The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ક્યારેક કોઈ કારણ વગર મળી જાય પછી , જુદા પડવા માટે હજાર કારણ મળી જાય -Neha Thakar
તારા વગર જીવવાનું તો શીખી લીધું, પણ તારી યાદ એકલાં પડવા નથી દેતી -Neha Thakar
રવિવાર પણ સરકી ગયો પળવારમાં, આખું અઠવાડિયું જશે એની રાહમાં. નેહા ઠાકર
મન તારા જ વિચારોમાં ખોવાયેલું હોય... ને તું પુછે છે... તારું ધ્યાન ક્યાં છે... # Neha Thakar
વાતો...તારી અને મારી વાતો.. હા, આપણી વચ્ચે અઢળક વાતો થતી રહે છે.. ક્યારેક શાબ્દિક તો ક્યારેક મુક વાતો... તને ખબર છે..મારે તારી સાથે વાત કરવા માટે કોઈ કારણ કે જગ્યાની જરૂર નથી પડતી... બસ તારા સાથે હોવાનો અહેસાસ... અને હું સતત બોલતી અને સાંભળતી રહું છું.. અવિરત ચાલતી આ વાતોમાં ક્યારેક તો હું તારાથી રિસાઈ પણ જાઉં..😒 તો વળી ક્યારેક ઝઘડી પણ પડુ....😀 પણ તેમ છતાં ક્યારેય નથી અટકતી આ વાતો... હું ઈચ્છું છું કે કોઈ પણ ખલેલ વગર અને એકબીજાને મળ્યા વગર.. બસ..આમ જ હંમેશા ચાલતી રહે આ ખાટી મીઠી વાતો.. ફક્ત તારી અને મારી વાતો...😊 #નેહા ઠાકર
એણે કહ્યું કે થોડો સમય આપીશ મને.. મેં પણ કહી દીધું કે, સમય મારો હશે ત્યારે જરૂર આપીશ.. Neha Thakar
જિંદગી સામે હવે કોઈ ફરિયાદ કરવી નથી, હું બોલવું ને તું આવે,એવી રીતે હવે મળવું નથી. કોણ કહે છે કે પ્રેમમાં જરૂરી હોય છે મળવાનું, તું સપનામાં આવી જાય તો હવે જાગવું નથી. તરસી લીધું છે હવે ઘણું, તારી લાગણી માટે, તું સામેથી પ્રેમ વરસાવે એવું હવે કરવું નથી. કોરી ધાકોર આંખોમાં શોધું હું પ્રેમ ક્યાં સુધી, મારે તો ભર ચોમાસે પણ હવે ભીંજાવું નથી. ઈચ્છાઓ તો હતી કે તને પામી લઉં પૂરેપૂરો, પણ લાગણીની સોદાબાજી હવે કરવી નથી. નેહા ઠાકર સુરત
તારી સાથે સાંજ સૂર્યાસ્તના ઢળતાં પોપચા વચ્ચેથી જયારે, રાત આળસ મરડીને બેઠી થઈ રહી હોય.. આવા સમયે તારા હાથમાં મારો હાથ હોવો, જાણે નવા પ્રણયની શરૂઆત થઈ રહી હોય.. નિ:શબ્દ બનીને જોતા રહીએ એકમેકને, જ્યારે ચાર આંખો સઘળું કહી રહી હોય.. ઘૂંટાતા રહે છે ધીમે ધીમે રંગો મિલનના, લાગે છે એક સાંજ ગુલાબી થઇ રહી હોય.. ભૂલી જાઉં છું ત્યારે હું મારાં અસ્તિત્વને, સાંનિધ્યમાં જ્યારે તારા ઓગળી રહી હોય.. # નેહા ઠાકર
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser