The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઘણી વાર ઓનલાઈન શોપિંગ કરતી વખતે, મનમાં વિચાર આવે કે, આ કપડાં તો મોડલ પર પણ સૂટ નથી થતા.. મારા પર શુ તંબુરો થશે!🤣🤣 - રવિના #જનહિત માં જારી
પ્રિયા ને જનક બન્ને હાથમાં હાથ નાખી સાત જન્મની કસમો લઈ રહ્યા હતા. "દામીની કઈક તો બોલ..જનક કેટલો પરફેક્ટ છે ને! અમે જોડે એકદમ મેડ ફોર ઇચ અધર લાગીએ છીએ ને!", પ્રિયા ફોનમાં પોતાના ને જનકનો વીડિયો બતાવતા દામીનીને પૂછી રહી હતી . દામીનીની સામે જાણે એનો ભૂતકાળ તરવરતો હતો. બે વર્ષ પેલા લો ગાર્ડનની આજ જગ્યા આકાશે ને એણે આજ રીતે ફોટોશૂટ કરાવ્યું હતું ને પછી તો સબંધ માં કેટલી હદો વટાવી હતી. પછી ખબર નહિ કોની નજર લાગી આકાશ વિદેશ જતો રહ્યો ને કદી સંપર્ક ન કર્યો. હવે દામીની માટે એ ફોટા જોઈ પસ્તાવો કરવા સિવાય કંઈ બચ્યું નથી. #પસ્તાવો
હાથ પકડી જેને પાટી માં એકડો કરતા શીખવ્યું.. લાફો મારી જેને શિસ્તના પાઠ શીખવ્યા. દરરોજ નવા નવા શબ્દો શીખવ્યા તો ક્યારેક અદબ પલાંઠી મોઢે આંગળી, કહી મૌનની પણ તાકાત શીખવી. અંગૂઠા પકડાવી જાણે શરીરને કસરત શીખવી. બહાર ઉભા રાખી જાણે વર્ગખંડની બહારની દુનિયા બતાવી. ક્યારેક પ્રેમથી ભૂલને ભૂલી ગયા. ક્યારેક બધા વચ્ચે શરમાવી સમાજનો ડર શીખવ્યો. ક્યારેક વખાણ કરી ચણાના ઝાડ પર ચડાવ્યા. ક્યારેક મોનીટર બનાવી સાતમા આસમાને ઉડાવ્યા. ઓ મારા શિક્ષક, તું ના તો સાધારણ હતો ના તો બળવાન હતો. મારે માટે તું તો મારી ઊંઘ ઉડાડતી સવાર ને લેશન કરી થકવતી સાંજ હતો. લી. એક ઠોઠ નિશાળીયો😜 શિક્ષકદિનની શુભેચ્છાઓ...💐
ઝગડો કરી હક કરું છું, સ્વજન માની સ્નેહ કરું છું. થાય ભૂલ તો ટકોર કરજો, સંબંધમાં કાયમ જતું કરું છું. #ઝઘડો
સખીની રચના પરથી... છોકરી એટલે ગુલાબી કલર... એને બધું ગુલાબી જ ગમે.. મિજાજ ગુલાબી, વાન ગુલાબી, હોઠ ગુલાબી... પણ ખરેખર છોકરી એ ગુલાબી રંગ પર કોપીરાઇટસ લીધા જ નથી! ગુલાબી રંગ સ્ત્રી પર ઠોકી બેસાડ્યો છે. મેઘધનુષ સપ્તરંગી હોય, અરે ! સ્ત્રીનું તો જીવન જ સપ્તરંગી હોય.. સ્ત્રીને તો કૃષ્ણ ગમે એનું મોરપિચ્છ ગમે.. એક જ રંગ કેમ! સ્ત્રીનું તો સમગ્ર જીવન જુઓ તો સમજાય કે એમાં ગુલાબી રંગ એકલો છે જ નહીં. એતો કલરફુલ વ્યક્તિ ને કલરફુલ વ્યક્તિત્વ થકી જ ઓળખ ધરાવે છે. બધી રીતે તો તમે બાંધી દીધી છે સ્ત્રી ને! બસ, આ રંગ માં એને ન બાંધો. #ગુલાબી
રડવું... રડવું કાયમ કમજોરી કેમ કહેવાય છે! હૈયું કોક પાસે ખોલી હળવું થવું કમજોરીની નિશાની કેમ ગણાય! વિશ્વાસ હોય એની જોડે હસી શકાય એની જોડે રડી શકાય. આંસુ કમજોરી હોય જ નહિ. માણસ દુનિયા જોડે લડી શકે.. પોતાના જોડે લડી ન શકે. થાકી જાય , કંટાળી જાય આખરે હારી જાય. બોલી ન શકે એવા શબ્દોના બંધ મન માં ને મન માં બન્યા કરે, ત્યારે કોઈ સ્નેહીનો ખભો મળે ને એ બંધ ધરાશાયી થઈ આંસુ રૂપે વહી જાય. અરે હું તો કહું કે મને તો રડતો માણસ ગમે.. રડી લે હળવો થઈ જાય. ફરી નવા સપના જોવે , ફરી તૂટે , ફરી રડે પણ એ હારે નહિ. બહુ હિંમતનો ડોળ કરતો માણસ અંદર ને અંદર રોજ રડે છે. તો જાહેર ક્યારેક રડાય માં કેમ નહિ! રડવું કોઈ ગુનો નથી. રડવું કોઈ કમજોરી નથી. રડવું પણ એક લાગણી જ છે. જેને બીજી લાગણીઓની જેમ બતાવી શકાય. its ok.....
ચાર વર્ષના લાંબા ઇન્તજાર પછી આજે સલોનીને રોહિત તો નહીં પણ એનો પત્ર મળ્યો. સલોની ને તો જાણે હરખ માતો ન હતો. એને તો માની લીધું કે રોહિત આજે પત્ર માં કહી જ દેશે કે,' ઘરે તારા ને મારા સબંધ માટે બધા માની ગયા છે. હું તને લેવા આવું છું.'પણ આ શું! વાંચતા વાંચતા સલોનીના આંસુ રોકાતા નહતા. કેટલાય અસ્પષ્ટ વાક્યો વચ્ચે સબંધનો અંત થતો સ્પષ્ટ વંચાય રહ્યો હતો. #અસ્પષ્ટ
માણસની વિશિષ્ટતા... "અરે મમ્મી રોહિણી તારા સારા માટે જ કે છે.", રાહુલ બોલ્યો . "હા હવે... ખબર નહિ કેવો જમાનો આવી ગયો છે! વહુ શુ આવી દીકરો સામે થવા લાગ્યો?", મંજુલાબેન બોલતા બોલતા ઘરના દાદરા ચડી ઉપર જવા લાગ્યા. "અરે મંજુલા.. ક્યારની ચા નાસ્તા રાહ જોવું છું. દવા લેવાનો સમય થઇ ગયો છે.", મંજુલાબેનના 90 વરસના સાસુ રમા બા બોલ્યા. "આ તહેવાર આવે ને આમને ઘરે લાવાના આ બધા તુત બંધ થાય તો સારું. ત્યાં વૃદ્ધાશ્રમમાં સમયસર ચા મળે જ છે ને!", મંજુલાબેન મોઢું બગાડતા બોલ્યા. #વિશિષ્ટ
ભોળા બનવા ને મુરખા બનવા વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે. ભોળા બનાય, મુરખા નહિ. #ભોળો
દરેક વ્યક્તિ દરેક સમયે એક જેવી નથી હોતી.. ક્યારેક ગજબનું ચુંબક્ત્વ ધરાવતી વ્યક્તિ પણ તમને સાવ આકર્ષણહીન પણ લાગે. એજ વ્યક્તિ દરેક સરખી પરિસ્થિતિ એ અલગ અલગ વર્તન પણ કરી શકે. બધું સરખું કાયમી રહેતું નથી. એજ વ્યક્તિ આજે આ વાત તો કાલે તદ્દન બીજી જ વાત કરી શકે. બધું સ્વાભાવિક જ છે. દરેક વ્યક્તિ કોઈ પરિસ્થિતિ કે અનુભવ પરથી પોતાના વિચાર બદલતી જ હોય છે. ને દરેકે બદલાવું જ જોઈએ. એમાં કઈ ખોટું પણ નથી. પરિવર્તન સંસારનો નિયમ છે. #ચુંબક
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser