Quotes by Parth Gandhi in Bitesapp read free

Parth Gandhi

Parth Gandhi

@parthgatha


 'એનું કારણ શું છે' Poem #Officially Published!     I hope that everyone like this!


આ હાથો હવે કલમ સુધી પહોંચતા નથી...એનું કારણ શું છે?

આ ઝરણાંઓ, નદીઓ અને રૂપેરી વાદળીઓ,                  હવે સાગર સુધી પહોંચતા નથી...એનું કારણ શું છે?

મને રોજ સવારે સુગંધ આપતા, આ પતંગિયાઓ,            હવે ફૂલો સુધી પહોંચતા નથી...એનું કારણ શું છે?

ઉજાસ અને અંધકાર વચ્ચે આ મેઘધનુષ્યના સાત રંગો,    હવે મારા ઘર સુધી પહોંચતા નથી...એનું કારણ શું છે?

મંદિરોની ધંટડીમાં અને પ્રિયતમાના લગ્નની મહેફિલમાં, ગયેલા મારા મિત્રો,
હવે મારી આંખો સુધી પહોંચતા નથી... એનું કારણ શું છે?

Read More

'એક અણસાર હું રોજ જોવ છું.' @Poem 

એને જોતાં જ મારું સમગ્ર વ્યક્તિત્વ વિસરાઈ ને તારામય બની જાય છે... એનામાં મને અને મારામાં એને હવે રોજ જોવ છું.

એને રોજ મળવાની ક્યાં જરૂર છે...મારા પડછાયા ‌રૂપી તો એને રોજ મારી નિકટ જોવ છું.

એ હોય ભલે મીલો દુર મારાથી, પણ એની યાદોની સુગંધ મારી આસપાસ જોવ છું.

આવી અસૂર્યલોક ઘટનાઓનો
'એક અણસાર હું રોજ જોવ છું.'

Read More

@રસ્તે એને જોઈ હતી. Published in Divya Bhaskar newspaper.