Quotes by Narayan Desai in Bitesapp read free

Narayan Desai

Narayan Desai

@nayanrabari97257gmail.com4379
(29)

ચીનમાં ચિંગચાંગ મોટો સોંદર્ય પારખું કવિ હતો. તેના જેવા સોંદર્ય શાસ્ત્ર (એથેસ્તિક) ગ્રંથો ચીનમાં બીજા કોઈ ન લખ્યા?.  જાણે તે જમાનોનો કૃશ્ય હતો ?  તે વીસ વરસ સુધી ગ્રંથોમાં શોધતો રહ્યો  કે સૌંદર્ય શું છે?  એકવાર મોડી રાત્રે  ગ્રથોમાં ડૂબ્યો ડૂબ્યો ઉઠ્યો ને પડદો ઉપાડ્યો અને દરવાજા બાહર જોયુ તો ? આકાશ તારો થી શણગાર્યું છે ,  ચંદ્રમાં પૂર્ણ રૂપે ખીલ્યો ,ઊંચા ઊંચા મિનાર ધ્યાનસ્થ ઊભો છે, ધીરે ધીરે આકાશમાં પવન વહે , મંદ સમીર ઊપર સવાર થઇ ફુલોની સુગંધ ઠેઠ ધ્રાણેદ્રિ  સુધી પહોંચી! ત્યાં કોઈ જલપક્ષી તિવ્ર ચીખ્યું ! ચીખમાં  કંઇક ઘટ્યું  ?  ચિંગચાંગ મનમાં મનમાં જ બોલ્યો" how mistek I was : raise the screen and see the world( હું કેવી ભૂલમાં ભરેલો હતો , પડદા ઉઠાવો! અને  જગતને જોવો ?)' બસ જીવન શું છે ? પડદા ઉઠાવાની કળા'

✍️ નારાયણ ✍️

Read More

सत्य वचन

એકવાર એક વિદ્યાર્થી અંગ્રેજી વિષયમાં નાપાસ થયો તો શિક્ષક પૂછ્યું કેમ અંગ્રેજીમાં નાપાસ થયો, લાગે છે કે ભણવામાં ધ્યાન નથી રાખતો?

તો ,વિદ્યાર્થી ઉત્તર આપ્યો કે સાહેબ નાપાસ જ થવાય ને અંગ્રેજોની ભાષા જ વિચિત્ર છે !
સાહેબ કહ્યું કે :આવું કશું ન હોય ?

સાહેબ જો આવું કશુંય ન હોય તો સાલો એક અંગ્રેજ એવો બતાવો કે જે આપણી ભાષા ગુજરાતીમાં પાસ થઈ જાય પછી હું અંગ્રેજીમાં પાસ થઈ બતાવીશ
બિચારા સાહેબ કશુંક ઉત્તર આપ્યા વગર વિદ્યાર્થી સામે જોઈ જ રહ્યો😀😃😃

-✍️ નારાયણ

Read More

તમને ખબર છે કે વેડિંગ (અંગ્રેજી શબ્દ) અને વેલ્ડિગ શું ફરક છે . ફરક ખાલી એટલો કે વેલ્ડિગમાં પેલા તણખલા ઉડે પછી જોડાણ થાય અને વેડિંગ માં પહેલા જોડાણ થાય અને પછી તણખલા ઉડે😄😄😄😄

Read More

#વસંત
ઉમટીપડ્યા આ વસંતી વાયરા વાય રે
કોઈને આવ્યા મોરને કોઈને
આવ્યા હવે ફૂલ રે
આંબાને ડાળે મે બાંધ્યો હિંડોળો
કોયલ ટહુકે મારે ભરબપ્પોરે રે
સાંભળીને મારા મનડાનો
મોર નાચે રે
#વસંત

Read More

#લાગણીશીલ
દુઃખમાં હૈયું ભરાઈ જાય છે
લાગણીમાં એ તણાઈ જાય છે
યાદોમાં ખોવાય જાય છે
ભાવમાં આંખ ભીની થાય છે
સંબંધોમાં ખોવાય જાય છે
કારણકે હું લાગણીશીલ છું

Read More

મારી જાતને એવી નિષ્ક્રિય બનાવી
લોકો બેફામ બોલીને થાકી રહ્યા ને
હું ગુસ્સા વગર બેશક સાંભળતો રહ્યો
#નિષ્ક્રિય

Read More

,,🙏કોરોના વાઇરસ ને નાથવાનુ બ્રહ્માસ્ત્ર એટલે : રોગપ્રતિકારક શક્તિ 🙏 બાહ્ય જગતમાં વાઇરસ એ નિર્જીવ પણ નથી અને સજીવ પણ નથી છતાંય એ સજીવ જેવું વર્તન કરે છે ,, રોગપ્રતિકારક શક્તિ જ્યારે બળવત્તર હોય ત્યારે શું થાય એનો એક દાખલો: ચીનની એક ૪૭ વર્ષીય મહિલા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં આવે છે પણ એને જાણ સુદ્ધાં હોતી નથી કે એ કોઇ રોગથી પીડિત છે જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તબીબોએ કહ્યું કે એ COVID-19 થી પીડિત છે અમુક સારવાર પછી એ મહિલા સાજી થઇ અને હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી ,, એનો મતલબ એ કે એનું રોગપ્રતિકારક તંત્ર સાબદું બન્યું હતું ,બાકી સારવારના નામે ગ્લુકોઝ તથા સલાઇનના બાટલા સિવાય કશું હતું નહિ 🙏શરીરનુ રોગપ્રતિકારક તંત્ર જ્યાં સુધી સાબદું ના બંને ત્યાં સુધી કોરોનાનો કોઇ ઇલાજ નથી🙏
કોરોના વાઇરસની રસી હજુ સુધી શોધાણી નથી અને ક્યારે શોધાય તેનો ધડો પણ નથી ,કારણ કે નવા ફુટી નીકળતા પ્રતિદ્રવ્યો બનાવાનું કામ ભારે પડકારરૂપ છે , દરમ્યાન જગતભરના તબીબો કોવિડ-૧૯ ના દર્દીઓને એઇડ્સ, સ્વાઇન ફ્લૂ , ઈનફ્લુએન્ઝા જેવા રોગોને કાબુમાં રાખવાની સહાયક દવાઓ વડે સારવાર આપી રહ્યા છે જે સો ટકા કારગત નીવડતી નથી, આ સ્થિતિ વચ્ચે કોઇ પ્રકારની દવાએ નહીં પણ શરીરના રોગપ્રતિકારક તંત્રએ કોરોના વાઇરસ સામે ફતેહ મેળવી હોય એવો મેલબોર્ન ની ચીની મહિલા નો પ્રથમ કેસ છે પરંતુ તેને અંતિમ યા અપવાદ માની લેવાની જરાય છુટ નથી, કેસમાં કેન્દ્રસ્થાને મુદો એ છે કે વાઇરસ જેવા પરદેશી હુમલાખોર સામે લડી લેવાની ક્ષમતા કુદરતે દરેક મનુષ્યમાં રોગપ્રતિકારક તંત્ર સ્વરૂપે આપી છે જો કે પુર્વ શરત એ છે કે આ તંત્ર સક્રિય હોવું જોઇએ 🙏
ટુંકમાં કુદરત જો દર થોડા વખતે એકાદ નવા વાઇરસ વડે માનવજાત નું ડેથ વોરંટ બજાવતી હોય તો તે વોરંટ સામેના જામીન પણ કુદરતે જ મનુષ્યના શરીરમાં રોગપ્રતિકાર તંત્રના રૂપે આપી રાખ્યા છે એ દષ્ટિએ આવા વાયરસો જામીનલાયક ખરા , પરંતુ એ વોરંટ રદ થતું નથી,કોરોના વાઇરસની રસી ના શોધાય ત્યાં સુધી આ સિસ્ટમ ઉપર મદાર રાખવો પડે તેમ છે, પશ્ચિમી દેશોના અનેક લોકોને કોરોના વાઇરસે આયુર્વેદમાં રસ લેતા કરી દીધા અમુક યા તમુક ઔષધી આ રોગ સામે રક્ષણ આપે એવું તેમનું માનવું છે આયુર્વેદ સૌથી પ્રાચીન તબીબ વિજ્ઞાન છે કે જે નું પ્રાગટ્ય પાંચ હજાર વર્ષ પહેલા વેદ કાળમાં થયું હોવાનું મનાય છે આપણા આર્યુવેદમાં તમામ રોગોનો ઉપચાર આપ્યો છે પણ આયુર્વેદને ન માનનારા લોકોને આ ઉપચાર પચતો નથી અને એટલે જ વિદેશી દવાઓ ઉપર આપણે મદાર રાખવો પડે છે
--પ્રહલાદ દેસાઈ

Read More

લાગણી

: તારા વિરહના આંસુના પાણીમાં ઉમટે નદી તો
આંખોના પાપણો પાથરી ઓઝલમાં સમાવી લઉ

તારા ચહેરા પરના સ્મિતમાં જો હોય મર્મ તો
હૃદય લિપિમાં માં સમાવી મોઢેથી ઉકેલી લઉ

મૌસમ જો હોય તારા વિરહના ગીત ગાવાની
સંગીતનો સંગમ શોધીને હું સુર પુરાવી દઈ

જો તું વાય સમંદરની શીતળ લહેર‌ની જેમ
પારેવા બનીને તારી સંગાથ મુલાકાત કરી લઉં

Read More

ગિરિ શૃંગમાં ઉતરતા સૂર્યએ
આકાશમાં રંગોળી ઢોળી દીધી
અંધારું પાથરી થશે ભયંકર રાત
એવી મલકમાં જાહેરાત કરી દીધી
--નારાયણ

Read More