પણ ખખડતા થઈ જાય છે

એક અભણ માણસ સાચું બોલી જાય છે,
તો ક્યારેક ભણેલો માણસ ખોટું બોલતો જાય છે.

Read More

જો જિંદગી માં બધું જોઇતું મળી જતું હોત,
તો પછી બીજું શું જોઈતું હોત?

-Rohit Jaydip

जमाना गुजर गया हम भी कही खो गये।
कुछ लोग अपने थे वो शायद अब पराये हो गये

उस वक़्त को याद करता हु
जहां शाम ढलते हुए दिन शुरू होता था।

आज भी शाम ढलते दिन तो शुरू होता है
पर वो बात नही जो पहले होती थी,
जहा जिंदगी जीने जैसी लगती थी।

कुछ तो है जो कही पे बदल सा गया है
वो बाते जो अधूरी रह गईं है
बस अब इंतेजार है उस पल का जो
शायद कही दूर है,पर कभी तो आयेगा।

बस इंतेजार है..!

-Rohit Jaydip

Read More