Quotes by NIDHI RUSHIKESH in Bitesapp read free

NIDHI RUSHIKESH

NIDHI RUSHIKESH

@rmk161929


આપણે આપણા ફોનમાં whatsapp facebook instagram બધામાં ટેગ કરીને સ્ટોરી અને સ્ટેટસ મુકતા હોય છે #tag આ, #tag પેલુ ને તો ચાલો હવે નવી શરૂઆત કરીએ.# હું જ બનું મારા ઘરની લક્ષ્મી. બહેનો આપણે શરૂઆત કરીશું તો લોકો આપણને સમજશે.

Read More

મારા માતૃ ભારતી ના મિત્રોને મારું કહેવું છે કે સૌરાષ્ટ્ર સમાચારમાં આવતી રસરંગ પૂર્તિ માં લઘુનવલ સ્પર્ધા છે તો પ્રયત્ન કરો અને ઇનામ જીતો હું એટલો બધો સમય નથી કાઢી શકતી કે લઘુ નવલ લખી શકું નહિતર હું પણ લખવાની કોશિશ કરું પણ જેની પાસે સમય હોય એ ચોક્કસ લખજો🙏🙏🙏🙏

Read More

આપણા સનાતન ધર્મનો એક મંત્ર છે
ઓમ...
વિદેશમાં લોકો પોતાના બાળકોને સુવડાવવા કે રડતા શાંત કરાવવા ઓમ મંત્રનો પ્રયોગ કરે છે
અને આપણી નવી પેઢીની આધુનિક મમ્મીઓ પોતાના બાળકોને જીંગલ બેલ્સ જીંગલ બેલ્સ શીખવાડે છે તો વિચારો આમાં મૂર્ખ કોણ છે?

-NIDHI RUSHIKESH

Read More

દુપટ્ટો

દુપટ્ટો વસ્ત્રસજ્જા નો એક ભાગ તો છે જ પણ એ આપણને સલામતીનો પણ અહેસાસ કરાવે છે.

-NIDHI RUSHIKESH

તમને ખબર છે આંધળો પ્રેમ એટલે શું?
તો તમે કહેશો કે કોઈ પ્રેમીપ્રેમિકા એકબીજાના પ્રેમમાં ગળા ડૂબ હોય તો એને આંધળો પ્રેમ કહેવાય છે.
પણ ના હું એ વાત નથી માનતી. આંધળો પ્રેમ આ દુનિયામાં માત્ર એક જ વ્યક્તિ કરે છે અને એ છે "મા" બાળક જ્યારે માના પેટમાં હોય છે ત્યારથી તે પોતાના બાળકને પ્રેમ કરે છે જ્યારે એ બાળકનું મોઢું પણ એને જોયું નથી હોતું. ત્યારથી તે પ્રેમ કરે છે મા તેના માટે સારું એવું વાતાવરણ ઊભુ કરે છે. બાળકને પેટમાં જ સારું પોષણ મળે તેના માટે ન ભાવતું હોય એવું પણ જમે છે અને નવ મહિના પછી એ બાળક માટે આપણા શરીરના 22 હાડકા તૂટવા જેટલું દર્દ પણ સહન કરે છે કારણ કે આંધળો પ્રેમ કરે છે.

Read More

લાખો ટીપા ભેગા થયા ત્યારે એક સમુંદર બન્યો,
એક બેવફાઈ કાફી છે સમુંદર ને આંખોમાંથી વહેવા.

ટૂંકા કપડા પહેરીને પોતાની મરજીથી જીવવાની આઝાદી બધા પાસે હોય છે પણ યાદ રાખજો સિક્યુરિટી સેલિબ્રિટી પાસે હોય છે મધ્યમ વર્ગ પાસે નહીં મધ્યમ વર્ગ પાસે કંઈ હોય છે તો એ છે ઈજ્જત અને મર્યાદા જે હંમેશા સાચવીને રાખવી જોઈએ.

Read More

એક મહિલાને સવારથી થોડું થોડું છાતીમાં દુખતું હતું. એને વિચાર આવ્યો કે કેમ છાતીમાં દુખતું હશે પાછું અચાનક થયું કે હજી રસોઈ બનાવવાની તો બાકી છે. પહેલા રસોઈ બનાવી નાખું પછી આરામ કરી લઈશ. સાંજનું કામ પતાવીને સુવાની તૈયારી કરતી હતી ત્યાં અચાનક જ પાછું છાતીમાં દુખવા લાગ્યું. તો તેને તેના પતિને કહ્યું મને છાતીમાં દુખે છે, તો પતિએ કહ્યું દવા લઈને થોડીવાર આરામ કર.
પછી તે સૂઈ ગઈ તો રાત્રે દુખાવો અચાનક જ વધી ગયો, તો એ સ્ત્રીને વિચાર આવ્યો કે હજી તો શાકભાજી સુધારવાનું બાકી છે સવારના ટિફિન માટે. બાળકોના અને પતિના કપડા પ્રેસ કરવાના પણ બાકી છે, અને ફ્રીજ સાફ કરવાનું પણ બાકી છે જો હું મરી ગઈ તો સવારે મારા બાળકો ભૂખ્યા રહેશે અને ફ્રીજ ગંદુ હશે તો લોકો શું કહેશે? કે આતો ફૂવડ હતી. એટલે એ ભગવાન મને મારતો નહી થોડાક દિવસ જીવવા દે. હું આગળના બાર દિવસનું કામ પતાવી દઉં પછી મને બોલાવી લેજે કેમકે મારા મર્યા પછી બાર દિવસ બધા લોકો અને મહેમાન આવશે. ઘર અસ્તવ્યસ્ત હશે તો કેમ ચાલશે? આ એક ગૃહિણીની કહાની છે. આને કહેવાય એક સ્ત્રીને મરવાનો પણ સમય હોતો નથી.

Read More

જિસ કી મસ્તી જિંદા હૈ ઉસકે હસ્તી જિંદા હૈ વરના સમજો વો જબરદસ્તી જિંદા હૈ.

-NIDHI RUSHIKESH

વર્ષા પ્રેમની ઋતુ છે પ્રેમીઓના દિલમાં આગ લગાડે છે
એટલી જ સ્પીડમાં ગૃહિણી ઓ ને ભીંજાતા કપડાં લેવા ભગાડે છે.😀😀😀😀😀😀😀

Read More