Quotes by Radhika Kandoriya in Bitesapp read free

Radhika Kandoriya

Radhika Kandoriya Matrubharti Verified

@radhikakandoriya3528
(174)

તારી લહેરાતી લટ..


જ્યારે પવનથી તારી આ લટ,
લહેરાતી તારા ગાલ પર આવે..
ત્યારે તારું એ તીખી નજરથી જોવું...
તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ??
તારી કોમળ અને નાજુક આંગળીથી,
તારી આ લટને તું કાન પાછળ રાખે...
તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ??
તું કામમાં હોય અને આ તારી લટ,
તને ઘણીયે ઘણીયે હેરાન કરે....
તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ??
તને ગમે કે ના ગમે,
પણ તને આ લહેરાતી લટ સાથે હેરાન થતી જોવી,,
મને બોવ ગમે છે.......
હવે તું જ કે...
તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ??🤗

- Radhika kandoriya 😍

Read More

જો તને લખવા બેસું, તો,
મારી કલમ અને કાગળ પણ ઓછાં પડે...
જો તને નિહાળવા બેસું તો,
મારી આંખોની દ્રષ્ટિ પણ ઓછી પડે...
જો તને ચાહવા બેસું તો,
આ મારો જન્મ પણ ઓછો પડે...
જો તને પામવા બેસું તો,
જન્મોના જન્મ પણ ઓછાં પડે...

-Radhika kandoriya..🤗

Read More

આ જીવન જીવવું એટલુ,
પણ સહેલું નથી..
ભીડમાં દુખ, દર્દ ભુલીને,
એક નાનું હાસ્ય કરવું સહેલું નથી..
બીજાની ખુશીઓ માટે,
આખી જિંદગી ખર્ચી નાખવી,
એ કાંઈ સહેલું નથી..
બંધ આંખે જોયેલા સપનાઓ,
ખુલ્લી આંખે તુટતાં જોવા એ કાંઈ સહેલું નથી..
બીજાની સામે ઘણી વાતો કરીએ પણ,
એકાંતમાં પોતાની જાત સાથે વાત કરવી,
એ કાંઈ સહેલું નથી..


- Radhika kandoriya..

Read More

આ માણસ પણ જમાના પ્રમાણે ઝડપી ભુલી જાય છે
સુઃખમા પોતાનાંનો ઉપકાર,
અને દુઃખમાં પોતાનો મોહ અને અહંકાર..
#ઝડપી

Read More

તે આપેલો સમય,
તે આપેલી એ મીઠી યાદ,
તું અને તારું એ દિલ,
મારાં માટે બોવ જ કિંમતી છે..
#કિંમતી

એ લોકો આગળ જાય છે...
જે પોતાના મા-બાપ ને સાથે લઇને ચાલે છે..

#આગળ

તારા video callથી મારા દિવસની સારી શરૂઆત...
તારા good nightથી મારા દિવસનો સારો અંત...
#શરૂઆત

હા હું મંદબુદ્ધિ છું...
એટલે જ તો તું મારા નસીબમાં નથી છતાં,
તને હદથી વધારે પ્રેમ કરું છું..


#મંદબુદ્ધિ

જેને ગુલાબ જેમ રાખ્યા,
તે આજે કાંટા થઈને ખૂંચે છે...
જેને પોતાના સમજ્યા,
તે જ પરાયા નિકળ્યાં...

મા- બાપે થોડાંક થોડાંક તણખલા ભેગાં કરી એક પ્રેમરૂપી માળો બાંધ્યો...
એ માળામાં પોતાનાં બાળકો ને પ્રેમથી ઉછેર્યા...
એને પણ ખબર ન હતી કે..
એક દિવસ આ જ માળો છોડીને એને વૃર્ધાઆશ્ર્મ જવુ પડશે...


#માળો

Read More