Quotes by PIYUSH BARAIYA in Bitesapp read free

PIYUSH BARAIYA

PIYUSH BARAIYA

@piyushbaraiya6880
(9)

નાદાની હવે ભૂલ લાગે છે
મજાક હવે બેજવાબદારી લાગે છે

સાથ નહિ સલાહ વધારે મળે છે
સમય નહિ સમયનુ દાન મળે છે

નજરમા હવે ફેર દેખાય છે
સીધી નજર હવે અવળી થઈ જાય છે

લડતા ઝગડતા શબ્દો હવે મૌન છે
પ્રેમ નહિ અહમ હવે વધારે દેખાય છે

ના તું મને સમજી શકે છે
ના તું મને સમજાવી શકે છે

પરિસ્થિતિ એ જ છે સમય એ જ છે
વ્યક્તિ નહિ વાસ્તવિકતા બદલાઇ છે

પીયૂષ બારૈયા

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'ટેક ઑફ - Take off' વાંચો
https://www.matrubharti.com/book/19863683/take-off



may be this republic day you will enjoy my short story ' take off '.....

હા, માન્યું કે સંબંધોનુ ગણિત મારું કાચું છે,

પણ હવે ગણિતમા રસ નથી,

ડર છે કે ક્યાંક હિસાબ કિતાબ આવડી જાશે તો,

લોકો માટે ગણિતની પરિભાષા જ બદલાય જાશે.



પીયૂષ બારૈયા (નિરંકુશ)

Read More

✍ મુસાફરી મજેદાર લાગે છે ✍

શરૂઆતની ક્યાં ખબર હતી
ને અંતની પણ ક્યાં હોવાની
અડધે રસ્તે પડી ખબર આ સફરની
પણ હવે આ મુસાફરી મજેદાર લાગે છે

અજાણ્યા હોવાનો અહેસાસ હવે નથી
પરિચિતોનો જમાવડો છે અહિયાં
અંગતોનો સાથ અતૂટ છે અહિયાં
સૌ' સાથેની આ મુસાફરી મજેદાર લાગે છે

ઉગેલા ને રોપેલા કાટાઓ ભરપૂર છે
પણ ફૂલોથી ભરેલો આ પથ વિશાળ છે
ઉઝરડાના દર્દ છે તો મહેકનો મલમ પણ છે
ઘનઘોર આ મુસાફરી મજેદાર લાગે છે

નથી રણના કે નથી જળના
નથી નભના કે નથી પથના
અહીં તો મુસાફર છીએ જીવનના
જીવનની આ મુસાફરી મજેદાર લાગે છે

રસ્તો છે ઘરથી કબર સુધીનો
સફર છે જન્મથી મરણ સુધીની
પથ લાંબો છે ને થાકી જવાનુ નિશ્ચિત છે
અહીં નિરંકુશ માણી લેવાની છે આ સફર
દિલથી, આ મુસાફરી મજેદાર લાગે છે.

પીયૂષ બારૈયા

Read More