The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું શરૂઆત તો કર, નથી આ દુનિયામા કોઈ ખુશી તું શરૂઆત તો કર, જીવિલે થોડું પોતાના માટે તું શરૂઆત તો કર. મનમાં ને મનમાં શુ મુંજાયા કરે છે, પોતાની જાતેજ પોતે દુઃખી થયા કરે છે, પોતાની રીતે એકાદ ડગલું તો ભર, થઈ જશે હળવું તારું મન તું શરૂઆત તો કર. વાતો પેલાની યાદ કરીને શુ કામ રડ્યા કરે છે, પોતાના દિવસો આમજ પસાર કર્યા કરે છે. નથી અહીં કોઈ એકબીજા પર નિર્ભર, ઉભો થા પોતાની જાતેજ તું શરૂઆત તો કર. ખોટું સ્મિત આપી અંદરથી બળ્યા કરે છે, આમજ પોતાની સાથે જાતને પણ બાળ્યા કરે છે, તું પોતાના વિશે કોઈક દિ વિચાર તો કર, પારખી જઈશ તું પોતાને પણ તું શરૂઆત તો કર. નાના અમથા દુઃખોને જાતેજ ખૂબ મોટા કર્યા કરે છે, રાત દિવસ બસ તેની પાછળ મર્યા કરે છે, કાઢી નાખ મનમાંથી જે પણ હોય એ ડર, મજા આવશે તને જિંદગી જીવવાની તું શરૂઆત તો કર પ્રતીક ડાંગોદરા
તમારો આ બધો ભ્રમ તૂટી જશે. જ્યારે સાથ તમારો છોડી જશે કાંઈ કરવું હોય તો સમયસર કર, નહિ તો કોઈ મુશ્કેલી આવી જશે. જિંદગી જીવી હોય તો જીવી લે, નહિ તો મનની મનમાં રહી જશે. અજમાવી જો કોઈ દિવસ પ્રેમ, સપનાઓ તો હાથમાં થઈ જશે. હરપળ તું નવી નવી જીદ ના કર, નહિ તો તે પણ પુરી થઈ જશે. પ્રતીક ડાંગોદરા
**હરામજાદી દુનિયા** શુદ્ધ અને સરળ જીવન જીવિલે ખોટી વટની વાતોને હવે એકબાજુ મુકીદે, દીધું બહુ માન અને સન્માન હવે તે છોડી દે ખુદને તું એવો મજબૂત બનાવી લે કે કોઈ તારી જેવું બનવા માંગે, ત્યજી દે હવે ખોટી પારકી પંચાયતોને પોતાના માટે , દુનિયાથી તારે શુ લેવા કે દેવા તારા કામથી કામ રાખ, હશે પોતાનામાં કંઇક તો આવશે જ તારી પાસે દોડતા દોડતા, પોતાની રીતે તે પોતાને વખાણવાનું રેવાદે. મુકીદે ચિંતા આ દુનિયાની નથી કોઈ તારું બસ પોતાના કામમાં ધ્યાન આપ, આડા આવતા અનેક વિગ્ન મટાડવાની હિંમત બસ રાખ ઝંઝટ વગરની જિંદગી પોતાના માટે જીવતા શીખીલે સમય બધાના માટે સરખો જ છે તું શું કરવા બીજા માટે પછી તેને બગાડે છે, બહુ જાજૂ બધું ના વિચારિસ કોઈના પણ વિશે,પોતાની મોજમાં રહેતા શીખીલે, નહિ આવે કોઈ તારો હાથ પકડવા તો શાને મનમાં બીજાના માટે મુંજાય છે. જે પણ કરવાનું છે બસ તારે જ કરવાનું છે એટલે મનથી હવે મક્કમ થઈ જાજે કોઈ કાય પણ કહે બસ તેની સામે સ્મિત આપ અને મૌન રહેતા શીખી લેજે, બધાને પોતાની રીતે ના જોઇશ તારી જેવું આ દુનિયામાં કોઈ જ નથી,બસ તું આનંદ લે, જે પણ કર બસ તેમાં પોતાનો આનંદ શોધી લે બીજાની પરવાહ તું છોડી દે. આડી આવનારી આ દુનિયામાં કોઈ પણ આપણું નથી તે ખોટા ડરને મુકીદે પોતાની કમજોરી તું કદી કોઈને પણ ના કહીશ તે તને છેવટે નડવાની, ઔકાત ઉપર આવીને ઉભેલી આ સાલી હરામજાદી દુનિયા......…. પ્રતીક ડાંગોદરા
કોરોના બેઠા બેઠા હવે શું બોલીએ, ચાલો પેલાની યાદો ખોલીએ. બંધ છે આજે જગત આખું, ચાલો ખુદના દિલોને ખોલીએ. કોરોના તને ટકવા નહિ દઈએ, ચાલો આવું એકસાથે બોલીએ. થોડા દિવસો ઘરમાં રહી લઈએ, પછી એક સાથે બધા ડોલીએ. પહેલા આ મહામરીથી બચીએ, પછી પાકિસ્તાનને લઈએ ગોલીએ. પ્રતીક ડાંગોદરા
જો વસમાં કરવું હોય આ મનને, તો પારખી લે આ આખાય જગને. ચાલ કોઈ અલગ રખડપટ્ટી કરીએ, કંઈક નવું સોપાન આપીએ જગને. સૌ કોઈથી કંઈ અલગ વિચાર કરવો, દ્રષ્ટિ બદલાવી,જોઈએ આ જગને. વિચારી વિચારીને આ ડગલું ભરીએ, ચાલ મક્કમ બનાવીએ આખાય જગને. પ્રતીક ડાંગોદરા
દોસ્ત હર એક વાતનું સમાધાન તું, મારી પાસે પોતાનું ગુમાન તું. કોઈ'દી પોતાનાથી દૂર ન કર, રોજ સાથે રહેવાનું કંઈક કર. રહ્યો છું કેટલા દિ તારા વગર, પણ હું તને ભુલ્યો નથી મગર. તું એક વાત મને રોજ કહેજે, હંમેશા મારી સાથે જ રહેજે. ધ્યાનથી વાંચ,વાત નથી ખોટી, આ પ્રતીક વાત કહે ખૂબ મોટી. પ્રતીક ડાંગોદરા
તું ભલે મારો ખ્યાલ રાખે કે ના રાખે, હું તો તારો ખ્યાલ રાખીશ જ કેમ કે મને તારી ચિંતા છે.. મારી સાથે વાત કરવી હોય કે ના કરવી હોય, હું તો તારી સાથે વાત કરીશ જ કેમ કે મને તારી ચિંતા છે.. તું મારા વિશે સારું વિચાર કે ખરાબ તેનાથી શુ, હું તો તારા વિશે સારું જ વિચારીશ કેમ કે મને તારી ચિંતા છે. આખરે તું મારાથી રુઠી પણ જાય તો શું થયું, હું તો તને માનવી ને જ રહીશ કેમ કે મને તારી ચિંતા છે. તું મને પોતાના પ્રોબ્લેમ કહે કે ના કહે, હું તો તને હમેશા પૂછતો જ રહીશ કેમ કે મને તારી ચિંતા છે. તું અને હું એક થાશું કે નહીં તે તો ખબર નહીં, અત્યારે તો મારી માની ને જ રહીશ કેમ કે મને તારી ચિંતા છે. પ્રતીક ડાંગોદરા
વિસ્તરતા જતા આ જગને બદલવામાં, તું પોતાની આ જાતને કદી બદલાવમાં. ચાલવું પડે ભલે આ ભીડમાં તારે પણ, તારા નક્કી કરેલા લક્ષ્યને તું બદલાવમાં. વાત ગમે તે ભલેને હોય,તેમા ખુશ રહે, બીજાને માટે તારી આ ટેવને બદલવામાં. રાખ તું એવો એકાદ સબંધ,મજા આવશે, તારી વાત જે સાંભળે છે તેને બદલવામાં. આવે ભલે સંકટ આ જીવનમાં અઢળક, પણ કવિરાજના આ વિચારને બદલવામાં. પ્રતીક ડાંગોદરા
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser