Quotes by Rajan Patel in Bitesapp read free

Rajan Patel

Rajan Patel

@rajan123216gmailcom


આ રચના દેશની દરેક બેટીને સમર્પિત જે કોઈ પ્રેમાંધ હલકટની હલકી માનસિકતાનો ભોગ બને છે, તેમની સુરક્ષાની જવાબદારી આપણી જ છે. આવા માનસિક બિમારોનો ઈલાજ આપણે જ કરવો પડશે, જેથી બીજા આવું કરતાં અટકે.

આંટાફેરા એ લગાવશે,
શરૂશરૂમાં તો ફોસલાવશે.

પ્યારજ છે એવું જતાવશે,
પાછળ હરહંમેશ આવશે.

હક એ પોતાનો જમાવશે,
ના જો પાડે તો ડરાવશે.

ખોટે ખોટુંય ભરમાવશે,
ખાલી ખાલીય ગભરાવશે.

એસિડ બોટલ એમ લાવશે,
એના જીવનને ધ્રુજાવશે.

ચાકુ, છૂરી એ બતાવશે,
ને લાગ મળતાં ચલાવશે.

લોકો વાતોને ચગાવશે,
ને વાંક ધરમનો ગણાવશે.

કોણ હવે બેટી બચાવશે?
કોણ જિમ્મેદારી નિભાવશે?

~ રાજન પટેલ મેમનગર અમદાવાદ
30/08/2022

Read More

zindgi pyar ka geet hai ise har dil ko gana padega

-Rajan Patel

my new book gujarati book dear મધર વધુ માહિતી 9998085557 rajan patel ahmedabad

આ દેશ મારો છે આ દેશ મારો છે,
આ દેશ મને પ્યારો છે, પ્યારો છે,
સુરજ કિરણો ની જ્યાં સવારો છે,
એ આ દેશ મારો છે, દેશ પ્યારો છે,
જ્યાં ઝગમાગતી કુદરતનો ઉતારો છે.
જ્યાં ગંગા જમના નદીનો કિનારો છે
એ આ દેશ મને પ્યારો છે પ્યારો છે
જ્યાં ખીલતા બાગોની બહારો છે
એ આ દેશ મારો છે મને પ્યારો છે
જ્યાં ગાંધી સુભાષ સરદારો છે,
એ આ દેશ મારો છે, પ્યારો છે.
જ્યાં કવિઓ સાધુ સંતો ના અવતારો છે,
એ આ દેશ મારો છે, દેશ મને પ્યારો છે,
જ્યાં તિરંગાનું અભિમાન શાન છે,
જ્યાં જય ભારત જય ભારત ના ઉચ્ચારો છે.
એ આ દેશ મારો છે મારો દેશ મને પ્યારો છે.
જ્યાં શહીદો ના સ્મારકો છે, જ્યાં ભાઈચારો છે, હા ફક્ર છે એ આ દેશ મારો છે મને પ્યારો છે.

Read More