Quotes by Raju Zala in Bitesapp read free

Raju Zala

Raju Zala

@rajuzala1693


ચડી એક વાદળી ને વિજનો ચમકાર
મોર ટહુકા કરે,મોર ટહુકા કરે

दोस्ती हर चहरे की मीठी मुस्कान होती है,
दोस्ती ही सुख दुख की पहचान होती है,
रूठ भी गऐ हम तो दिल पर मत लेना,
क्योकी दोस्ती जरा सी नादान होती है...!

Read More

રીત હતી એ રજવાડાની,ચિંતા હતી છેવાડાની
આફત ટાણે ખુલ્લી મુકાતી,રાજગરાની કોઠાર

લોકશાહી ની દાનત જુઓ,પ્રજા ઉપર દયાહીન
બેઠી પ્રજા રાખી આશ ,ત્યાં શાશક શોધે દાન

કેવા સંજોગ,જેને આપ્યા બિનશરતી રાજપાટ
એ પ્રજાને આપે ફોટા પાડી રાશન જોખી બાટ

જો ભૂલે ઉપકાર નો ગુણ, તો કેમ કેવો એ નૃપ
કાંતો નથી રાજની સૂઝ,કાંતો પ્રજાની થઈ ભૂલ
આર.પી.ઝાલા

Read More

#Good _Morning_Freinds

ખબર ના રહી ક્યારે પરિચય થઈ ગયો
જેમ મધ્યદરિયે બરફ જળ થઈ ગયો
જેના નામથી પણ સાવ અજાણ હતો
એનો ચહેરો હૃદયમાં ફિટ થઈ ગયો
#લાભ

Read More

કોરોના નો કેર જોઈ દુનિયા ઠપ થઇ ગઇ
આપસ માં લડતી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ

મહાસત્તા હાથ લંબાવા મજબૂર થઈ ગઈ
જાણે મોતથી બચવા ગરીબ ગાય થઈ ગઈ

ભૂલી ચૂંટણીના વેર પાર્ટીઓ એક થઈ ગઈ
જંગ લડવા કોરોના સામે સજ્જ થઈ ગઈ

દુનિયાની તાકત દવા શોધવા લીન થઈ ગઈ
જેહાદ આતંકવાદની વાત હવે બંધ થઈ ગઈ

તવંગર બનવાની લ્હાય હવે બંધ થઈ ગઈ
દાન કરવાની હવે જગમાં લાઇન થઈ ગઈ

અણુ-મિસાઈલ ની સ્પર્ધાઓ બંધ થઈ ગઈ
વસુધેવકુટુંબ ની ભાવના જાગૃત થઇ ગઈ

લાખો પ્રયત્ને માનવતા ક્યાંય પ્રગટ ના થઈ
બસ એક કોરોના વાઇરસથી મહેર થઈ ગઈ
આર.પી.ઝાલા

Read More

ચલાવ એ દુશ્મન તું બંદૂક હવે મરવું છે
થઈ ગયા જે શહીદ એને જઈ મળવું છે
શુ કરતા હશે યાર જઈ બાથે પડવું છે
કેમ છોડી ગયા સાથ એ જઈ પૂછવું છે

લપેટાઈ તિરંગે લાશ વતન પાછા ફરવું છે
બની આસું ની ધાર સ્વજનમાં વહેવું છે
વિખરાયેલુ ગામ જઈને ભેળું કરવું છે
દેશભક્તિ તણું ખુન રગે રગમાં ભરવું છે

થયા સ્વજન રાખ એ સ્મશાને બળવું છે
મળે જો મનખા દેહ,સૈનિક ફરી બનવું છે
રહે ગયેલ અધૂરું કામ ફરી મારે કરવું છે
થવા શહીદ વારંવાર આ દેશ માટે લડવું છે
આર.પી.ઝાલા...

Read More

ઓહ્મ નમઃ શિવાય