Quotes by Pranav Banker in Bitesapp read free

Pranav Banker

Pranav Banker

@pranavbanker


અંતર્મુખ વ્યકિતત્વ સપ્રંત સમય માં એક રીતે તો પ્રભુ કૃપા બની જાય તેવું લાગે છે.. કોરોના મહામારી સમયે આવું વ્યક્તિત્વ ખુબ અભિનંદન ને પાત્ર છે ...આવા કપરા સમય ને સંજોગોમાં લોકો સાથે હળવું મળવું પણ અભિશાપ બની જાય તેવું લાગે છે....સ્વભાવિક રીતે જ એક ઘટના બાદ હવે બરાબર સમજાય છે કે જે અંતર્મુખરીતે બની શકશે તે જ સમયે બચી શકાય એમ લાગે છે..
માનસીક નિષ્ણાંત ડોકટરો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું માનવામાં આવે છે , કે દરેક વ્યક્તિ સાથે એક પ્રકારની માનસિક સ્થિતિ હોય છે તે અંતરમુખ હોય અથવા તેનું વક્તિત્વ બહીરમુખ હોય..
સામાન્ય રીતે અંતર્મુખ થઈએ તો તેવી. વ્યક્તિ પોતાના જીવનમાં વધું પ્રમાણમાં તે લેખક કે કવિ અથવા આત્મજ્ઞાની પણ બની જતો છે...

Read More

જીવન નું આજ તો એ પરમ સત્ય છે, કે ઊગવું , વધવું, ખીલવું સુંદરતા અને સુવાસ પ્રસરાવી... અને આખરે કરમાઇ જવું આખરે ને છેલ્લે ખરી જવું.... જગત નું આજ પરમ સત્ય ને ઉચ્ચતમ દશા પ્રત્યેક જીવ ની છે... અસ્તું........
#Grow

Read More

જીવનનું પરમ લક્ષ આનંદ ઉલ્લાસ પૂર્વક જીવન જીવવું , તે માટે પોતે જ પોતાની જાત સાથે સંવાદ કરી અને આ માટે પોતે જ જવાબદા રી થી પ્રતેક્ષ પળ ને જીવી જાણવી.. સુપ્રભાત
ખુશ રહો... આનંદિત રહો...
#Enjoy

Read More

જીવન ખરેખર તો સંપૂર્ણ પણે નિયતિ ને આધિન લાગે છે.. ક્યારે કેવાં સઁજોગો પેદા થાય,તેનું કાઈ ઠેકાણું નથી..આ જગતની ગતિ અતિ વિચિત્ર અને અનિશ્ચિતતા થી ભરપુર લાગે છે.અને ત્યારે માણસ પાસે નિયતિ ની સાથે તેનો કર્તા પ્રભુને પ્રાર્થના કરવા સિવાય તથા ઈશ્વરને વિશે ચિંતન મનન અને નિધિદ્યાસન સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.ઘણીવાર પોતાના હાથમાં પોતાની જાત પણ નથી હૉતી, એવી લાગણી થાય છે. કેવાં સઁજોગ માં પોતે કેવું વર્તન કરશે તે નક્કિ કરવું પણ મુશ્કેલ છે.આ સ્થિતિ સર્જાય ત્યારે વિવેક ની જરૂર પડે છે.. આપણ ને જે ડહાપણ કે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેની પરીક્ષા થાય છે.ત્યારે નજીક ના મિત્ર સગાં અને સલાહકાર ની પણ જરૂર પડે છે.ખરેખર તો પ્રભુની કૃપા પર જ માનવ જીવન ભોગવવી શકે છે...અસ્તું.
#નિયતિ

Read More

सबसे उत्तम तीर्थ अपना मन है , जो विशेष रूप से,
शुद्ध किया हुआ हो। - आदि शंकराचार्य

મોટાભાગનાં લોકોની ધારણા એવી હોય છે કે , જીવન નાં શરુઆત ના વર્ષોમાં ખુબજ નાણાં કમાવા, તેને પાછલી ઉંમરે વૃદ્ધાવસ્થા માં નિરાંતે જીવીશું...ને આ ધારણા પ્રમાણે અન્ય પરિબળો ને અવગણીને માત્ર પૈસાની પાછળ પાગલ જેમ લાગી જાય છેઃ પણ સાઈઠ પછી જ્યારે આ નાણાં નાં વિશે ભ્રમણા માંથી તે બહાર આવે , ત્યારે ખૂબજ મોડું થયું હોય છે..તેને માટે આ જાપાની કહેવત યથાયોગ્ય સાબિત થાય છે.

Read More

આજકાલ જ્ઞાન અને માહિતી નો કોઈ અભાવ રહ્યોં નથી, પરંતુ તે જ્ઞાન માહિતી મુજબ વિચાર, વાણી અને વર્તન થી તેનો જીવન માં ઉપયોગ કરવામાં ન આવે તો, એ જ્ઞાન કે માહિતીનો કોઈ અર્થ નથીઃતે જ્ઞાન કે માહિતી માત્ર બોજો બની જાય છે... માટે માહિતી, જ્ઞાન મુજબ જીવન જીવાય તોજ તે ઉપયોગી છે.....
ઘોડા ને તળાવ સુધી લઈ તો જવાય છે, પણ પાણી ઘોડા ની મરજી તેનીજ પીએ છેઃ

Read More

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરો...
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહો....

મૈત્રી દિવસની શુભકામનાઓ.......

Read More

.............યાદગાર ક્ષણો...ને અજ્ઞાત ભય......... દુબઇ પ્રવાસ ના છેલ્લા દિવસે હું દુબઈ શહેરમાં ફરી ફરી ને બરાબરનો થાકીને લોથપોથ થઈ ગયો હતો...પણ બીજાબધા ને હજીયે વધુ ને વધું આ શહેર જોવાને જાણવાંની ઈચ્છા હતી..તેથી હું આ જગ્યાએ EDO DEPARTMENTAL STORE બસ સ્ટેન્ડ ની બાજુ,સાઈન બોર્ડનીચે એક પાળી પર, લગભગ પંદર મિનિટ માટે , રોડ સાઈડ માં બેઠો હતો...એ પંદર મિનિટ માં , મને ઘણા જાતજાતના વિચાર આવ્યાં હતા..જેવાં કે અહીં જહું ભૂલ થી રહી ગયો તો.....જો સાથે ના પ્રવાસીઓ જતાં રહ્યાં તો....થોડાં સમય માટે મારી તબિયત એકાએક ખરાબ થઈ તો....મને અજ્ઞાત ભય લાગ્યો હતો..આ જગ્યા નો ફોટો મૂકી એ યાદગાર પળો ને વાગોળી રહ્યોછું....

Read More

જીવનમાં એવાં બનાવો બને, એવાં સરસ અનુભવ મળી જાય, કે આપણી માન્યતાઓ,ધારણાઓ ને બદલ્યા વિના ન ચાલે....સામાન્ય રીતે , આપણે ઍવું માનતાં હોઈએ છીએ કે , આ સમયમાં માણસ તેનાં સ્વાર્થ ,મતલબ વગર અજાણ્યાં ને મદદરૂપ ન બને ,માનવતા ને ધસારો લાગી ગયો છે,વગેરે વગેરે...અને એવાં સમયે જયારે , તમે મુસીબતમાં હોવ, નિર્જન અને ગામડાં નો વિસ્તાર હોય , તમે તેમાંથી બહાર નીકળવા માટે નાણા પણ ખર્ચવા માટે તૈયાર હોવ,પણ એવી નજીકમાં વ્યવસ્થા ન હોય, ત્યારે ત્યાંનાં સામાન્ય યુવાનો , કાંઈ પણ આશા કે અપેક્ષાઓ વિના ,ત્યાંના યુવાનો તે મુસીબતો માંથી આપણ ને બહાર કાઢે, ત્યારે સમજાય કે માનવી માં માણસાઈ હજી જીવે છેં...અને આ ધરતી નો ધબકારો હજીયે સજીવન છેં..

Read More