Quotes by Prinjal patel in Bitesapp read free

Prinjal patel

Prinjal patel

@piyupatel
(229)

તું આગ ;હું પાણીની ધાર છું....
તું સત્ય; હું વહેમની વાત છું....
પરિશ્રમ તારું રૂપ; હું થોડી આળસની વહાલી,
તું દિવસ; હું ઢળતી એક રાત છું ....
તને ગમતો આ શાંતિનો સ્વર, હું રહી અવાજની સાથી,
તું ધૈર્ય; હું ઉતાવળી એક રાહ છું...
વિચાર તારા આગળ વધતા, હું પાછળ રહેલી વાણી,
તું રાઝ; હું ખુલ્લી કિતાબ છું....






                                             -PRINJAL

Read More

प्यार मैंने भी किया था, साथ मैने भी दीया था।
पहला प्यार जान के दूर तक जाने का वादा मैने  भी किया था।

बातें थी, बातों की वजह भी थी,
दूर रहकर प्यार का दर्द मैंने भी सहा था।
पहली बार नही है कि हम यु रूठे हैं उनसे,
मनाने का व्यव्हार हमनें भी किया था।

छोड दिया हैं मैंने उसे या उसने मुजे छोड़ा था,
वख्त क़े ख़ातिर युद्ध यूँही छिड़ा था।
नहीं मांगी थी मैने दौलत उसके खजाने से,
वख्त ही तो मांगा था रूठ कर यू जमाने से।

कर नही सकती थी ओर अब यु दूर हो के पास आना,
सेह नहीं सकती थीं उनसे यू दूरियां बढ़ाना।
कुछ तो बात होंगी प्यार में जो इतना आगे बढ़ा था,
लेकिन नसीब को मेरे मैने भगवान के भरोसे छोड़ा था।

दूसरा कोई मिलेंगा अगर तो बात येही बतानी हैं,
पेहले प्यार में वख्त की कमी ही हमारी लड़ाई हैं।

तुम अगर निभा सको तो ही बात आगे बढाना;
वख्त अगर दे सको तो ही प्यार जताना;
वरना नहीं चाहिये दूसरा मुजे पेहले जैसा ,
बस येही कहूंगी वख्त के बिना कोई भी मेरे पास मत आना......
                                                     मेरे पास मत आना।।।।।।
       
                                                      -PRINJAL

Read More

સાંભળો સાંભળો આ કોરોના ની પુકાર,
"I am coming હણવા ને માનવ જાત,"

સાંભળી ને આ બોલ્યા સર્જનહાર,
"મારી પાસે છે મારા અનેક રૂપ with them હથિયાર"

પહેલો મારો યોદ્ધા છે મારી સાથ,
king of the nation, મોદી નરેન્દ્રભાઈ દામોદરદાસ...

જેમની વાત નો તો એક અલગ જ અંદાજ,
Lock in house થકી બચાવે લોકો ના પ્રાણ...

માનજો સૌ કોઈ તેમની વાત,
till the end અમે આપની સંગાથ....

બીજો યોદ્ધા જે બચાવે પ્રાણ,
way to hospital છોડી ઘરના દ્વાર....

નર્સ અને કમ્પાઉન્ડર આપે એમનો સાથ,
24×7 Ready  બચાવા લોકોના પ્રાણ...

ત્રીજાને માથે ટોપી ને લાકડી છે જેના હાથ,
If you going બહાર તો ભણાવે ઘરે બેસવાના પાઠ....

પોલીસ અને આર્મીનું આ એક મોટું બલિદાન,
love for the nation ના કરાવે દર્શન વારંવાર....

ચોથો યોદ્ધા અપનાવે સ્વચ્છતા અભિયાન,
clean India green India ની લઇ વાત...

સફાઈ છે ઘણી જરુરી મોદીજીનું આ  આહ્વાન,
dream of the nation થયું છે સાકાર....

"ગુજરાતના કોરોના વોરીયર્સ" ને મારા સો સો સલામ,
તેમનાં આ કાર્ય ની કરતાં જય જયકાર....

ઘરમાં રહી તમે પણ બનો સમ્માનના હકદાર,
એકતાના આ સંદેશ સાથે આપીશું કોરોનાને માત.
   

                                  -PRINJAL

Read More

આ તે કેવો સમય છે!
એક બિમારી ના કારણે સૌ કોઇ કેદ છે....

બહારના વ્યક્તિ સાથે વાત ન કરાય!
પણ પરિવાર સાથે વહેચતુ સૌ કોઈ સ્નેહ છે....

હા ! કદાચ કંટાળી ગયા છે બધા....
એટલે જ ઘર લાગતી એક જેલ છે.....

પણ ઘરમાં રહેવું જ એક વિકલ્પ છે તો,
તો એ "ધરતી ના છેડે" જ વસવું નેક છે....

કોઈ મળવાને તરસી રહ્યું પોતાના પ્રિયતમ ને,
પણ પ્રેમ વધારવા ને વિરહનો આ સમય શ્રેષ્ઠ છે....

મળવાની આ ઉત્સુકતા જાળવી રાખજે મિત્ર!
કેમકે વિરહ પછીની મુલાકાત ની વાત જ કઈંક ઓર છે....
    

                                       -PRINJAL

Read More

આજે વાત મારી બે ખાસ મિત્રોની છે ...
"નામ મેં ક્યાં રખ્ખા હે " એવું તો નહીં કહું અને એટલે જ ઓળખ આપવી જરૂરી છે .

અમારું એક એવું ગ્રુપ જેનું નામ પણ કમાલ છે ,
APJ એની નાની ઓળખ પણ નામ બહુ મહાન છે.

A ફોર એપલ નહીં પણ A ફોર અંજલી જે આ ગ્રુપ નો પ્રથમ કિરદાર છે ,
શુ કહું એની માટે મારા શબ્દો ને પણ એનો વિચાર છે !!!!!

કયારે મળી કેવી રીતે મળી એતો બધો જૂનો ઇતિહાસ છે ,
પણ વર્તમાન માં તો એ મારો મીઠો અહેસાસ છે .
અંજલિ તારા હોવાનો મને ઘણો ગુમાન છે ,
અને માટે જ તારા વર્ણન નો અહીં આટલો વ્યાપ છે.

P ફોર પિયુ ,. ના ના P ફોર પ્રિયા જે અમારા ગ્રુપ નો બીજો અધ્યાય છે ,
પિયુ એટલા માટે કેમકે એ એની એ અલગ જ ઓળખાણ છે .
છે હાઈટ માં નાની પણ લાગે હાથી જેવી એવો એનો અંદાજ છે ....
યાદ આવી ગઈ અમારી પ્રથમ મુલાકાત જેમાં અમારો ઝગડો જ "કારણહાર " છે !!!!!
કારણહાર એટલા માટે કેમકે અમારી દોસ્તી કંઈક એવી રીતે થઇ ,
હતી દુશ્મની પણ પછી મિત્રતા ક્રિષ્ના સુદામા જેવી થઇ .......

J ફોર જયસ્વિની જે હું પોતે છું ,
મારો પરિચય અંતે આપ્યો , તમને લાગશે કેવી હું મુર્ખી છું .
પણ મને આ મુર્ખામી જ પસંદ છે , કેમકે મારી આ બેઉ સહેલીઓ જ મારી ઓળખ છે .

અંતે હું એટલું કહીશ કે ,


               "આપણી મિત્રતા કંઇક એવી છે,
જાણે ફેેેેસબુુક અને મેસેન્જર ની જોડી છે.....
               શરુઆત એની થોડી અનોખી છે,
જાણે વોટ્સએપ ની પ્રથમ સ્ટોરી છે......
               વાતની  રસધાર કંઇક એવી છે,
જાણે હાઇકના સ્ટીકર ની વણજાર છે.......
              આપણી મિત્રતા જેવી કોઈ જોડ નથી,
જાણે યુટ્યુબ ને રોકવાની કોઈ દોર નથી..."




-PRINJAL

Read More

રાહ .....
જે મેં તારી બે વર્ષ જોઈ ,
અને તારાથી બે દિવસ પણ ના જોવાઈ ....!!

વાતો .......
જે મેં વાર્તાઓ માં કરી ,
અને તારાથી વાક્યો માં પણ ના થઇ .....!!

તડપ .....
જે મેં દિવસ રાત અનુભવી ,
અને તારાથી ઘડીક પણ સહન ના થઇ ......!!

વિશ્વાસ .....
જે મેં તારા પર અતૂટ રાખ્યો ,
અને તારાથી એની સાચવણી ના થઇ ......!!

સમય .....
જે મેં તને વણમાંગ્યો આપ્યો ,
અને તારાથી એની પૂરતી ના થઇ ......!!

ઈચ્છા .....
જે મેં તારી બધી પુરી કરી ,
અને તારાથી એ સંતુષ્ટ ના થઇ ......!!

મૃત્યુ .....
જે મેં તારી સાથે માગ્યું હતું ,
અને તારી એમાં હાજરી ના રહી .....!!

Read More

સમય સમય ની આ વાત છે ,
હવે સારો સમય જ ક્યાં સાથ છે !!!
તને પણ અને મને પણ ,
ગમતી તોય આ વાત છે !!!

રડી રડી ને ભૂલવું એ કદાચ ફાવશે મને ,
પણ એ રડવામાં તારોય ક્યાં વાંક છે !!!

દૂર દૂર સુધી કળી નથી શકતી તને ,
પણ એનોય તો એક રાઝ છે !!!

ફરી ફરી ને હૃદય એ તને જ સ્વીકાર્યો ,
પણ મારો નિઃસ્વાર્થ પ્રેમ તો અનાથ છે !!!

જાણી જાણી ને કેટલું જાણી શકી તને ?
એ જાણવા છત્તા તું આટલો અજાણ છે !!!

Read More

વાત જ એવી કરી કે શબ્દો ખોવાઈ ગયા ,
    સંભાળ રાખી સાચી પણ સપના ખોવાઈ ગયા .....!!

જીતવાનો તો સવાલ જ ઉભો નથી થતો ,
    રમત જ રમાડી એવી કે દાવ ખોવાય ગયા .....!!

મન માં હતું કે મન તમારું પણ છે મને  મળવાનું ,
     પણ બહાના બતાવ્યાં એવાં કે દિલડાં ક્યાંક ખોવાઈ ગયા ......!!

બંધાયેલી સંબંધ ની આ દોર ,એક મજબૂત દોરાથી ,
    પણ ગૂંચવ્યા દોરા એવા કે છેડા જ ખોવાઈ ગયા .....!!

હું તમારા માં ને તમે મારા માં એવા તે કેવા સમાયા હતાં!!!
   હું રહી ગઈ વચ્ચે ને તમે દૂર ક્યાંક મારાથી ખોવાઈ ગયા ......!!

Read More

નહોતું ધાર્યું કે તારા નામ ના મંત્ર ભણીશ ,
નહોતું વિચાર્યું કે તને આવા પણ પત્ર લખીશ ,....
પ્રેમ તો ખબર નહિ કેમનો થઇ ગયો !!!!
પણ ,.....
નહોતું વિચાર્યું કે પ્રેમ માં હું આટલું રડીશ...!!

તું અડે મારા મન ને હું તાક્યા કરું તારા તન ને ....
તન તો તોય માની જશે પણ કેમ મનાવું આ મન ને !!!
તન મન કરવા ને ભેગા આજીવન હું મથ્યા કરીશ .....
પણ ,....
નહોતું વિચાર્યું કે પ્રેમ માં હું આટલું રડીશ...!!

હવે કદાચ તને કોઈ બીજો સહારો મળ્યો છે ,....
'મારા જેવો' તો નહિ પણ સારો એક નાતો મળ્યો છે !!
મારા થી વધારે જો એ કરશે તને પ્રેમ તો રાજી જરૂર થઈશ .....
પણ ,....
નહોતું વિચાર્યું કે પ્રેમ માં હું આટલું રડીશ...!!

ભૂતકાળ ને વાગોળવાની વાત જ કંઈક ઓર છે ....
પ્રેમ હતો કે કેમ એ ખબર નહિ પણ, નફરત નો આ દોર છે ,.....
તોય મારા પ્રેમ માં રોજ થોડો ઉમેરો હું કર્યા કરીશ .....
પણ ,....
નહોતું વિચાર્યું કે પ્રેમ માં હું આટલું રડીશ...!!

તારા માટે કદાચ સમય પસાર કરવાની એક રીત હતી ,...
પણ મારા માટે એ એક શીખ હતી ,....
આ શીખ થી ઉપરવટ જઈ ને તને ચાહ્યાં કરીશ ,....
પણ ,....
નહોતું વિચાર્યું કે પ્રેમ માં હું આટલું રડીશ...!!

હા નહોતું જ વિચાર્યું ....!!!!!
પણ ,....
એક વાત હું જરૂર લખીશ ....,
જેને હું તારા ખૂબી કહીશ ....
પ્રેમ માં દગો તો બધા આપે યાર .....!!!!!
પણ ,.....
નહોતું વિચાર્યું કે ' તું એ  દગા માં પણ દગો કરીશ '.......!!!

Read More