Quotes by Raj Pethani in Bitesapp read free

Raj Pethani

Raj Pethani

@rajpethani1391


Mother's day Special - આવી માતાને વંદન છે.

(માથા વિના યુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધાં: એવાં બે દુર્લભ બિરુદ અમે બીજા કોને ચડાવીએ , ચાંપારાજ વાળા ? એ તો એકલા તને જ ચડાવાય.)

મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો. એભલ વાળા પાસે જઇને એણે સવાલ કર્યો: "રજપૂત, હું માગું તે દેશો ? તમે તો દાનેશ્વરી ચાંપારાજના પિતા છો."

એભલ વાળો બોલ્યો : "ભલે બારોટ ! પણ જોઇ વિચારીને માગજો, હો !"

બારોટ કહે : "બાપા, તમને પોતાને જ માંગું છું ."

એભલ વાળાને અચંબો લાગ્યો. એ બોલ્યા: “બારોટ, હું તો બુઢ્ઢો છું, મને લઇને તું શું કરવાનો હતો ? મારી ચાકરી તારાથી શી રીતે થશે ? તેં આ કઇ રીતની માગણી કરી ?”

બારોટે તો પોતાની માગણી બદલી નહિ, એટલે એ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાંપારાજથી એક નાના દીકરાને સોંપીને બારોટની સાથે ચાલી નીકળ્યા.

રસ્તે જતાં દરબારે પૂછ્યું : “હેં બારોટ ! સાચેસાચું કહેજો; આવી વિચિત્ર માગણી શા માટે કરી ?”

બારોટે હસીને કહ્યું :”બાપ મારવાડમાં તેડી જઇને મારે તમને પરણાવવા છે.”

એભલ વાળા હસી પડ્યા ને બોલ્યા:

”અરે ગાંડા, આ તું શું કહે છે ? આટલી ઉંમરે મને મારવાડમાં લઇ જઇને પરણાવવાનું કાંઇ કારણ ?”

બારોટ કહે:” કારણ તો એ જ કે મારે મારવાડમાં ચાંપારાજ વાળા જેવો વીરનર જન્માવવો છે, દરબાર !”

એભલ વાળાએ બારોટનો હાથ ઝાલીને પૂછ્યું: "પણ બારોટ, તારા મારવાડમાં ચાંપારાજની માં મીનળદેવી જેવી કોઇ જડશે કે ? ચાંપારાજ કોને પેટે અવતરશે ?"

“કેવી માં ?”

“સાંભળ ત્યારે. જે વખતે ચાંપારાજ માત્ર છ મહિનાનો હતો તે વખતે હું એક દિવસ રાણીવાસમાં જઇ ચડેલો. પારણામાં ચાંપરાજ સૂતો સૂતો રમતો હતો. એની માની સાથે વાત કરતાં કરતાં મારાથી જરાક અડપલું થઇ ગયું. ચાંપરાજની માં બોલ્યાં: હાં,હાં, ચાંપરાજ દેખે છે, હો !”

“હું હસીને બોલ્યો : ‘જા રે ગાંડી. ચાંપરાજ છ મહિનાનું બાળક શું સમજે ? ‘બારોટ ! હું તો આટલું કહું છું, ત્યાં તો ચાંપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઇ ગયો. હું તો રાણીવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો, પણ પાછળથી એ શરમને લીધે ચાંપરાજની માંએ અફીણ પીને આપઘાત કર્યો. બોલો, બારોટ ! આવી સતી મારવાડમાં મળશે ?”

નિરાશ થઇને બારોટે કહ્યું: “ના.”

“બસ ત્યારે, હાલો પાછા જેતપુર.”

સંતાનને જન્મ આપી માતા બની જવું સરળ છે. પણ માતાની અંદર માતૃત્વનું પ્રગટીકરણ થવું એ એક સાધના છે.

ચાંપરાજ વાળાનું નામ સાંભળી દુનિયાની દરેક સ્ત્રીને મન થાય કે મારી કુખે ચાંપરાજ જેવું સંતાન અવતરે. પણ એના માટે મીનળ દેવી જેવું માતૃત્વ ધારણ કરવું પડે.

~ રાજ પેથાણીના જય સ્વામિનારાયણ

#planetraj

Read More

સર્પથી ડરવું ફોક છે, જગમાં સર્પ બે-ચાર;
દુર્જનથી ડરતા રહેજો, જગમાં દુર્જન અપાર.

સર્પનું ઝેર તેના દાંતમાં હોય છે, માખીનું ઝેર તેના મસ્તકમાં હોય છે, વીંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે. પણ દુર્જન તો સર્વાંગે ઝેરી હોય છે.

કારણકે દુર્જનની આંખમાં ઇર્ષ્યાનું ઝેર હોય છે, જીભમાં નીંદાનું ઝેર હોય છે, હૈયામાં નફરતનું ઝેર હોય છે. આમ તેની તમામ ઉર્જા અને વિચારધારા ઘાતક માર્ગે વળેલી હોય છે.

અન્ય પ્રાણીઓના ઝેરનો ઉપાય શક્ય છે, પણ દુર્જનની દુષ્ટતારૂપી વિષનિવારણનો કોઈ ઉપાય છે...?

હા, છે ને...ભગવાનના અખંડધારક સંત મળે તો દુર્જનની દુષ્ટતા નાશ પામી શકે.

જેમ નારદજીના સંપર્કમાં આવવાથી વાલીયો લૂંટારા માંથી વાલ્મિકી બની ગયા.

જેમ અંગુલીમાલને બુદ્ધ મળી ગયા અને એ બુદ્ધત્વને પામી ગયા.

જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી વાલેરા વરુનું જીવન પરિવર્તન થઈ ગયું.

જેમ પ્રમુખસ્વામી મહારાજના સંપર્કમાં આવવાથી આફ્રિકાના સુભાષભાઈ પટેલ જેવા તો હજારો દુર્જનોના જીવન પરિવર્તન થયા છે.

ભારતીય સંસ્કૃતિમાં જેટલા અવતારો થયા તેમાં રામ ભગવાને રાવણનો વધ કરી તેને દિવ્ય ગતિ આપી, કૃષ્ણ ભગવાને કંસ જેવા રાક્ષસોનો વધ કરી દિવ્ય ગતિ આપી.

પણ ભારતીય સંસ્કૃતિમાં થયેલા આવા સંતોએ માણસની રાક્ષસીવૃત્તિનો નાશ કરી, દુર્જનમાંથી સજ્જન બનાવી ભગવાનનો માર્ગ ચીંધાડયો છે.

અને એટલે જ બ્રહ્માનંદ સ્વામીએ સંતનો મહિમા ગાતી પંક્તિઓ લખી છે જે આ પ્રમાણે છે.

સંત સમાગમ કીજે હો નિશદિન સંત સમાગમ કીજે...
માન તજી સંતનકે મુખસે, પ્રેમ સુધારસ પીજે...

ભારતીય સંસ્કૃતિની ધરોહર સંત પરંપરાને દંડવત પ્રણામ સહ....

રાજ પેથાણીના જય સ્વામિનારાયણ

યાદ રાખીએ, સંત કેવળ ભગવા કપડામાં જ મળે એવું નથી. આપણી સંસ્કૃતિમાં સંતત્વ એક સ્થિતિ છે. પૂજ્ય જલારામબાપા પણ એક સંત જ કહેવાય, નરસિંહ મહેતા પણ સંત જ કહેવાય અને મીરાંબાઈ પણ સંત જ કહેવાય. અને ભગવા કપડામાં સ્ત્રી અને ધનના ભોગી પાંખડી પણ મળે.

આપણે ગૌરવ લેવું જોઈએ કે પ્રમુખસ્વામી મહારાજ આપણી હૈયાતીમાં જીવેલા સંત છે.

Read More

સૌરાષ્ટ્રની રસધાર ભાગ - ૧
વાર્તા: જટો હલકારો
વાર્તા કથક: રાજ પેથાણી

મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિ:શ્વાસ નાખેલો કે 'કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીરમાં જવું પડે છે?'

એવું આકરું મેણું પામેલા કાઠિયાવાડની - આ સૌરાષ્ટ્રની - પૂરી તો નહિ, પણ બની તેટલી પિછાન આપવાનો 'રસધાર'નો અભિલાષ છે.

સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ પર બનેલી સત્ય ઘટનાઓ સૌરાષ્ટ્રનું સાચું ઘરેણું છે. કહેવાય છે કે સોનાને કોઈ દિવસ કાટ ન લાગે. મેઘાણીએ સંગ્રહ કરેલું આ એક એવું સોનું છે કે કાટ ખાય ગયેલી આપણી જિંદગીને ચળકાટ આપે છે.

Youtube સાંભળો સંપૂર્ણ વાર્તા:
https://youtu.be/B90Dd6HhfGs

Read More