Quotes by Radhe Bhai Jan in Bitesapp read free

Radhe Bhai Jan

Radhe Bhai Jan

@radhebhaijan9856


સતત ચાલી રહ્યા છે શ્વાસ ને ધબકાર મારા માં ,
કરે છે કોણ આ આઠે પ્રહર સંચાર મારા માં ?

હવે સંસાર માંથી કાંઈ મેળવવું નથી મારે ,
હવે શોધી રહ્યો છું હું બધોયે સાર મારા માં .

અરીસા માં નીરખવા ની મને હજી ક્યાં છે ?
કરું છું હું હજી તો ખુદ મને સાકાર મારા માં .

ભીતર ખખડયા કરીને રાતભર ઊંઘવા નથી દેતા,
ભર્યા છે કેટલાંયે સ્વપ્ન ના ભંગાર મારા માં.

કદાચ એથી જ મારામાં થી હું નીકળી નથી શકતો,
બીડાયેલાં હશે કંઈ કેટલાંયે દ્વાર મારા માં .

ભલા આ સૂર્યકિરણો ને હજી એની ખબર ક્યાં છે ?
દિવસ ઊગતાં સમાઈ જાય છે અંધાર મારા માં .

મને લાગે છે મારા માં જ ખોવાઈ ગયાં છે એ ,
ઊઠે છે એમ એના નામ નો પોકાર મારા માં .

બીજા ને શું મને ખુદ ને ય હું ચાહી નથી શકતો ,
ફક્ત તારે જ માટે છે બધોયે પ્યાર મારા માં .

છું હું તો આઈના જેવો અપેક્ષા કંઈ મને કેવી ?
કરી લો આપ પોતે આપ નાં દીદાર મારા માં .

"રાધે રાધે

Read More

મળ્યાં સામે અને આપી તમે મુસ્કાન આહાહા !
અધૂરા સ્વપ્નનો ઉતરી ગયો સામાન આહાહા !

તમે સામે જ બેઠાં, રાખ્યું મારું માન આહાહા,
હું શું બોલું ? મને લાગી ગયું છે ધ્યાન આહાહા !

તમોને જોઈ મારી આંખ મોભાદાર થઈ ગઈ છે,
તમે દેખાવ છો એવા તો જાજરમાન આહાહા !

તમોને ફૂલ આપું ? ફૂલને હું ફૂલ શું આપું ?
તમે બોલો અને મહેકી ઊઠે ઉદ્યાન આહાહા !

તમો સંગ આંખ લાગી ગઈ ને અમને પાંખ લાગી ગઈ,
ઘડીમાં સર થયાં આ કેટલા સોપાન આહાહા !

Read More

આજે ફરી તેને મલવાનુ મન થાય છે
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે

એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ
કે આજે ફરી રડવાનું મન થાય છે...

Read More
epost thumb

ક્યાં સુધી એને છુપાવી રાખીએ ?
જે હૃદયમાં, આજ બોલી નાખીએ.

હાથમાં લઈ હાથ, આંખોમાં વફા
દ્વાર દિલનાં આજ, ખોલી નાખીએ.

પ્રીતના ઉન્માદની મ્હેંકે ભર્યા
શ્વાસમાં શ્વાસો ઝબોળી નાખીએ

લોક એને છો કહે પાગલપણું,
એ ડ્હાપણ આજ ડ્હોળી નાખીએ.

રોજ મળીએ આપણે જૂદાં થઈ,
તાર મનનાં એમ જોડી નાખીએ.

પ્રેમમાં ‘રાધે’ મળે ગહેરાઈ તો
લો, કિનારાનેય તોડી નાખીએ.

Read More

કો’ક વેળા પ્યાર કર, ને જો પછી,
સ્વપ્નનો શણગાર કર, ને જો પછી.

એક કોરાણે મૂકી પીડા બધી,
સ્હેજ હળવો ભાર કર, ને જો પછી.

જિંદગી છે, દર્દ એનો ભાગ છે,
આટલું સ્વીકાર કર, ને જો પછી.

કોણ તારું? કોણ મારું? છોડ ને-
જાતનો વિસ્તાર કર, ને જો પછી;.

પીઠ પાછળ ઘા કરી કાયર ન બન!
આવ સામે વાર કર, ને જો પછી.

ઓઢજે બખ્તર ખુમારીનું અને,
સત્યને તલવાર કર, ને જો પછી,

શક્ય છે લંકા ફરી ભડકે બળે!
એક દરિયો પાર કર, ને જો પછી.

? રાધે રાધે ?

Read More

જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું, ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.

રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘વસંત’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

. ?રાઘે રાધે?

Read More