Quotes by Rajesh Kariya in Bitesapp read free

Rajesh Kariya

Rajesh Kariya Matrubharti Verified

@rajeshkariya051244
(1.2k)

વિશ્વ ચકલી દિવસની શુભકામનાઓ 🙏

“તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું, મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું.”
ચકલીઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી આ લાઇન પ્રખ્યાત કવિ રમેશ પારેખની છે.

આજે ૨૦મી માર્ચ સમગ્ર દુનિયામાં “Sparrow Day” તરીકે ઉજવવામાં આવે છે. આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે- ‘ચીં…ચીં..’ ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમને બચાવવા માટે માનવ જાત કંઈ નહીં કરે તો આ ચકલીઓ ખૂબ ઝડપથી હમેશાને માટે લુપ્ત થઈ જશે !

ચકલીઓને બચાવવા આટલું કરીએ
[1] ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.
[2] ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.
[3] દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.
[4] ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ.
[5] બાળકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.

Read More

મહા શિવરાત્રી
અને
મહર્ષિ દયાનંદ સરસ્વતી બોધ દિવસ ની
સૌને અનેક શુભેચ્છાઓ 🌺🌺🌺

સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતુ ઈશ્વરનું અદભુત સર્જન ... !
આંતરાષ્ટિય મહિલા દિવસની શુભેચ્છાઓ 🙏🙏🙏

Read More

#Shivratri
સ્કન્દપુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આકાશ સ્વયં લિંગ છે, વાસ્તવમાં શિવલિંગ એ આપણા બ્રહ્માંડની આકૃતિ છે. જે શિવમય વાતાવરણની ધુરા (axis) છે. શિવલિંગનો એક અર્થ અનંત પણ થાય છે કે જેનો આદિ, અંત અને મધ્ય પણ ના હોય. જે અંતથી રહિત હોય તે અનંત અને ના જેની કોઈ શરૂઆત હોય એ અનંત. બ્રહ્માંડમાં બે જ ચીજો હોય છે, ઉર્જા અને પદાર્થ. આપણું શરીર પદાર્થથી નિર્મિત છે, આત્મા ઉર્જા નિર્મિત છે. આ રીતે શિવ પદાર્થ અને શક્તિ ઉર્જાનું પ્રતીક છે. આ બન્નેનું મિલન થવાથી એ શિવલિંગ બને છે. મનમાં તો એ શંકા જરૂર થતી હશે કે શિવ અને પાર્વતી, શિવ અને શક્તિ, પ્રકૃતિ અને પુરુષ. આ બંન્નેનુ મિલન એટલે જ શિવલિંગ. પણ આ તો એવી જ વાત થઈને કે જે આપણા મનમાં ઠસાવવામાં આવ્યું હોય. પણ એવું નથી અને એ સાચું પણ નથી જ. આ સત્યને સાબિત કરવા માટે આપણે “યોનિ ” શબ્દનો અર્થ પણ જાણી લેવો અત્યંત આવશ્યક છે.
મનુષ્ય યોની, પ્રકૃતિ યોનિ, ઝાડપાનની યોનિ, જીવજંતુંઓની યોનિ. યોનિ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે કે જીવ પોતાનાં કર્મ પ્રમાણે જે જન્મ પામે છે એને યોનિ કહેવાય. સંકૃતમાં મનુષ્ય યોની એક જ છે. એમાં પુરુષ અને સ્ત્રી યોનિનો કોઈજ પ્રકારનો ભેદભાવ નથી. તાત્પર્યાર્થ એ કે પુરુષ યોનિ અલગ નથી કે સ્ત્રી યોનિ પણ અલગ નથી. પ્રકૃતિ એ સ્ત્રીનું પ્રતીક છે. આ બન્ને જ્યારે મળે ત્યાંરે એક જ યોનિ પ્રાપ્ત કરે છે. શિવ અને શક્તિ શિવલિંગ બનાવતી વખતે મળ્યાં નહોતાં પણ એક યોનિનું નિર્માણ કર્યું અને એ આપણા માટે પૂજનીય બની. અને આમાંથી જ શિવલિંગ બન્યું પણ એ બન્યું કઈ રીતે ? તો આપણા પ્રાચીન ઋષિમુનિઓએ કે જેઓ જ્ઞાન વિજ્ઞાનની ઊંડી સમજ ધરાવતા હતા તેમણે શિવલિંગને એક આકાર આપ્યો. આ વાત પણ સ્કન્દપુરાણમાં કરવામાં આવી છે.

Read More

થાય છે તમારી ગાગરમાં પાણી બની રહી જાઉં હું
પછી ભલે ને કેડ ને એક લચકે છલકાઈ જાઉં હું …
- રાજેશ

💐🕉️🌹🙏🔱🌹🚩
આજે ૨૧- ફેબ્રુઆરી....


माँ, मातृभूमि एवं मातृभाषा का कोई विकल्प नहीं है।

सभी को आन्तरराष्ट्रीय मातृभाषा दिवस की अनेकों शुभकामनाएँ।

એ વિચારે ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છે ગુજરાતી.


તારાં નામનો ટહૂકો મે છાતીમાં રાખ્યો છે.
ભૂસાવા ક્યાં દીધો કક્કો હજું પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલાયે ખુંદયાં બધાની ધુળ ચોંટી પણ.
હજુય મારો ધબકારો મે ગુજરાતીમાં રાખ્યો છે.

વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છા.
💐💐🙏🙏🌹🌹🕉️🔱🚩

Read More

લાવ ચૂમી લઉ એ હાથોને
જે હાથમાં મહેંદી પ્રસરી છે.

થોડી સુગંધ હું પણ ભરી લઉ
શ્વાસ આજ અધીરો બન્યો છે.

- રાજેશ કારિયા

Read More

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઇની યાદનો રાજ્યાભિષેક છે.

આમ જ નીભાવે પ્રેમને એવાંય હોય છે
એવું કશું નથી કે વચન હોવું જોઇએ
- મરીઝ

प्रणो देवी सरस्वती वाजेभिर्वजिनीवती धीनामणित्रयवतु। मा सरस्वती त्वं नमामि।

વસંત પંચમી એટલે વિદ્યાની દેવી, જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ.

વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન. મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે.

લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ॥

વસંત પંચમીનું વ્રત કરનારને ઉપરોક્ત શ્લોક બોલીને બે હાથ જોડીને તેનું શ્રવણ કરવું. મંત્ર પૂર્ણ થયા પછી આરતી ઉતારી પ્રસાદ ધરાવવો અને ભગવાન વિષ્ણુને કે ઇષ્ટદેવને વારંવાર વંદન કરવા. બ્રાહ્મણોનું અર્ચન-પૂજન કરી તેમને દાન-દક્ષિણા આપી પ્રસન્ન કરવા રાત્રે વસંત પંચમી વ્રત-મહિમા સાંભળવો અને ભજન કીર્તન કરવાં જોઈએ.

વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહિ પરંતુ વ્રત-પર્વ પણ છે. મહા સુદ પાંચમ એ તો પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય. આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું. અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી. રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવાં, શણગાર સજવાં અને રંગબેરંગી ચિત્રો તથા ધજા-પતાકાથી ઘરને શણગારવું. વસંત પંચમી એ વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. વસંતઋતુ એટલે સૃષ્ટિની નવ ચેતના, યૌવનકલગી કહેવાય. વસંતના પગલાં પગલાં મંડાય એટલે દેવ-મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે. મંદિરોમાં ભાવિક ભક્તો અને વ્રતધારીઓ વસંતના વધામણાં કરી રમણે ચડે છે. વસંતદેવને સત્કારવા, વસંત પંચમીનું વ્રત કરવા સમગ્ર સૃષ્ટિમાં ખૂબ ઉત્સાહ અને ઉત્સવ પ્રવર્તે છે.

વૃક્ષ-વનસ્પતિમાં નવું ચેતન ઊભરાય છે, ડાળી ડાળીએ નવું જીવન રેડાય છે. લીલા પર્ણો ફૂટે છે, આમ્રવૃક્ષોનો ઉત્સાહ સમાતો નથી. વૃક્ષોમાં પણ જીવ છે. વિવિધ પુષ્પોની સુગંધથી વાતાવરણ છલકાય છે. વસંતઋતુના કામણ પણ અજબ હોય છે. રૂપ, રસ, રંગ, સુગંધ, પંચમસ્વર વગેરેની વસંત પંચમીના દિવસે રંગત જામે છે. ઉત્સવ-સમૈયાનું આયોજન કરવામાં આવે છે. ઋતુરાજ વસંતનો વિજય થાય છે. ભલભલા મુનિવર્યોને કે મુનિવરોને વસંતે પીગળાવી નાંખ્યાં છે.

હિમાલયમાં તપ કરતા શંકર ભગવાનનો તપોભંગ કરવા કામદેવને વસંત ઋતુની જ મદદ લેવી પડી હતી. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો! પાંડુરાજા કુંતા અને માદ્વી સાથે વાનપ્રસ્થાશ્રમ વ્યતીત કરે છે ત્યારે કુંતાજી કંઈ કારણસર બહાર ગયા હોય છે. માદ્વીએ ઝીણાં વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા હોય છે. વસંત ઋતુનું આગમન થયું હોય અને કામદેવનો નહિ પણ વસંતનો વિજય થાય છે. પાંડુરાજા અને માદ્વીનું નૈતિક સ્ખલન થાય છે અને ઋષિના શાપને લીધે મૃત્યુને ભેટે છે.

વસંત પંચમીના રોજ વ્રતધારીએ ભગવાન વિષ્ણુની પ્રેમપૂર્વક પૂજા કરી, સુંદર વસ્ત્રો પરિધાન કરી, ભગવાનને નૈવેદ્ય ધરાવી, સ્ત્રી અને પુરુષોએ પિતૃઓને સંતૃપ્ત કરી બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી રાજી કરવા. વસંત પંચમીના વ્રત-વિધિનું અનેરું, અનોખું અને અલૌકિક માહાત્મ્ય છે.

Read More

વંદે માતરમ્

epost thumb