Quotes by Redmi 6A in Bitesapp read free

Redmi 6A

Redmi 6A

@redmi6a7064
(12)

આજ શેઠ ગિરધારી લાલ ને તેમના મેનેજરે ઠપકો આપ્યો ને કીધું શેઠ તમે નોકરો ને બહુ માથે ચઢાવો છો. જો આમ ને આમ રહેશે તો તમે એક દિવસ હેરાન થશો. શેઠે હસી ને કીધું કેમ વળી એવુ તે મેં શું કર્યું?? !!
મેનેજરે  કીધું  શું કર્યું એ તમને નથી ખબર?? 

શેઠ : ના નથી ખબર 

મેનેજર : અરે પેલા આપણા મજુર સવજી ને તેની ઘરવાળી રુપલી ને તમે દરરોજ એક કલાકે વહેલા છોડી દો છો એ. 

જો આમ ને આમ કરશો તો એ એક કલાક  નો વધારે પગાર લઈ જશે. 

શેઠ : મેનેજર સાહેબ શું તમે જાણો છો હું આવું કેમ કરૂં છું?? 

મેનેજર : મને તો શું ખબર તમે આવું કેમ કરો છો??  મને તો એટલી જ ખબર છે કે તમે શેઠ છો તમને ફાવે તેમ કરો. 

શેઠ : ચાલો હું તમને બતાવું. બેસો મારી સાથે ગાડી માં.  શેઠ મેનેજર સાથે ગાડી માં જય છે  એને મેનેજર ને બતાવે છે.  જ્યાં સવજી તેની પત્ની ને સાયકલ પર બેસાડી ઘરે જતો હોય છે  બન્ને પતિ પત્ની સાયકલ પર ગીત ગાતા ગાતા જતાં હોય છે. બન્ને થોડીક પળો કાંકરિયા ની પાળે બેસે છે  સુખ દુઃખ ની વાતો કરે છે. થોડીક વાર બેસી ને આગળ વધે છે  બજાર માં જઈને ઘર માટે જરૂરી સામગ્રી ખરીદે છે. ઘરે જઈને રુપલી એટલે કે સવજી ની પત્ની રસોઈ બનાવે છે જ્યારે સવજી તેના બાળકો પાસે બેસે છે તેમની કાલી ઘેલી વાતો સાંભળે છે .  રસોઈ થઈ જાય પછી રુપલી પ્રેમ થી બધાય ને જમાડે છે.  ને સાંજે થાકી ને રુપલી ને સવજી એકબીજા ને પ્રેમ કરતા કરતા એકબીજા માં ઓતપ્રોત થઈ સુઈ જાય છે.  મેનેજર તો આ બધું જોયા કરે છે તેમને કઈ સમજાતું નથી. તે તો શેઠ સામે જોયા જ કરે છે. 


 શેઠ મેનેજર ને ઘર સુધી મુકવા જાય છે અને બીજા દિવસે ઓફિસ ના સમય કરતા એક કલાક વહેલા આવવાનું કહે છે. . . . .  . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . . . . . . . . . . . . . . . . . . . . . . . .  . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .   . . .   . . . . .     . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
  ક્ર્મશ :

Read More

જિંદગી કેટલી સસ્તી થઇ ગઈ
નોટો આજ પસ્તી થઈ ગઈ
કોઈએ પૂછ્યું ઇટલી ને શું થયું
તો કહ્યું વિરાન મારી વસ્તી થઈ ગઈ.

Read More

ચાલો આજ પાછા પરંપરા વાદી થઈએ
hi hello છોડી નમસ્તે કહીએ,
હાથ મો ને દિવસ માં 10 વાર ધોઈએ,
એકાંત માં રહી આત્મ ને ખોળીએ,
ગરમ ઉકાળા ને ઓસડિયાં પીઈએ,
તાજા શાકભાજી ને કઠોળ ખાઈએ,
જંક ફૂડ ને બહાર ના નાસ્તા છોડીએ,
ચાલો સૌ સાથે મળી આવી રીતે કોરોના ભગાડીએ.

Read More

કશુંક કેહવાને આવ્યો છું કરગરવાને નહિ
હે ભવસાગર મને તારા માં સમાવી લેજે હું ડુબવાને આવ્યો છું તરવાને નહિ. !!

Read More

સાચ ને કોઈ દિવસ આંચ ના હોય,
ચળકતા બધા કાચ ના હોય.

સાચું શું ને ખોટું શું એમાં જ અટવાયા કરૂં છું,
હું આમ જ તારા વિચારો માં ખોવાયા કરૂં છું,
તું હોય જો દૂર તો તને જ ઝંખ્યા કરૂં છું,
ને જો હોય તું પાસે તો તને જ જોયા કરૂં છું.
હોય જો વિરહ પછી મિલન તો બસ હું એ મિલન માટે તરસ્યા કરૂં છું,
બસ હું આમજ તને પામવા ભટક્યા કરૂં છું.

Read More

હું છેતરાયો છું એનો અર્થ એ નથી કે તું મારા કરતા વધુ હોંશિયાર છો.
પણ એનો અર્થ એ છે કે મને મારા કરતા પણ વધુ તારા પર વિશ્વાસ છે.

Read More

ચાલ ને આજ કયાંક એકાંત માં મળીએ,
આ જિંદગી ની ફિકર ને બળબળતા બપોર માં બાળીએ.
કંઈક હું બોલું કંઈક તું સાંભળે,
ચાલ ને આજ કોઈ એક ગીત નવું મજાનું ગાઈએ.
બહુ મથી લીધું પૈસા કમાવા
ચાલ ને આજ મોકો મળ્યો છે તો એક બીજા નો પ્રેમ કમાઈએ.
ચાલ ને આજ કયાંક આમ જ એકાંત માં મળીએ.

Read More

આજે મેં મારા મિત્ર ને પૂછ્યું પ્રેમ ની શરૂઆત ક્યાંથી થાય?
મિત્ર કહે આંખો થી.
મેં કીધું ના. પ્રેમ દિલ થી થાય આંખો થી તો આકર્ષણ થાય.

Read More

લાગણીઓ જ્યારે જ્યારે કલમ પર ઉતારી છે ત્યારે ત્યારે કવિતા બની છે,
ને જ્યારે પિંછી પર ઉતારી ત્યારે ત્યારે ચિત્રકારી બની છે,
પણ એ દોસ્ત ક્યારેય દિલ પર ના ઉતારતો કેમકે જ્યારે જ્યારે દિલ પર
ઉતારી છે, ત્યારે ત્યારે ઘણી જિંદગી ઓ ખેદાન મેદાન કરી છે.

Read More