Quotes by Rinkal Solanki in Bitesapp read free

Rinkal Solanki

Rinkal Solanki

@rinkalsolanki232729


ખુદ ને ભૂલી ગઈ


યાદ રહ્યું બધું મને પણ
પરિવાર ની પરોજન માં
ખુદ ને ભૂલી ગઈ

બધાનું ધ્યાન બહુ સારી રીતે રાખું
વરો આવ્યો જ્યારે મારો તો
ખુદ ને ભૂલી ગઈ

બાળકો ને ભણાવ્યા ગણાવ્યા પણ
જીવનરૂપી અભ્યાસમાં હું
ખુદ ને ભૂલી ગઈ

વડીલો ની તબિયત બહુ સારી રીતે સાચવી
પણ મારી તબિયત વખતે હું
ખુદ ને ભૂલી ગઈ

ઘર ને શણગાર્યું મે મહેલ જેવું
પણ મારા દેહ ને શણગારવા હું
ખુદ ને ભૂલી ગઈ

પતિ ને પ્રેમ કર્યો દિલોજાન થી
પણ સ્વપ્રેમ ની વાત માં હું
ખુદ ને ભૂલી ગઈ

સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા મે બધાને
પણ એનો સ્વાદ માણવામાં હું
ખુદ ને ભૂલી ગઈ

બધા કે છે નારી ત્યાગ અને સમર્પણ ની મૂર્તિ કહેવાય

જો આ વાત સાચી હોય તો
અફસોસ નથી ભલે હું
ખુદ ને ભૂલી ગઈ☺️

Read More

ક્યારેક ગાઢ પ્રેમ કરતા સંબંધો
બહુ ટકતા નથી
તો ક્યારેક
પરાણે જોડાયેલા સંબંધો
ભવો ભવ સુધી બંધાય જઈ છે

-Rinkal Solanki

Read More

ઈચ્છાઓ પાછળ ભાગતા ભાગતા
તને મળવાનું રહી ગયું
'જીંદગી '

-Rinkal Solanki

કાશ હું તને યાદ કરું અને તું આવી જાય
તારા વિચારો માં હું હોઈ અને તું આવી જાય
તારા આવવાની અનુભૂતિ થાય
અને તું આવી જાય
મારું રોમ રોમ તને જંખે અને
તું આવી જાય
કાશ હું તને યાદ કરું અને તું આવી જાય.

-Rinkal Solanki

Read More

તું ખાલી યાદ તો કર!
શિયાળાની સવાર માં તને અનુરૂપ
થાય એવી સોનેરી ધૂપ થઈને મળીશ

ઉનાળા ની બપોર માં તને ઠંડક
આપે તેવો શીતળ
પવન થઈને મળીશ

ચોમાસા ની સાંજે તરવાંતર ને
ભીંજવી દે એવો
રુમાની વરસાદ થઈને મળીશ

મદુર રાત્રિ માં તને કદી ન
ભૂલાય એવું યાદગાર
સ્વપ્ન થઈને મળીશ

તું ખાલી યાદ તો કર
તારા હોઠ પર એક
હળવું સ્મિત થઈને મળીશ.

Read More

લગ્નજીવન એટલે....
સુધર્યા વગર એક જ વ્યક્તિ સાથે પૂરી જિંદગી વિતાવવી.જેમાં સુધરવા ની શરતો ન હોઈ.

-Rinkal Solanki