Quotes by Patel Ravi in Bitesapp read free

Patel Ravi

Patel Ravi

@patelravi8935


તું મીંઢી મીંઢી લાગણી,
હેવાયો થયો હુ,મોહી ગયો હુ,
કે તારી મીંઢી મીંઢી લાગણી,

જાણે અજાણે મલી ગયી છે તુ,
લાગતું વળગું બધુ ભુલાવે તુ,
મન મારુ એવું તે કેવું ધુમાવો તુ,
કે નજરની સામે બસ હવે તુ દેખાતી,
આ કેવી તારી મીંઢી મીંઢી લાગણી,

ચાંદની કેવી છે ઝળહળતી રાતની,
વિના સંગાથે આ પ્રિત મારી વહેતી,
અનેરી અલબેલી ઝંખના છે આ તારી,
લાગણી મારી તુ, માગણી મારી તુ,
કે ચાંદની સામે બસ હવે તુ દેખાતી,
આ કેવી તારી મીંઢી મીંઢી લાગણી,

Read More

આંખ માથી નીકળતા આંસુ નેતુ પાણી માને છે ,
ના રે ના એતો ખાલી મારી લાગણીઓ વહે છે,

આજે યાદ ફરી તારી આવી,
આંખને તરસ તારી લાગી,
પાનખરમાં તને મને જોવી છે,
આજે યાદ ફરી તારી આવી છે,

આ રાત હવે ના વિત્યા કરે,
તારે વાત કાને સંભરાયા કરે,
તારો શ્વાસ ક્યારે મારામાં ભળે,
બધી મોસમમાં તને મને જોવી છે,
આજે યાદ ફરી તારી આવી છે,


મારી આસપાસની હવા કહે છે,
મારે શ્વાસે હવે તુ ક્યારે સમાસે,
મારે નજર સામે તુ ક્યારે આવશે,
તારા વિનાની ઋુત બાવરી છે,
બધી મોસમમાં તને મને જોવી છે,
આજે યાદ ફરી તારી આવી છે

Read More

સપના ની પરી છે
જાણે રંગ રંગ નું પતગીયુ
જાણે રંગ બે રગી છે

રાહ એની આતુરતાથી જોવાથી,
મળવાની એને ઝંખના થતી,
આવશે એ, આવશે રે,
એમ લાગણીઓ ભરમાય છે,

એને નજર સામે જોઇને,
હોઠ ચુપ છે
નયન સરમેલી છે
પણ ચહેરે ત્યારે ખુશી છવાય છે
એક બિજાને જોયા કરી
હળવું હળવું સ્મિત કરી
પણ મન ત્યારે ખૂબ મલકાય છે,

ના એને ક્યાંય જવા દઉ,
ટગર ટગર જોયા કરુ,
પલભર મા હસાવી વહી ગઈ,
પાછી એની યાદ છવાઈ છે

Read More

આંખોનું દર્પણ છે તુ,
સ્મિત કેરો આભાસ તુ,
તારા વીના હુ કહી નહી,
તેથી કહુ છું તને,
હૈયાની પ્રીત છે તુ,
મનની મિત છે તુ,

સવારની ઝાકળ છે તુ,
સાંજની ધુમ્મસ છે તુ,
રાતનું અજવાળું છે તુ,
તારા વિના હુ કહી નહી,

સપના ની હેલીએ તુ,
દિલ ની ડેલીએ તુ,
ચાલતો હુ સાથે ડગલે પગલે તુ
તારા વિના હુ કહી નહી,

Read More

મારા હૈયે હૈયે તારું નામ બોલાય,
ભુલાય થી ભુલી ના શકાય,
કેટલી દુરી છે તારી ને મારી,
મનમાં ને મનમાં તું સાંભરે છે,

સાંજ ઢળે છે યાદ આવે છે,
ચાંદ ખિલે છે યાદ આવે છે,
તારા ને જોઈને રાત વિતે છે,
મનમાં ને મનમાં તું સાંભરે છે,

તારી સાથે રહેવું ગમે છે,
તારી બધી વાત ગમે છે,
મુલાકાત યાદ આવે છે,
બસ મનમાં ને મનમાં તું સાંભરે છે,

Read More