The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ તો સ્મિતની વાત છે( 2 ) હળવી પળો હેતથી 'સ્મિત' બની સમાઈ ગયા સ્મિતમાં છતાંયે, સંધ્યા ઢળે ને એકબીજાની ખોજમાં.. બેચેન દિલની વાત સ્મિત કરે, જાગતી રાતો..અઢળક વાતો.. વાતોમાં વ્હાલ..અનેક સવાલ.. એકપળ વિસરાય નહીં.. આજ કે કાલ નહીં.. પ્રેમનું ભૂત સ્મિત પર સવાર, સપનાઓમાં 'સ્મિત'ની જાંખી.. હળવી પળો-મુલાકાતો, યાદોની પોટલી સ્મિતે સંઘરી રાખી.. મળવાની તાલાવેલી, 'સ્મિત'ની બીજી મુલાકાત.. હેતાળ પળો હૈયાની વાત, અરે વ્હાલી વાત.. 'સ્મિત' સાથે એ ફરી મળ્યા એ સ્મિતને, સ્મિતે પણ વહેચ્યું પોતાનું 'સ્મિત' એની આદત મુજબ.. ભેટીને મળ્યા, એકમેક માં સહેજે પરોવાયા.. ફૂલોનો બગીચો, મીઠી મહેક.. જલકતી હરિયાળી ને પવનની મસ્તી.. માદક ઘાસ, ને વારે વારે કલરવ કરી શરમાવતા પંખીઓ.. ખુલ્લી ઝુલ્ફો, ખીલતું સ્મિત.. આંખોનો નશો, હોઠોની હરકત.. મીઠી વાતો, આંગળીઓની રમત.. સ્મિત ખોવાયો ખેંચાયો ભરમાયો શરમાયો ને વહેતો ગયો.. હોઠોની મુલાકાત શાનથી, ને વર્ષાનું આગમન.. ભીંજાયેલા હોઠ ફરી ભીંજાયા, આ સ્મિતના પ્રણયની પહેલી વર્ષા.. હેતાળ હૈયા રમતે ચડ્યા.. આંખોમાં આંખો મળી.. શરમાળ હૈયા ભેટી પડ્યા.. વાદળીઓ વહી ગઇ, સાંજ ઢળી ગઈ.. સાંજ બદલાઈ રાતમાં, રાત જાણે દુશ્મન લાગી સ્મિતને.. અરે એમને જવા મોડું જો થતું હતું.. 'ભેટીને અલગ થવું, અને ભેટીને મળવું' કેટલીય લાગણીઓની આપલે, આખરે છુટા પડ્યા ફરી એક 'સ્મિત' સાથે. ~નિતીન સુતરિયા
આ તો સ્મિત ની વાત છે.
જૂની મિત્રતા પાંચ વર્ષ પછી મળી સ્મિતને એક 'સ્મિત' સાથે.
એ 'સ્મિત' સાથે મળ્યા સ્મિત ને, સ્મિતએ પણ વહેચ્યું પોતાનું 'સ્મિત', એની આદત મુજબ.
હવે તો 'સ્મિત' રોજબરોજ મળવા લાગ્યું સ્મિત ને.
જુના મિત્રો હવે સાથેજ હતા.
સ્મિતનેતો ગમ્યુ એ 'સ્મિત', અને જે ગમેછે તે ખેંચીલે છે. ખેંચાયો એ પણ, ધીરે ધીરે ખોવાયો પણ, અને ફસાયો પણ હાએ પ્રેમમાં જ.
હવે કહી દેવું હતું એને કે, એ 'સ્મિત' એને હવે બહુ ગમે છે. ઉપડી ગયો હું(સ્મિત) ગુલાબ લઈને. પણ હિંમતતો ઘરે જ ભૂલી ગયો, રહી જાત ગુલાબ હાથ માંજ. પણ રહ્યું નથી તમે એ સમજ્યા !! ફેંકાઈ ગયું કોઈક અજાણ ડરમાં, અરે સામેથી એ જોવા જો મળ્યા.
એ સ્મિત તો સામેથી મળ્યું દોસ્ત. મળ્યા વાતો થઈ, થોડીક એમની લાગણીઓ પણ વ્યક્ત થઇ, એટલી હિંમત તો એય જોડે લઈને આવ્યા હતા.
છતાંય મારાથી તો મુલાકાતનો એક પ્રસ્તાવ માંડ થયોતો. એમ ની હા મળી, એ મુલાકાત ની હોંશ તો ભૂતની જેમ મન પર સવાર હતી.
થઈ એ મુલાકાત પણ...
નદીનો કિનારો, સંધ્યાનો સમય, મસ્તીખોર પવન, પાણીમાં થોડી-થોડીવારે ડોકિયાં કરી શરમાવતી માછલીઓ, એની ઝીણાં અવાજ માં મીઠી વાતો, એ વાતો માં તાલ પુરાવતા વૃક્ષ પરના પાંદડાઓનો અવાજ, ને વાતાવરણમાં માં તો એવોજ નશો. અરે મુલાકાત તો સાવ હળવી બની ગઈ, મારુ હૃદય ખુલ્લી ગયું ને આખરે શબ્દ બની ઠલવાઇ ગયુ.
અરે સૌથી સારામાં સારું 'સ્મિત' સ્મિતને તો ત્યારે મળેલું. એમના હૃદય માંથી પણ સ્મિતને વળતો પ્રેમ મળ્યો, જે શબ્દો થી નહીં હોઠો થી મળ્યો. માછલીઓની શરમ ના લીધે નહીં પણ એમજ સ્મિતના ગાલ ગુલાબી થઈ ગયા. પછીની વાતો સ્મિતએ એમનો હાથ પકડીને જ કરી અને એમણે એ હાથ છોડવા પણ ના દીધો. સાંજ બદલાઈ રાતમાં. રાત જાણે દુશ્મન લાગી સ્મિત ને, અરે એમને જવા મોડું જો થતું હતું.
'ભેટીને અલગ થવું, અને ભેટીને મળવું' કેટલીય લાગણીઓની આપલે. આખરે છુટા પડ્યા, ફરી એક 'સ્મિત' સાથે.
~ નિતીન સુતરિયા
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser