Quotes by Palak parekh in Bitesapp read free

Palak parekh

Palak parekh Matrubharti Verified

@palakparekh8911
(168)

hello friends, કેમ છો?
ઘણા લાંબા સમય બાદ તમને યાદ કર્યા sorry પણ શું કરું સામાજિક અને શારિરીક એમ બંને પ્રકારની સમસ્યા હોવાથી હું મારી novel પુરી કરી ના શકી. પણ એક promise જરૂર કરીશ કે હવે બનશે એટલી જલ્દી મારી નવલકથા એક અનામી વાત ના આગલા ભાગ લઇને આવું, તો friends get ready with me. And sorry again 😔

Read More

એ મને ઓળખી નથી શકતો. કે તે મને ઓળખવાની કોશિશ જ નથી કરી.... આવી ફરિયાદો તો રોજ કરો છો.
પણ શું ક્યારે એ ઓળખવાની કોશિશ કરી કે હું કેવી છું,કે કેવો છું? જ્યારે આ પ્રશ્નનો જવાબ મળી જશે ને ત્યારે બીજા એક પણ પ્રશ્નો કે ફરિયાદો નહિ રહે. ગેરંટી

Read More

સલામ જાંનિસાર અખ્તર સાહેબને...
आए क्या क्या याद नज़र जब पड़ती इन दालानों पर
उस का काग़ज़ चिपका देना घर के रौशन-दानों पर

आज भी जैसे शाने पर तुम हाथ मिरे रख देती हो
चलते चलते रुक जाता हूँ सारी की दूकानों पर

बरखा की तो बात ही छोड़ो चंचल है पुर्वाई भी
जाने किस का सब्ज़ दुपट्टा फेंक गई है धानों पर

शहर के तपते फ़ुटपाथों पर गाँव के मौसम साथ चलें
बूढ़े बरगद हाथ सा रख दें मेरे जलते शानों पर

सस्ते दामों ले तो आते लेकिन दिल था भर आया
जाने किस का नाम खुदा था पीतल के गुल-दानों पर

उस का क्या मन-भेद बताऊँ उस का क्या अंदाज़ कहूँ
बात भी मेरी सुनना चाहे हाथ भी रक्खे कानों पर

और भी सीना कसने लगता और कमर बल खा जाती
जब भी उस के पाँव फिसलने लगते थे ढलवानों पर

शेर तो उन पर लिक्खे लेकिन औरों से मंसूब किए
उन को क्या क्या ग़ुस्सा आया नज़्मों के उनवानों पर

यारो अपने इश्क़ के क़िस्से यूँ भी कम मशहूर नहीं
कल तो शायद नॉवेल लिक्खे जाएँ इन रूमानों पर

जाँ निसार अख़्तर साहब

Read More

કોઈ તો કહો સાગર અને સરિતામાં ફર્ક કેટલો?

એક દીવાની મલિન થઈ ,
પાષાણ પરથી પછડાઈ,
મુકેછે દોટ પ્રિત ને પામવા બસ તેટલો?

એક જુએ છે વાટ,
ફેલાવીને હાથ,
ભરે છે જે પ્રેમનાં જ શ્વાસ,
પ્રત્યેક લેહરે પખાળે પ્રીતિ ના પાદ બસ છે એક્લો.

કોઈ તો કહો કે સાગર અને સરીતા માં ફર્ક કેટલો?

પલક પારેખ.
ગાંધીનગર.

Read More

હું જેવી છું એવી મને પસંદ છું,
તું જેવો છે એવો તને પસંદ છે.

તો પછી એ વાત ને મૂકી દો,
કોની કઈ વાત કોને નાપસંદ છે.

જો મારી દિલની તને ખબર છે,
અને તારા દિલની મને ખબર છે.

નાખ ને રાખ એ વાત પર કે,
કોણ,કોને, અને કેટલું પસંદ છે.

બસ વાત યાદ રાખ એક કે,
તું મને પસંદ છે 'ને હું તને.

પલક પારેખ (ગાંધીનગર)

Read More

જીવતર

વિચાર્યું કે જીવતર ની કહાની લખવી છે,
પણ એમાં શું-શું લખું?

બચપણ નું હાસ્ય,
કે પછી જવાની નો જોશ.


પ્રોઢા વસ્થા નો પ્રેમ કે,
પાકટ વયે જીંદગી જીવ્યા નો વ્હેમ.

નસીબ નો સાથ કે,
પોતાના ઓની લાત.

ગજબનો ઉપસંહાર લખું કે,
કે ટુકડે-ટુકડે કહાની લખું.

નથી ખબર મને કે તેને,
મારી કે લોકો ની જુબાની લખું....

પલક પારેખ (ગાંધીનગર)

Read More