નહોતું ધાર્યું કે તારા નામ ના મંત્ર ભણીશ ,
નહોતું વિચાર્યું કે તને આવા પણ પત્ર લખીશ ,....
પ્રેમ તો ખબર નહિ કેમનો થઇ ગયો !!!!
પણ ,.....
નહોતું વિચાર્યું કે પ્રેમ માં હું આટલું રડીશ...!!

તું અડે મારા મન ને હું તાક્યા કરું તારા તન ને ....
તન તો તોય માની જશે પણ કેમ મનાવું આ મન ને !!!
તન મન કરવા ને ભેગા આજીવન હું મથ્યા કરીશ .....
પણ ,....
નહોતું વિચાર્યું કે પ્રેમ માં હું આટલું રડીશ...!!

હવે કદાચ તને કોઈ બીજો સહારો મળ્યો છે ,....
'મારા જેવો' તો નહિ પણ સારો એક નાતો મળ્યો છે !!
મારા થી વધારે જો એ કરશે તને પ્રેમ તો રાજી જરૂર થઈશ .....
પણ ,....
નહોતું વિચાર્યું કે પ્રેમ માં હું આટલું રડીશ...!!

ભૂતકાળ ને વાગોળવાની વાત જ કંઈક ઓર છે ....
પ્રેમ હતો કે કેમ એ ખબર નહિ પણ, નફરત નો આ દોર છે ,.....
તોય મારા પ્રેમ માં રોજ થોડો ઉમેરો હું કર્યા કરીશ .....
પણ ,....
નહોતું વિચાર્યું કે પ્રેમ માં હું આટલું રડીશ...!!

તારા માટે કદાચ સમય પસાર કરવાની એક રીત હતી ,...
પણ મારા માટે એ એક શીખ હતી ,....
આ શીખ થી ઉપરવટ જઈ ને તને ચાહ્યાં કરીશ ,....
પણ ,....
નહોતું વિચાર્યું કે પ્રેમ માં હું આટલું રડીશ...!!

હા નહોતું જ વિચાર્યું ....!!!!!
પણ ,....
એક વાત હું જરૂર લખીશ ....,
જેને હું તારા ખૂબી કહીશ ....
પ્રેમ માં દગો તો બધા આપે યાર .....!!!!!
પણ ,.....
નહોતું વિચાર્યું કે ' તું એ  દગા માં પણ દગો કરીશ '.......!!!

Gujarati Shayri by Prinjal patel : 111028195
Prinjal patel 6 year ago

Khub saras Akshay.....😊😊☺

Akshay Patel 6 year ago

વાત જાણે એમ છે કે... સમય સમયે કેટલી વાતો કરી...! જયારે જરુંર હતી સમય ની ત્યારે... સાથ છોડી દીધો.. તે જ સમયે અમે વિશ્વાસ ગુમાવી દીધો.... નહતુ વિચાર્યું કે પ્રેમ મા હું આટલું રડીશ......

Patidaar Milan patel 8 year ago

આ કંઈક વધારે samjaavi gai poem

Digvijaysinh 8 year ago

ભુલ થી ભુલ થઇ ઞઇ ને પછી ભુલ ની આદત થઇ ઞઇ ન સમજાયુ આ દીલ ને નફરત થી પણ ચાહત થઇ ઞઇ

Sagar Patel 8 year ago

wahh shu waat che nice wrrite

Prinjal patel 8 year ago

ધન્યવાદ કમલેશ..

Kamlesh 8 year ago

આહાહા ....અત્યુત્તમ...મહોદયા...

Abhi 8 year ago

wahh @prinjal patel wahh

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now