The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"દશહરા" 'હરા' એટલે હરવું અથવા નાશ કરવો અને 'દશ' એ સંખ્યા દર્શાવે છે. આમ, આપણામાં રહેલા દશ પ્રકારના દુર્ગુણને આપણે જ હરવા કે દુર કરવા એ જ સાચી "વિજયા દશેરા..."
માતૃ ભારતી પર સૌ મિત્રોને જણાવતાં આનંદ થાય છે, કે સાહિત્ય રસિકો અને વિદ્યાર્થીઓ માટે મેં યુટ્યુબ પર એક ચેનલ શરૂ કરી છે. જેનું નામ છે Nilesh Kadavala તો આપ સૌ ચેનલની મુલાકાત લો અને સાહિત્યની અમર રચનાઓ તથા અભ્યાસને અનુલક્ષીને હાલના વીડિયો છે એને શેર કરો. ચેનલ માત્ર સાહિત્ય રસિકો અને વિદ્યાર્થીઓ માટે જ બનાવી છે. તો આપ સૌ આ ભગીરથ કાર્યમાં મદદરૂપ બનશો. ધન્યવાદ ! https://youtu.be/vJmzCDbzYpg
ટાઢો... ગુજરાતી ભાષા અઘરી છે હો સાહેબ... "ગરમ સળિયા વગેરે શરીરને અડાડીને ચામડીને બાળવામાં આવે એને ગુજરાતીઓ "ટાઢા દેવડાવવા" એમ કહે છે. -Nilesh Kadavla
ચાલ મળીએ કોઈ કારણ વિના, રાખીએ સંબંધ કોઈ સગપણ વિના, નિભાવીએ સંબંધ, સમજીએ એકબીજાને કોઈ સંકોચ કે મુંઝવણ વિના.
ખભે ખમીને ત્યેં ભાર, મોટા કર્યા મારા બાપ, હવે પા પા ભરવા પગલિયું, અમને નાનાં ય કરને નાથ. - નિલેશ કદાવલા
જાજું મથે માનવી, ત્યારે વિઘો માંડ પવાય, રઘુવીર રીઝે રાજડા, ત્યારે નવખંડ લીલો થાય. - રાજભા ગઢવી (ગીર) માણસ ખૂબ મથામણ કરે, ખૂબ મહેનત કરે ત્યારે એકાદ વીઘો વાડીને માંડ પાણી પાઈ શકે. પણ રઘુવીર (ભગવાન શ્રીરામ) રીજે (કૃપા કરે) તો નવખંડ (આખું જગત) એ વરસાદ વરસાવીને લીલું કરી દયે. ઈશ્વરની શકિત સામે, એની કૃપાદૃષ્ટિ પાસે આપણે તો નતમસ્તક વંદન જ કરવાં જોઈએ. #મોસમના પહેલા વરસાદનું આગમન 20/062020
દુનિયા ગમે એટલી ડિજીટલ થાય... પણ... સાહેબ અનાજ કોમ્પ્યુટરમાંથી નહીં, ખેડૂતોની મુઠ્ઠીમાંથી વવાયેલા કણ અને એના પરસેવાના પાણીથી સિંચન થઈ, પરિશ્રમ રૂપી ખાતરથી ધરતીમાંથી એકવાર ધરબાઈને જ ઊગે ! #ખેડૂતપુત્ર #ધરતીપુત્ર
ઝલક સૂકી ધરતી ને સૂકી સૌની પલક, હરિયાળી કરી દીધી તેં એક પલક. ભરપૂર નદી નાળાં, ભરાયાં સરવર, એક જ રાતમાં તેં બતાવી ઝલક. ખાલીખમ કૂવા ને તળાવો અપાર, તારી જ રાહ જોતાં સકળ ફ્ળક. બોલી ગઈતી રાડ, સુધ્ધાં પીવાનાં પાણીની, ધીમી ધારે, તેજ ગતિએ દીધી જયાં ડણક. કોઈ કહે વહાલો તું, કોઈ કહે લુચ્ચો, જગતાત તું, રાજી થયો આખાયે મલક. ~નિલેશ એન. કદાવલા
આગળ વધવું, આગળ વધવું પીઠ ફરી ના જોવું પાછળ, એક દિન આવશે એવો, કોઈ પીઠ થાબડશે પાછળ. #આગળ
ભૂસાંતાં ચિત્રો (પાંચેક દાયકા પહેલાંનું ગામડું અને રીતરિવાજો) https://www.matrubharti.com/book/19886225/bhusata-chitro
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser